PoKમાં લોકો પર અત્યાચારનું પરિણામ ભોગવવું પડશે, બડગામમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - જમ્મુ કાશ્મીરના લોકો સાથે ભેદભાવ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાપ્ત થયો છે

Written by Ashish Goyal
October 27, 2022 17:30 IST
PoKમાં લોકો પર અત્યાચારનું પરિણામ ભોગવવું પડશે, બડગામમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Photo- Twitter/rajnathsingh)

Shaurya Diwas: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લોકો પર અત્યાચાર કરવા માટે ઇસ્લામાબાદની ટિકા કરી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે પાકિસ્તાને તેના પરિણામ ભોગવવા પડશે. જમ્મુ કાશ્મીરમાં ઇન્ફ્રૈંટ્રી ડે સમારોહને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે હું પાકિસ્તાનને પુછવા માંગીશ કે તેણે અમારા ક્ષેત્રોના લોકોને કેટલા અધિકાર આપ્યા છે જેના પર તેણે ગેરકાયદેસર કબજો કરી લીધો છે? આ ક્ષેત્રોમાં થતી અમાનવીય ઘટનાઓ માટે પાકિસ્તાન પુરી રીતે જવાબદાર છે. આજે પીઓકેમાં અત્યાચારના બીજ વાવી રહેલા પાકિસ્તાનને આવનાર સમયમાં કાંટાનો સામનો કરવો પડશે.

રક્ષા મંત્રીએ આ દરમિયાન દેશના તથાકથિત બુદ્ધિજીવીઓ ઉપર પ્રહાર કરતા કહ્યું કે તેમણે હંમેશા સેના કે રાજ્ય સુરક્ષા બળો દ્વારા આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીમાં માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે માનવાધિકાર સંગઠનોને પુછ્યું કે તેમની ચિંતા ત્યારે ક્યાં જાય છે જ્યારે આપણી સેના અને સામાન્ય જનતા પર આતંકી હુમલો કરે છે. આતંકી જ્યારે નિર્દયતાથી દેશના જવાનો અને નાગરિકો સાથે વર્તે છે ત્યારે તમે ક્યાં જાવ છો?

આ પણ વાંચો – આતંકી હુમલાને પગલે 6 મહિનામાં 17 કાશ્મીરી પંડિતોની ઘાટીમાંથી હિજરત – KPSSનો દાવો

આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો – રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદનું તાંડવ જે આ રાજ્યએ કશ્મીરિયતના નામ પર જોયું છે તેનું વર્ણન કરી શકાય નહીં. ઘણા જીવ ગયા છે અને ઘણા ઘરો બર્બાદ થયા છે. ધર્મના નામે કેટલું લોહી વહ્યું તેનો કોઇ હિસાબ નથી. ઘણા લોકોએ આતંકવાદને ધર્મ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો પણ શું આતંકવાદના શિકાર કોઇ એક ધર્મ સુધી સિમિત છે? સામે હિન્દુ છે કે મુસલમાન એ જોઇને આતંકવાદી હરકત કરે છે? આતંકવાદી ફક્ત ભારતને નિશાન બનાવીને પોતાની યોજનાઓને અંજામ આપે છે.

રક્ષા મંત્રીએ જમ્મુ કાશ્મીરને લાંબા સમય સુધી અંધારામાં રાખવા માટે સ્વાર્થી રાજનીતિને પણ જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે આઝાદી પછી આ ક્ષેત્ર જેને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે તે કેટલાક સ્વાર્થી રાજનીતિજ્ઞો આગળ ઝુકી ગયું અને એક સામાન્ય જીવન જીવવા માટે તરસી રહ્યું છે. તેમણે કહ્યું કે આઝાદી પછી કેટલાક સ્વાર્થી તત્વોએ કશ્મીરી સમાજને ઘણા ભાગમાં વહેંચી દીધો હતો, કશ્મીરિયત ભૂલીને સમાજ હિન્દુ, મુસ્લિમ, રાજપૂત અને શીખમાં વહેંચી ગયો.

રાજનાથ સિંહે કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકો સાથે ભેદભાવ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમાપ્ત થયો છે. આ દરમિયાન રાજનાથ સિંહે તે જવાનોને શ્રદ્ધાંજલિ આપી જેમણે પોતાનું જીવન દેશ માટે કુર્બાન કરી દીધું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ