રાજસ્થાન ચૂંટણી પહેલા સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ફરી તણાવભરી સ્થિતિ સર્જાઇ છે અને બંને નેતાઓ સામસામે લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દે સચિન પાયલોટે ગેહલોત સરકારને ભીંસમાં લીધી છે અને કહ્યું છે કે, તેઓ 11 એપ્રિલના રોજ એક દિવસની ભૂખ હડતાળ કરશે. તેમનું કહેવું છે કે, સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. જનતાને એવું ન લાગવું જોઈએ કે અમે ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં નથી લઈ રહ્યા.
પાયલોટે જણાવ્યું કે, તેમણે સીએમ અશોક ગેહલોતને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે ગત ચૂંટણી દરમિયાન વસુંધરા સરકારના ભ્રષ્ટાચારને લઈને આપણે જનતાને જે વચનો આપ્યા હતા તે પૂરા કરવા માટે કંઈક કરવું જોઈએ. ચૂંટણી નજીક આવી રહી છે. જનતાને દેખાડવું જોઈએ કે આપણે જે કહ્યું તે પ્રમાણે આપણે કામગીરી કરી છે. તેમણે કહ્યું કે સીએમ ગેહલોતે તેમના પત્રનો જવાબ આપ્યો નથી.
વસુંધરા રાજેનો ભ્રષ્ટાચાર 21થી 100 સુધી પહોંચ્યા
તેણે કહ્યું કે રાજસ્થાનમાં અમે ન તો તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ન તો તેનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યા છીએ. પરંતુ અમારા કાર્યકર્તાઓ અને જનતાને એવું ન લાગવું જોઈએ કે અમારા કહેવામાં અને કરવામાં કોઈ ફરક છે. વસુંધરા સરકારના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચારના કેસોની તપાસ થવી જરૂરી છે. તેમણે કહ્યું કે ગત ચૂંટણી પહેલા કોંગ્રેસ પાસે માત્ર 21 બેઠકો હતી, ત્રીજી ચૂંટણીમાં લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને અમે 100 સુધી પહોંચી ગયા. જનતાને એવું ન લાગવું જોઈએ કે ચૂંટણી જીત્યા પછી અમે અમારી વાતથી ફરી ગયા છીએ. જો કાર્યવાહી નહીં થાય તો લોકોને લાગશે કે આપણી ભાજપ સાથે મિલીભગત છે.
સચિન પાયલોટનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર પોતાની એજન્સીનો દુરોપયોગ કેવી રીતે કરી રહી છે તે સમગ્ર દેશ જાણે છે. વિપક્ષના નેતાઓને નિશાન બનાવીને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. અમે ચૂંટણીમાં જનતા સક્ષમ જઇશું ત્યારે આ વાત કહેવાનું સાહસ અમારામાં હોવું જોઇએ.
અશોક ગેહલોત વિરુદ્ધ પાયલટોનો બળવો
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાછલી ચૂંટણી સચિન પાયલટના નેતૃત્વમાં લડવામાં આવી હતી. ત્યારેદ તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા. પરંતુ જ્યારે મુખ્યમંત્રી બનાવવાની વાત આવી તો અશોક ગહેલોતે બાજી મારી લીધી. પાયલટે નાયબ મુખ્યમંત્રી બનીને સંતોષ માનવો પડ્યો. ત્યારબાદથી તેઓ સતત ગહેલોતને સામે વિદ્રોહ કરતા રહ્યા છે. તેમણે એક વાત તો પોતાના જૂથના ધારાસભ્યો સાથે બળવો પણ પોકાર્યો હતો. અલબત્ત ગહેલોતે માસ્ટક સ્ટ્રોક મરીને પાયલોટના દાવને નિષ્ફળ બનાવી દીધો. તેમણે વ્હિપ જાકી કરી દીધી. ત્યારબાદ પાયલોટ જૂથના ધારાસભ્યોની પાસે સરકાર સાથે આવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ બચ્યો ન હતો.
જોકે તે દરમિયાન ગેહલોતે પાયલટને હાંસીયમાં ધકેલી દીધા હતા. પરંતુ સચિનના તેવરને તોડી શક્યા નહીં. બંને નેતાઓ વચ્ચે કેટલા ખરાબ સંબંધ છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે સીએમ ગેહલોતે સચિન પાયલટને નિકમ્મા કહ્યા કહ્યા હતા. ગાંધી પરિવારે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોતને મેદાનમાં ઉતારવાનું મન બનાવ્યું ત્યારે તણાવ ફરી એકવાર વધી ગયો છે, પરંતુ તેઓ સીએમની ખુરશી છોડવા તૈયાર ન હતા.