લાલમણી વર્માઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અયોધ્યામાં રામ મંદિર 1 જાન્યુઆરી 2024 એ તૈયાર થવાની ઘોષણાના થોડા દિવસો બાદ રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ થયું છે. આ વર્ષના ઓક્ટોબર મહિના સુધીમાં ગર્ભગૃહ બનવાની તૈયાર થશે અને અને આને ભક્તો માટે ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 21 ડિસેમ્બર 2023થી 14 જાન્યુઆરી 2024 વચ્ચે ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવાશે.
550થી વધારે કારીગરો પ્રતિદિન બે શિફ્ટમાં કરે છે કામ
શુક્રવારે રામ મંદિર નિર્માણ માટે બનાવાયેલા ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મીડિયા સાથે ઉચ્ચ સુરક્ષાવાળા પરિસરમાં ચાલતા નિર્માણ કાર્યને દેખાડ્યું હતું. જ્યાં 550થી વધારે કારીગરો પ્રતિદિન બે શિફ્ટમાં કામ કરી રહ્યા છે. મુખ્ય મંદિરના ભોંયતળિયાના કામને સમય સીમામાં પુરું કરી શખાય.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો માટે ખુલ્લુ મુકાશે મંદિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં મંદિરની આધારશિલા રાખી હતી. શ્રી રામ જન્મભૂમ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે નિર્માણ કાર્યમાં પ્રગતિ સંતોષજનક છે. કારીગરો પર્યવેક્ષકો અને એન્જિનિયરોને વિશ્વાસ છે કે 2023માં ભૂતળનું કામ પુરું કરી લેશે. મુહૂર્ત અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા 21 ડિસેમ્બર અને મકર સંક્રાંતિ વચ્ચે રાખવામાં આવશે. આ 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી અથવા ડિસેમ્બરની તારીખ જેવી કોઈ તારીખ હોઇ શકે છે.

પરિસરમાં બાકી બચેલા ઢાંચાનું કામ પુરુ કરવા માટે સમય સીમા હજી નક્કી નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગયા બાદ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાશે. પરિસરમાં બાકી બચેલા ઢાંચાનું કામ પુરુ કરવા માટે સમય સીમા અંગે પૂછતાં રાયે જણાવ્યું હતું કે આ વિશે હજી સુધી વિચાર્યું નથી. સાઇટ પર મુખ્ય કાર્ય ગર્ભગૃહનું કામ પુરુ કરવાનું છે. જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ગત વર્ષ જૂનમાં શિલા પૂજન કર્યા બાદ ભગવો ધજા ફરકાવવામાં આવી હતી. ત્યાં ધજા લગાવવામાં આવી છે જેથી કરીને અસ્થાયી રામ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુ લગભગ 150 મીટર દૂરથી જ ગર્ભગૃહના સ્થાનને ઓળખી શકે. ગર્ભગૃહની આસપાસ, છત માટે બીમને ટેકો આપવા માટે 170 થાંભલાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે.

મંદિર પરિસરમાં ત્રણ પરિક્રમા માર્ગો હશે અને સૌથી બહારનો માર્ગ 750 મીટર લાંબો હશે
રાયે કહ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર આ વર્ષે ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. દરેક સ્તંભ પર વિવિધ દેવી-દેવતાઓની 16 મૂર્તિઓ કોતરવામાં આવશે. ગર્ભગૃહની બાહ્ય દિવાલની આસપાસ – મંડોવર – સૌથી અંદરની પરિક્રમાનો માર્ગ હશે. કુલ મળીને મંદિર પરિસરમાં ત્રણ પરિક્રમા માર્ગો હશે અને સૌથી બહારનો માર્ગ 750 મીટર લાંબો હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાંચ પેવેલિયન પણ હશે.

મૂર્તિને ગર્ભગૃહની અંદર એવી જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે કે રામનવમીના દિવસે બપોરના સમયે સૂર્યના કિરણો મૂર્તિના મસ્તક સુધી પહોંચે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI), રૂરકી દ્વારા તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
(