બ્રિટિશ શાસન વખતે બે પ્રકારનું ભારત જોવા મળતું હતું. એક અંગ્રેજોનું ભારત અને બીજું ભાતીય રજવાડાઓનું ભારત. આઝાદી પહેલા ભારત 565 રજવાડાઓમાં વહેંચાયેલું હતું. આજના ભારતનો લગભગ એક તૃતીયાંશ વિસ્તાર રાજા-મહારાજા અને નવાબોના અંકુશ હેઠળ હતો.
અજીબોગરીબ શોખ હતા રાજા-નવાબોના
આઝાદી પહેલા ભારતમાં એકથી ચઢિયાતા એક રાજાઓ હતા. તેમના શોખ પણ એટલા વિચિત્ર હતા, તેની આજના સમયમાં કલ્પના કરવી મુશ્કેલ છે. કેટલાક સોના, ચાંદી અને ઝવેરાતના દિવાના હતા તો કોઈને કાર, ઘડિયાળો અને પ્રાણીઓના પુતળાં એકત્રિત કરવાનો શોખ હતો.
આવા જ એક નવાબ ઉત્તરપ્રદેશના રામપુર રિયાસતના હતા, જેમણે ફ્રાન્સના સમ્રાટ લુઈ -14ની દેખાદેખી કરી એક અનોખું સિંહાસન બનાવ્યું હતું. રામપુરના આ નવાબે તેમના સિંહાસનનું આસન મધ્યમાં ગોળાકાર આકારમાં કાપી નાખ્યું હતું. સિંહાસનની બરાબર નીચે એક ટ્રે રાખવામાં આવી હતી.
જાણીતા ઈતિહાસકારો ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સે તેમના પુસ્તક ફ્રીડમ એટ મિડનાઈટમાં લખ્યું છે કે, નવાબ સાહેબ એ સિંહાસન પર બેસીને દરબારમાં કામ કરવાની વચ્ચે શાહી પડઘા અને ગર્જના સાથે નિવૃત્ત થઈ જતા હતા. દરબારની કામગીરી અધવચ્ચે છોડવી ન પડે તે માટે તેમણે આવું સિંહાસન બનાવ્યું હતું.
સિંહાસન રાખવાની જગ્યા પણ અનોખી હતી
નવાબ સાહિબ રામપુરનું સિંહાસન એક હોલમાં રાખવામાં આવ્યું હતું જે ચર્ચ જેટલું વિશાળ હતું. તેને એક ચબુતરા પર રાખવામાં આવ્યો હતો, જેના સફેદ સંગેમમરના સ્તંભોમાં નગ્ન સ્ત્રીઓના શિલ્પો હતો.
સિંહાસન પર ચઢવા માટે સોનાની સીડી
મૈસુરના મહારાજાનું સિંહાસન 28 મણ સોનાનું હતું. તે સમયે 1 મણ એટલે 40 કિલોગ્રામ બરાબર થાય છે. સિંહાસન પર ચઢવા માટે મહારાજાએ નક્કર સોનાના નવ પગથિયાં હતા, જે હિન્દુ દેવતા વિષ્ણુના નવ પગલાંનું પ્રતીક છે.