રામ આવશે, શું ભાજપને વોટ અપાવશે? દક્ષિણ ભારતમાં ચૂંટણી જીતવી સરળ નથી, ભાજપ સામે અનેક મોટા પડકાર

Ram Mandir Ayodhya BJP Politics: હવે ભાજપ મંદિર રાજકારણના માર્ગે આગળ વધી રહી છે, પરંતુ આ ધારણા ખોટી છે કે આ રામ મંદિર કાર્યક્રમથી તેને 400 પ્લસ બેઠકો મળશે.

Ram Mandir Ayodhya BJP Politics: હવે ભાજપ મંદિર રાજકારણના માર્ગે આગળ વધી રહી છે, પરંતુ આ ધારણા ખોટી છે કે આ રામ મંદિર કાર્યક્રમથી તેને 400 પ્લસ બેઠકો મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi | pm narendra modi visit | temple politics | bjp

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાયુર મંદિરમાં દર્શન કર્યા હતા. (Photo - @narendramodi)

Ram Mandir Ayodhya BJP Politics: રામ મંદિર માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે. હવે, જે રીતે અને જે સ્તરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેની રાજકીય અસરો પડવાની જ છે. લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે, આવી સ્થિતિમાં મંદિર પોલિટિક્સ મારફતે પણ ભાજપ ઈન્ડિયા ગઠબંધનને ઘેરવા ઇચ્છે છે. હવે તો આમ પણ ઘણા વિપક્ષો આ રામ મંદિર કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા છે, એવામાં ભાજપ ઘણી સરળતાથી તેમને હિંદુ વિરોધી વાત કરી એક વિશેષ વર્ગને પોતાની તરફેણમાં ખેંચવા ઇચ્છે છે.

Advertisment

હવે ભાજપ ચોક્કસપણે મંદિરની રાજનીતિનો માર્ગ અપનાવે છે, પરંતુ આ ધારણા ખોટી છે કે આ રામ મંદિર દ્વારા તેને 400 પ્લસ સીટો મળશે. સંભાવનાને સ્થાન છે પણ તથ્યો અલગ કહાણી કહે છે. તે હવે વ્યાપકપણે જાણીતું છે કે હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ભાજપ વિપક્ષ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે. 2014ની ચૂંટણી હોય કે 2019ની લોકસભાની ચૂંટણી હોય, પાર્ટીએ હિન્દીભાષી રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું.

Ayodhya Ram Mandir | ayodhya ram temple inauguration | ram temple Photo | Ram lala Photo | Ayodhya Ram Mandir Prasad | Ram lala Murti | Lord Ram Idol
અયોધ્યાના રામલલ્લા અને નિર્માણાધીન રામ મંદિર. (Photo - @ShriRamTeerth)

જો દક્ષિણમાં કર્ણાટકને હિન્દી બેલ્ટના રાજ્યોમાં પણ સામેલ કરવામાં આવે તો ભાજપે 2019ની ચૂંટણીમાં 211 બેઠકો જીતી હતી. 2014માં આ આંકડો 210 સીટો હતો. પરંતુ મોટી રમત એ હતી કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર લગભગ 12 ટકા વધ્યો હતો, પરંતુ સીટોનો વધારો માત્ર એક જ હતો. હવે આ વાત જ ભાજપની સૌથી મોટી ચિંતા છે, તેને એ પણ સમજાય છે કે વધેલી વોટબેંકનો અર્થ એ નથી કે સીટો પણ એટલી જ વધી જશે.

નિષ્ણાતો તો એવું પણ માને છે કે હિન્દીભાષી રાજ્યોમાં ભાજપે 14મી અને પછી 19મી ચૂંટણીમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે, જેનો અર્થ એ છે કે તેમાં સુધારાનો અવકાશ ઓછો છે. બીજી વાત એ છે કે મંદિરની રાજનીતિની સૌથી વધુ અસર આ હિન્દીભાષી રાજ્યોમાં જ દેખાઈ રહી છે, આવી સ્થિતિમાં ભાજપને આ હિંદુત્વની રાજનીતિથી વધુ ફાયદો કેવી રીતે થશે તેનો જવાબ આપવો મુશ્કેલ છે.

Advertisment

ભાજપ માટે એ સમજવું પણ જરૂરી છે કે તે ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 બેઠકો જીતવાનો ચોક્કસપણે દાવો કરી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અને વોટિંગ પેટર્ન તેના માટે પડકારો ઉભી કરી રહી છે. હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપનો વોટ શેર લગભગ 8 ટકા વધ્યો હતો. તેણે 50%ના બેન્ચમાર્કને સ્પર્શ કર્યો હતો, પરંતુ નવાઇ એ વાતની હતી કે આ પ્રચંટ વોટ શેર બાદ પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને 2014ની તુલનામાં 9 સીટોનું નુકસાન થયુ.

bjp Kerala | bjp | Kerala | loksabha election 2024
કેરળના ત્રિશુરમાં એક રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

જો કે, ભાજપ સમર્થકોનું કહેવું છે કે પાર્ટી અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દ્વારા દક્ષિણના રાજકારણને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં વડાપ્રધાન મોદી જે રીતે સતત દક્ષિણ ભારતનો પ્રવાસ કરી રહ્યા છે, જે રીતે તેમના દ્વારા વિવિધ મંદિરોની મુલાકાત લેવામાં આવી રહી છે, તેનાથી વ્યૂહરચના સ્પષ્ટ દેખાઈ રહી છે. પરંતુ અહીં પણ આંકડાકીય વાસ્તવિકતા ભાજપનો રસ્તો મુશ્કેલ બનાવી રહી છે. કુલ 130 લોકસભા બેઠકો દક્ષિણમાંથી આવે છે, ગત વખતે ભાજપને આ 130 બેઠકોમાંથી માત્ર 29 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. ત્યાં પણ તેને એકલા કર્ણાટકમાંથી 25 બેઠક મળી હતી.

આ વખતે બીજેપી તમિલનાડુમાં કેટલીક સીટો જીતવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પાર્ટીની રાજનીતિ અને તમિલનાડુનો રાજકીય મિજાજ ક્યારેય મેળ ખાતો નથી. એવું નથી કે તમિલનાડુ કે કેરળમાં ધર્મને કોઈ સ્થાન નથી, ત્યાં પણ ઘણા રામ મંદિરો છે, ત્યાં હિંદુઓના અનેક ધાર્મિક સ્થળો છે, પરંતુ ઉત્તર ભારતમાં જે રીતે ધર્મના રાજકારણને મહત્વ આપવામાં આવે છે. આવી સ્થિતિ તમિલનાડુ કે કેરળમાં જોવા મળતી નથી.

જો આપણે એકલા તમિલનાડુની વાત કરીએ તો ત્યાં જે રીતે અનેક સામાજિક આંદોલન શરૂ થયા, જે રીતે દ્રવિડ આંદોલનને એક ધાર આપવામાં આવી, તેણે ત્યાંના લોકો માટે ધાર્મિક રાજકારણને પણ ઓછું સક્રિય બનાવ્યું. આ કારણોસર, જ્યારે પણ ભાજપ તમિલનાડુમાં મંદિરની રાજનીતિનો ઉલ્લેખ કરે છે અથવા હિન્દુત્વની રાજનીતિના નામે મત માંગવાનો પ્રયાસ કરે છે, ત્યારે ત્યાંના લોકો તેને નકારી કાઢે છે. આવી સ્થિતિમાં આ વખતે મંદિરની રાજનીતિ થકી પાર્ટી દક્ષિણમાં કેટલી સફળતા હાંસલ કરી શકશે તે અંગે જાણકારોના મનમાં અનેક શંકાઓ છે.

Ayodhya રામ મંદિર લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ ટ્રેન્ડિંગ ન્યૂઝ politics કર્ણાટક ભાજપ PM Narendra Modi