રામ મંદિર માટે સૌથી વધારે દાન કોણે આપ્યું? આ કથાકારે અંબાણી-અદાણીને પણ પાછળ છોડ્યા

Morari Bapu Biggest Doner of Ram Mandir : રામ મંદિર માટે દાન આપવામાં મોરારી બાપુનું નામ સૌથી આગળ છે. તેમના અને તેમના સમર્થકો દ્વારા 18 કરોડથી વધુનું દાન મળ્યું. તો જોઈએ અત્યાર સુધીમાં કુલ કેટલું દાન મળ્યું.

Morari Bapu Biggest Doner of Ram Mandir : રામ મંદિર માટે દાન આપવામાં મોરારી બાપુનું નામ સૌથી આગળ છે. તેમના અને તેમના સમર્થકો દ્વારા 18 કરોડથી વધુનું દાન મળ્યું. તો જોઈએ અત્યાર સુધીમાં કુલ કેટલું દાન મળ્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Morari Bapu Biggest Doner of Ram Mandir

રામ મંદિરમાં સૌથી મોટુ દાન મોરારી બાપુએ આપ્યું

રામ મંદિર માટે સૌથી વધારે દાન મોરારી બાપુ એ આપ્યું : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દરરોજ રેકોર્ડ સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. રામ મંદિર માટે દુનિયાભરના રામ ભક્તોએ ઘણું દાન આપ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, સૌથી વધુ દાન કોણે કર્યું છે? આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ અયોધ્યા રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. આ સિવાય મોરારી બાપુના અનુયાયીઓએ પણ રામ મંદિરમાં દાન આપવા માટે ઘણું ભંડોળ એકઠું કર્યું છે.

Advertisment

અયોધ્યા મંદિર માટે મોરારી બાપુએ કેટલું દાન આપ્યું?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, મોરારી બાપુએ રામ મંદિરના નિર્માણ માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સિવાય અમેરિકા, કેનેડા અને યુનાઇટેડ કિંગડમમાં તેમના સમર્થકોએ પણ કુલ 8 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

Morari Bapu Biggest Doner of Ram Mandir
રામ મંદિર માટે સૌથી વદારે દાન આપનાર મોરારી બાપુ

અયોધ્યામાં અત્યાર સુધીમાં કેટલું દાન આવ્યું?

અહેવાલો અનુસાર, અયોધ્યા પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. સૌથી મોટા દાતાઓમાં મોરારી બાપુનું નામ સામેલ છે જેમણે મંદિરના નિર્માણ માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

આ પહેલા મોરારી બાપુએ ફેબ્રુઆરી 2023 માં કહ્યું હતું કે, તેઓ રામજન્મભૂમિ માટે 11.3 કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. વિદેશથી આવનારા બાકીના ફંડને રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને દાન કરવામાં આવશે. એટલે કે તેમની તરફથી કુલ દાન 18.6 કરોડ રૂપિયા છે.

Advertisment

2000 રૂપિયા રોકડ ડોનેશન

વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 2000 રૂપિયાથી વધુના રોકડ દાનની મંજૂરી નથી.

તમને જણાવી દઈએ કે, શ્રી રામ જન્મભૂમિ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં 392 સ્તંભ અને 44 દરવાજા છે. મંદિરની દિવાલો અને સ્તંભો પર હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો કોતરેલા છે. આ મંદિરમાં શ્રી રામલલાની બાળપણની મૂર્તિને પવિત્ર કરી બિરાજમાન કરવામાં આવી છે, જે કાળા પથ્થરમાંથી બનેલી છે.

આ પણ વાંચો - Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં અત્યાર સુધીમાં કેટલું મળ્યું દાન, પહેલો માળ માત્ર વ્યાજના પૈસાથી જ થયો તૈયાર

મોરારી બાપુ વિશે વાત કરીએ તો, 1946 માં ગુજરાતમાં જન્મેલા સંત તેમના નમ્ર સ્વભાવ માટે અને રામકથા માટે દેશ અને દુનિયામાં લોકપ્રિય છે. 60 થી વધુ વર્ષોથી, તેઓ રામ કથા દ્વારા સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો કહે છે.

તમને જણાવી દઈએ કે, મોરારી બાપુ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચની વચ્ચે અયોધ્યામાં રામકથા સંભળાવશે. બ્રિટિશ પીએમ ઋષિ સુનક પણ બાપુને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે.

Ayodhya ઉત્તર પ્રદેશ ગુજરાતી ન્યૂઝ દેશ રામ મંદિર વિશ્વ