Rajasthan : રાજસ્થાનમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ 3 સ્થળોની મુલાકાત લીધી , જાણો આ ત્રણેય કિલ્લાની ખાસિયતો

PM Modi And Emmanuel Macron Visit Jaipur Rajasthan: પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટપતિ ઈમેન્યુઅલ મેક્રોન પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરના આમેર કિલ્લો, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લીધી છે.

PM Modi And Emmanuel Macron Visit Jaipur Rajasthan: પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટપતિ ઈમેન્યુઅલ મેક્રોન પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરના આમેર કિલ્લો, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લીધી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pm modi and emmanuel macron visit jaipur | pm narendra modi | emmanuel macron visit jaipur | French President Emmanuel Macron India Visit

પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાજસ્થાનના જયપુર શહેરના મુલાકાત લીધી હતી. (Photo - Social Media)

PM Modi And Emmanuel Macron Visit Jaipur Rajasthan: પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ એ રાજસ્થાનના જયપુર શહેરની મુલાકાત લીધી છે. રાજસ્થાન તેના કિલ્લા - મહેલ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. રાજસ્થાનના દરેક ખૂણાની સુંદરતા જોવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ ભારત આવે છે. રાજસ્થાનના પ્રવાસન સ્થળોની વાત કરીએ તો જયપુર, ઉદયપુર, જેસલમેર, માઉન્ટ આબુ, જોધપુર, અજમેર અને રણથંભોર ખાસ પ્રવાસના સ્થળો છે. રાજસ્થાનના આ તમામ પ્રવાસન સ્થળો તેમના ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, મોટી હવેલીઓ, કલા અને સંસ્કૃતિ માટે લોકોને પોતાની તરફ આકર્ષીત કરે છે.

Advertisment

પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટપતિ ઈમેન્યુઅલ મેક્રોન જયપુરમાં (PM Modi And Emmanuel Macron Visit Jaipur)

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલા ઈમેન્યુઅલ જયપુર એરપોર્ટ પહોંચ્યા છે, જ્યાં તેમનું સંપૂર્ણ પ્રોટોકોલ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પીએમ નરેન્દ્ર મોદી સાથે ઐતિહાસિક આમેર કિલ્લો, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લીધી છે. ભારત વિવિધ કળા અને સંસ્કૃતિનો દેશ છે, તો રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાજસ્થાનમાં જયપુર શા માટે પસંદ કર્યું? ચાલો જાણીએ કે રાજસ્થાનના જયપુરમાં આમેર કિલ્લા, જંતર-મંતર અને હવા મહેલમાં શું ખાસ છે, જેની ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી છે.

,

Advertisment

આમેર કિલ્લો (Amer Fort)

આમેર કિલ્લો જ્યાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સાંજ વિતાવી હતી, આમેર કિલ્લો તેની સુંદરતા અને કલા માટે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ કિલ્લાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો છે. આમેર ફોર્ટ 16મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. આ કિલ્લો રાજસ્થાની સ્થાપત્ય અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. ઉંચા પહાડ પર બનેલો આમેર કિલ્લો દૂરથી ખૂબ જ વિશાળ અને સુંદર લાગે છે. આમેર કિલ્લાનું બાંધકામ 16મી સદીના અંતમાં રાજા માન સિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને સવાઈ જય સિંહ દ્વિતીય અને રાજા જય સિંહ પ્રથમ દ્વારા પૂર્ણ થયું હતું. આ કિલ્લો રાજસ્થાની સ્થાપત્ય અને સંસ્કૃતિનું ઉદાહરણ છે.

French President Emmanuel Macron and PM Narendra Modi (File Photo)
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને પીએમ નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

આમેર કિલ્લાની અંદરની કોતરણી અને મહેલો આંખોને આંજી દે તેવી છે. અહીં એક શીશ મહેલ પણ બનાવવામાં આવ્યો છે, જે તેની સુંદર કોતરણી માટે ખૂબ પ્રખ્યાત છે. ઉપરાંત તેમાં બનાવેલા માર્બલના ફૂલ પણ આકર્ષણનું કેન્દ્ર છે. જો તમે પણ રાજસ્થાનના જયપુર જઈ રહ્યા છો તો આમેર કિલ્લાની મુલાકાત અવશ્ય લો.

જયપુરના જંતર મંતરની મુલાકાત ખાસિયત ( Jantar Mantar, Jaipur)

જયપુરના જંતર મંતરનું નિર્માણ મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા 1734માં કરવામાં આવ્યું હતું. જયપુર સ્થિત જંતર મંતરને 2010માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો હતો. જંતર-મંતર એ રાજસ્થાનનો પ્રથમ સાંસ્કૃતિક વારસો છે અને ભારતનો 23મો સાંસ્કૃતિક વારસો છે. રાજા જયસિંહના પ્રયત્નથી જંતર- મંતરમાં નિર્મિત યંત્રોમાં સમ્રાટ, જયપ્રકાશ અને રામ યંત્રો પણ છે. જંતર-મંતરમાં નિર્મિત આ યંત્રો પથ્થર અને ચૂનાના બનેલા છે જે હજુ પણ અકબંધ છે. દર વર્ષે, આ સાધનોની મદદથી, જ્યોતિષીઓ વરસાદનું માપ કાઢે છે અને હવામાનની આગાહી કરે છે. તમે જયપુરના જંતર-મંતરની કલા અને સુંદરતા પણ જોઈ શકો છો.

હવા મહેલ - ગરમીમાં પણ ઠંડી હવાનો અહેસાસ કરાવશે (Hawa Mahal)

રાજસ્થાનમાં સ્થિત હવા મહેલ એ જયપુરનો એક શાહી મહેલ છે જેનું નિર્માણ 1799માં મહારાજા સવાઈ પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને 'રાજમુકુટ'ની જેમ વાસ્તુકાર લાલ ચંદ ઉત્સાદે ડિઝાઇન કર્યું હતું. લાલ અને ગુલાબી બલુઆ પત્થરથી બનેલો આ મહેલ સિટી પેલેસ, જયપુરને અડીને આવેલો છે. હવા મહેલનું અનોખું આકર્ષણ તેની 953 બારીઓ છે જે પડદાની જેમ દિવાલોને ઢાંકે છે. આ મહેલ રાજપૂતો અને ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવ્યો હતો. આ મહેલ બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે મહિલાઓ નીચેની ગલીમાં રોજનું નાટક અને નૃત્ય જોઈ શકે.

આ પણ વાંચો | ભારત ફ્રાન્સ વચ્ચે સંબંધ જૂનો છે, 4 પોઈન્ટમાં સમજો શા માટે મેક્રોન સાથે મિત્રતા મહત્વપૂર્ણ

હવા મહેલમાં કુલ 953 રૂમ છે. આ એક મોટી ઇમારત છે જેની મુલાકાત ઘણા પ્રવાસીઓ આવે છે. જો તમે રાજસ્થાનના જયપુર જઈ રહ્યા છો તો હવા મહેલ જવાનું ભૂલશો નહીં.

Rajasthan પ્રજાસત્તાક દિવસ પ્રવાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ નરેન્દ્ર મોદી PM Narendra Modi