રાજસ્થાન કોંગ્રેસમાં નવા જૂની: સચિન પાયલોટ બેઠક બાદ હસતા ચહેરે આવ્યા બહાર, કહ્યું - અમે સાથે મળીને લડીશું અને જીતીશું

Rajasthan Congress : કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું - ક્ષમતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી જાહેર કરી દેવામાં આવશે

Rajasthan Congress : કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું - ક્ષમતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી જાહેર કરી દેવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sachin pilot, Rajasthan Politics

કોંગ્રેસ નેતા સચિન પાયલોટ (એક્સપ્રેસ)

Rajasthan Politics Updates: રાજસ્થાનના મુદ્દાને લઇને કોંગ્રેસ પાર્ટીની એક મોટી બેઠક દિલ્હીમાં થઇ હતી. બેઠકમાં કોંગ્રેસ નેતા સચિન પાયલોટ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સામેલ થયા હતા. બેઠક પુરી થયા પછી સચિન પાયલોટ ખુશ જોવા મળ્યા હતા અને તેમણે કહ્યું કે કોંગ્રેસ હાઇકમાન્ડે નારી વાત માની લીધી છે. આવનાર ચૂંટણીમાં અમે મળીને લડીશું અને જીતીશું.

Advertisment

બેઠક પછી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આજે આ બેઠકમાં સીએમ અને પીસીસી ચીફ સહિત રાજસ્થાન કોંગ્રેસના 29 નેતા સામેલ થયા હતા. બધા નેતાઓએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે કોંગ્રેસ રાજસ્થાન ચૂંટણી જીતી શકે છે બસ જરૂર એ છે કે રાજસ્થાન કોંગ્રેસમાં એકતા હોય. આજે બધા નેતાઓએ એકજુટ થઇને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જીતવાની ક્ષમતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી જાહેર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો - વસુંધરા રાજે કે કોઇ અન્ય, રાજસ્થાન ચૂંટણીમાં કોણ કરશે બીજેપીનું નેતૃત્વ?

કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે બધાને સખત અનુશાસનનું પાલન કરવું પડશે. કોઇપણ મુદ્દે પાર્ટીની અંદર જ ચર્ચા થવી જોઈએ અને પાર્ટીની અંદરની રાજનીતિ વિશે પાર્ટીની બહાર બોલવાની આઝાદી કોઇને નથી. તેનું ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

Advertisment

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન જ્યારથી કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા.

સચિન પાયલોટ અશોક ગેહલોત Rajasthan politics રાહુલ ગાંધી congress