Rajasthan Tractor Killed : રાજસ્થાનમાં યુવકનું ટ્રેક્ટરથી કચડીને મોત, 8 વાર ટાયર ચડાવ્યું, પરિવાર ચીસો પાડતો રહ્યો, લોકો VIDEO બનાવતા રહ્યા

Rajasthan Tractor Killed Video : રાજસ્થાનના ભરતપુર (Bharatpur) માં એક વ્યક્તિને ટ્રેક્ટરના ટાયર (tractor tire) નીચે 8 વખત કચડી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, આ સનસનીખેજ હત્યાનો વીડિયો વાયરલ.

Written by Kiran Mehta
Updated : October 25, 2023 14:53 IST
Rajasthan Tractor Killed : રાજસ્થાનમાં યુવકનું ટ્રેક્ટરથી કચડીને મોત, 8 વાર ટાયર ચડાવ્યું, પરિવાર ચીસો પાડતો રહ્યો, લોકો VIDEO બનાવતા રહ્યા
રાજસ્થાનના ભરતપુરમાં ટ્રેક્ટર નીચે કચડી હત્યા

Rajasthan Tractor Killed Video : રાજસ્થાનના ભરતપુરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં જમીનના વિવાદમાં એક વ્યક્તિની ટ્રેક્ટરથી કચડીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ પીડિતા પર લગભગ 8 વખત ટ્રેક્ટર ચલાવ્યું હતું. આટલું જ નહીં, પીડિતાના મૃત્યુ પછી પણ આરોપીએ ટ્રેક્ટર વડે તેના મૃતદેહ પર ક્રૂરતાપૂર્વક ‘ ટાયર ફેરવવાનું ચાલુ જ રાખ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ વારંવાર પીડિતા પર ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. નજીકમાં લોકો હાજર છે પરંતુ તેઓ મદદ માટે આવ્યા વિના ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખેતરમાં રસ્તાના વિવાદમાં અડ્ડા ગામના બહાદુર ગુજ્જર અને અતરસિંહ ગુજ્જર જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બુધવરે બંને પક્ષ આમને-સામેન આવી ગયા અને પથ્થરમારો સહિત મારપીટ થઈ, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, અને ધોકા-ડંડા ઉછળ્યા.

મરનાર વ્યક્તિ કોણ?

બુધવારે બંને જૂથ વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ આ સમયે 35 વર્ષિય નિરપત ગુર્જર જમીન પર પડી ગયો એજ સમયે મોકાનો ફાયદો જોઈ બહાદુર ગુજ્જરના જૂથનો સભ્ય ટ્રેક્ટર પર ચઢી ગયો અને ટ્રેક્ટર શરૂ કરી નિરપત પર આટ વખત ટાયર ફેરવી દીધુ, ક્રૂરતાએ ત્યારે હદ વટાવી જ્યારે નિરપત મૃત્યું પામ્યો તો પણ આરોપી રોકાયો નહી અને ટાયર નીચે કચડતો રહ્યો.

કેવી રીતે બની ઘટના

મૃતકના ભાઈ વિનોદે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, નીરપત સવારે ટ્રેક્ટર લઈ જઈ રહ્યો હતો, તે સમયે બહાદુર ગુજ્જર પક્ષના લોકોએ તેના પર પથ્થરમારો કર્યો, જેથી તે ઘરે પાછો આવી ગયો. ત્યારબાદ આરોપીઓ લાઠી અને ડંડા લઈ ઘરે આવી ગયા અને મારપીટ શરૂ કરી દીધી. આ સમયે દિનેશ અને મુનેશ નામના આરોપીઓ નિરપતને ઉઠાવી જમીન પર પટક્યો, અને મારૂ જ ટ્રેક્ટર ચલાવી હનુમત સિંહે તેના પર ચઢાવવાનું શરૂ કરી દીધુ.

પિતાનો પોલીસ પર આક્ષેપ

પિતાએ પોલીસ પર પણ આક્ષેપ કર્યો છે કે, પાંચ દિવસ પહેલા ઝગડો થયો હતો, જેમાં મારા નિરપત પર બહાદુર જૂથની મહિલાઓ કચરો અને સડેલુ શાક નાખ્યું હતું.વિરોધ કરવા પર અમારી પર પોલીસ કેસ કરી દીધો. પોલીસે અમને પાંચ-છ કલાક પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા અને 15 આપ્યા ત્યારે છોડ્યા હતા.

આરોપી ટ્રેક્ટર ચઢાવતા રહ્યા, પરિવાર ચીસો પાડકતો રહ્યો લોકો વીડિયો બનાવતા રહ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ક્રૂર આરોપી એક વ્યક્તિ પર ટ્રેક્ટર ચઢાવી રહ્યો છે. અને ટાયર નીચે વારંવાર કુચલી રહ્યો છે. પરિવાર તેને બચાવવાની કોશિસ કરે છે, બુમો પાડે છે, ચીસો પાડે છે. પરંતુ કોઈ તેને બચાવી શકતુ નથી. મહત્વની વાત એ છે કે, આ સમયે દુરથી કેટલાક વીડિયો બનાવી રહ્યા છે.

આ પણ વાંચોCrime News : પત્નીની લાશને બાથરૂમમાં રાખ્યા બાદ પોલીસને કહ્યું – પગ લપસી જતા થયું મોત, આ રીતે ખુલ્યું રહસ્ય

પોલીસે શું કહ્યું

પોલીસે જણાવ્યું કે, બને પક્ષ વચ્ચે જુની અદાવતમાં ઝગડો ચાલતો હતો, ઘટના સ્થળ પર પોલીસ કાફલો મોકલી મામલો સંભાળી લેવામાં આવ્યો છે. પાંચ દિવસ પહેલા વિવાદ થયો હતો, ત્યારબાદ આજે ફરી બંને પક્ષ વચ્ચે ઝગડો થયો અને ગંભીર ને પપરિણામ સામે આવ્યું છે. હાલમાં ટ્રેક્ટર ચલાવનાર આરોપીની ઓળખ કરવાનું ચાલી રહ્યું છે. આરોપીને ઝડપી પાડવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ