Ram Mandir: રામ મંદિર નિર્માણથી અયોધ્યાનું નસીબ જાગ્યું, જમીન – પ્રોપર્ટીના ભાવ 900 ટકા વધ્યા

Ayodhya Ram Temple Property Investment Opportunities: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો લોકો અયોધ્યા આવશે. આ સાથે જ અયોધ્યામાં પ્રવાસને વેગ મળશે. પ્રવાસીઓની સુવિધા માટે મોટી સંખ્યામાં હોટેલ - રેસ્ટોરન્ટ્સ ખુલી રહી છે.

Written by Ajay Saroya
January 22, 2024 08:59 IST
Ram Mandir: રામ મંદિર નિર્માણથી અયોધ્યાનું નસીબ જાગ્યું, જમીન – પ્રોપર્ટીના ભાવ 900 ટકા વધ્યા
અયોધ્યાના રામલલ્લા અને નિર્માણાધીન રામ મંદિર. (Photo - @ShriRamTeerth)

Ayodhya Ram Temple Property Investment Opportunities: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી લાખો લોકો રામ મંદિરમાં દર્શન કરવા અયોધ્યા આવશે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યાનું નસીબ ચમક્યું છે. રામ મંદિરથી ધાર્મિક પ્રવાસનને વેગ મળશે. અયોધ્યામાં હોટેલ બિઝનેસ રોકેટ ગતિએ વધશે. રામ મંદિરની નિર્માણથી મોટી મોટી કંપનીઓ અયોધ્યામાં રોકાણ કરી રહી છે. અયોધ્યામાં હોટેલ, રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે, પરિણામ ત્યાં જમીનના ભાવ વધ્યા છે.

ayodhya ram mandir, ayodhya, ram mandir, ayodhya ram mandir pran pratishtha
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે.(Express Photo by Vishal Srivastav)

અયોધ્યાના ઘણા વિસ્તારોમાં છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ભાવ પાંચથી દસ ગણા વધી ગયા છે. આ તો માત્ર શરૂઆત છે. એકવાર રામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલી જશે, પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આગામી કેટલાક વર્ષોમાં શહેરમાં અનેક ટાઉનશીપ અને ખાનગી હોટેલો બનવાની અપેક્ષા છે.

હિરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદાનીએ ટાઈમ્સ ગ્રૂપ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અયોધ્યાનું ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન ક્ષમતા તેને આકર્ષક રોકાણનું સ્થળ બનાવે છે. “મંદિર સંપૂર્ણ રીતે સંચાલિત થવાથી અને વધુ પ્રવાસીઓને આકર્ષવા સાથે, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ વધશે.”

જો તમે અત્યારે અયોધ્યામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો શું તેમા આકર્ષક રિટર્ન મળવાની અપેક્ષા છે? સ્ક્વેર યાર્ડ્સના સેલ્સ ડિરેક્ટર અને મુખ્ય ભાગીદાર રવિ નિરવાલે કહ્યું, “રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં પ્રોપર્ટીની કિંમતો 5 થી 10 ગણી વધી ગઈ છે. પ્રોપર્ટીના પ્રકાર અને મંદિરથી કેટલી દૂર છે તેના આધારે જમીન અને મિલકતોના ભાવમાં વધારો થયો છે. રેટમાં રૂ. 2,000 ની વચ્ચે વધઘટ થાય છે. મંદિરની જગ્યાના 5-10 કિમીની અંદર પ્રતિ ચોરસ ફૂટનો ભાવ આશરે રૂ. 20,000 પ્રતિ ચોરસ ફૂટ છે. ઉદઘાટન પછી લાખો પ્રવાસીઓ મંદિર શહેરની મુલાકાત લે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં આ કિંમતોમાં 12-20 ગણો વધારો થઈ શકે છે.

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં 7000 મહેમાનો આવશે

અયોધ્યામાં 22 જાન્યુઆરી એટલે કે સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જોતા સમગ્ર શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમજ આ કાર્યક્રમ માટે ભારત અને વિદેશમાંથી 7000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ