Email threat to bomb RBI: આરબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈને બોમ્બની ધમકી મળી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ને સોમવારે (25 ડિસેમ્બર 2023) બોમ્બની ધમકી આપતો ઈમેલ મળ્યો. આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, RBI, HDFC બેંક અને ICCI બેંકની ઓફિસો પર હુમલો કરવામાં આવશે. મુંબઈ પોલીસે આપેલી માહિતી મુજબ ઈમેલ મોકલનાર વ્યક્તિએ આ બેંકોની ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી છે.
ઉપરાંત આ ઇમેલ મોકલનારે દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન અને RBIના ગવર્નર શક્તિકાંત દાસના રાજીનામાની પણ માંગ કરી છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ મેલમાં મુંબઈમાં કુલ 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇમેલમાં જણાવ્યું છે કે, આ વિસ્ફોટ મંગળવારે એટલે કે 26 ડિસેમ્બરે બપોરના સમયગાળા દરમિયાન થશે.
મુંબઈ પોલીસનું કહેવું છે કે તેમણે ઈમેલમાં દર્શાવેલ તમામ સ્થળોની મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી પરંતુ કંઈ મળ્યું નથી.
આ ધમકીભર્યા ઇમેલ તપાસ માટે મુંબઈના MRA માર્ગ પોલીસ સ્ટેશનમાં ઈમેલ મોકલનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.





