Ayodhya Ram Mandir: ગુજરાતીઓને અયોધ્યામાં આ હોટલમાં મળશે ઘર જેવું ભોજન, હેલીકોપ્ટર સર્વિસ પણ શરૂ થશે

Ayodhya Ram Temple Hotel Booking Price: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવશે. ભક્તો માટે અયોધ્યામાં મોટી પ્રમાણમાં હોટેલ ખુલી રહ્યા છે.

Written by Ajay Saroya
January 15, 2024 19:42 IST
Ayodhya Ram Mandir: ગુજરાતીઓને અયોધ્યામાં આ હોટલમાં મળશે ઘર જેવું ભોજન, હેલીકોપ્ટર સર્વિસ પણ શરૂ થશે
અયોધ્યાના રામલલ્લા અને નિર્માણાધીન રામ મંદિર. (Photo - @ShriRamTeerth)

Ayodhya Ram Temple Hotel Booking Price: અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશ – વિદેશમાંથી દર્શનાર્થીઓ રામ મંદિરના દર્શન કરવા આવવા ઉત્સુક છે. આ દરમિયાન રામ ભક્તોને અયોધ્યામાં શુદ્ધ અને સાત્વિક માહોલનો અનુભવ થાય તે માટે હોટેલ દ્વારા વિશેષ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. હવે મંદિરોની નગરી અયોધ્યામાં દેશની પ્રથમ 7 સ્ટાર હોટેલ ખુલવા જઇ રહી છે.

અયોધ્યામાં ખુલશે દેશની પહેલી 7 સ્ટાર હોટેલ, માત્ર શાકહારી ભોજન મળશે (Ayodhya Indias First Veg Only 7 Star Hotel)

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. રામ મંદિર દર્શન માટે ભક્તો ઉત્સાહી છે. રામ મંદિરના દર્શને આવનાર ભક્તોની વ્યવસ્થા માટે સરકાર અને ખાનગી હોટેલ – સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અયોધ્યામાં દેશની પ્રથમ 7 સ્ટાર હોટેલ શરૂ થઇ રહી છે. આ હોટેલમાં માત્ર શાકહારી ભોજન પીરસવામાં આવશે.

આટલું જ નહીં અયોધ્યામાં મુંબઇ સ્થિત એક રિયલ એસ્ટેટ ફર્મ દ્વાા એક ફાઇવ સ્ટાર હોટેલ પણ બનાવવામાં આવશે. 22 જાન્યુઆરીથી આ એક રિયલ્ટી પ્રોજેકટ પણ શરૂ કરવામાં આવશે. નોંધનિય છે કે, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યા છે.

અયોધ્યા રામ મંદિર દર્શન કરવા ભક્તો ઉમટી પડશે (Ayodhya Ram Mandir Darshan Time)

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો ભક્તો અયોધ્યા આવશે. આથી અયોધ્યામાં મોટી સંખ્યામાં હોટેલ બની રહી છે. શહેરમાં હોટેલ બનાવવા માટે 110 નાના અને મોટા હોટેલ બિઝનેસમેન અયોધ્યામાં જમીન ખરીદી રહ્યા છે. અહીંયા એક સોલાર પાર્ક પણ બની રહ્યો છે.

Ayodhya Ram Mandir | Ayodhya | Ram Mandir
અયોધ્યાનું નવીન એરપોર્ટ (તસવીર – બીજેપી ટ્વિટર)

આ પણ વાંચો | પ્રભુ રામની કૃપાથી આ બે કંપનીના રોકાણકારો થયા માલામાલ, શેરમાં 400 ટકાનો બમ્પર ઉછાળો

અયોધ્યામાં હેલીકોપ્ટર સર્વિસ પણ શરૂ થશે (Ayodhya Lucknow Helicopter Ticket Price)

લખનઉથી અયોધ્યા માટે હેલીકોપ્ટર સર્વિસ પણ શરૂ થશે. કુલ 6 હેલીકોપ્ટર, જેમાંથી 3 હેલીકોપ્ટર અયોધ્યા અને 3 હેલીકોપ્ટર લખનઉથી ઉડાન ભરશે. આ સેવા 19 જાન્યુઆરીથી શરૂ થશે. હાલ આ હેલીકોપ્ટરની ક્ષમતા 8થી 18 પેસેન્જરની છે. શ્રદ્ધાર્થીઓએ હેલીકોપ્ટરમાં બેસવા એડવાન્સ બુકિંગ કરાવવું પડશે. 16 જાન્યુઆરીથી સાંજથી બુકિંગ શિડ્યુલ અને ભાડાની વિગત જાહેર કરવામાં આવશે. હેલીકોપ્ટર મારફતે લખનઉથી અયોધ્યા માત્ર 30થી 40 મિનિટમાં પહોંચી શકાશે.


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ