ન્યાયાધીશોની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે વધુ એક નિર્ણય લીધો છે જેનાથી સરકાર અસ્વસ્થ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એ નિર્ણયની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે જેના હેઠળ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, દિલ્હી હાઈકોર્ટ આવી જ એક અરજી ફગાવી ચૂકી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર નવેસરથી સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા જ્યારે તેમની નિવૃત્તિને માત્ર ચાર દિવસ બાકી હતા. જે બાદ ગૃહ મંત્રાલયે તેમને એક વર્ષનું એક્સટેન્શન પણ આપ્યું હતું. રાકેશ અસ્થાના હાલ નિવૃત છે. પરંતુ સુપ્રીમ કોર્ટ તેમની નિવૃત્તિ પછી પણ તેમની નિમણૂક માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાને જોવા માટે સંમત થઈ છે. રાકેશ અસ્થાનાની સાથે આ નિર્ણય મોદી સરકાર માટે પણ મુશ્કેલી ઉભી કરનાર છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હા તેમના કેસની ફરીથી સુનાવણી કરવા સંમત થયા.
રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. 27 જુલાઈ 2021ના રોજ તેમને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. આ નિર્ણય જાહેર હિત સાથે સંબંધિત છે તેના આધારે તેમને નિવૃત્તિ આપવામાં આવી હતી. એડવોકેટ પ્રશાંત ભૂષણે તેમની નિમણૂક પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમની નિમણૂક 27મી જુલાઈએ થઈ છે અને 31મી જુલાઈએ તેમને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે સુસંગત નથી જે Prakash Singh & Others v. Union of India મામલામાં આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – Explained: દારૂ બનાવનારને પણ ખબર નથી હોતી કે દારૂ ક્યારે ઝેરી બની જાય, જાણો કેવી રીતે બને છે દેશી દારૂ?
પ્રકાશ સિંહે કોઈપણ રાજ્યના ડીજીપીની નિમણૂક કરતા પહેલા કેટલાક સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે, આવા વરિષ્ઠ પદ પર નિમણૂક માટે એક પેનલની રચના કરવી જોઈએ. જેમણે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારને ત્રણ નામ મોકલવા જોઈએ. આ પોસ્ટ પર જે અધિકારીની નિમણૂક થવાની છે તેની ઓછામાં ઓછી છ મહિનાની સેવા બાકી હોવી જોઈએ. પ્રશાંત ભૂષણે કહ્યું કે, અસ્થાનાના કેસમાં આ બધી બાબતોની અવગણના કરવામાં આવી. જો કે, દિલ્હી હાઈકોર્ટે અસ્થાનાની નિમણૂક અંગેની અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે આ તમામ માર્ગદર્શિકા ડીજીપીની નિમણૂક માટે છે. જ્યારે અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર હતા.