ચાઇનીઝ કંપની Realmeના મોબાઇલ ચોરી રહ્યા છે યુઝર્સના ડેટા, સ્માર્ટફોનમાં આ સેટિંગ કરી સુરક્ષિત રાખો પર્સનલ ડેટા

Realme users data theft : ભારતના આઇટી રાજ્યમંત્રી ચંદ્રશેખર રાવે ટ્વિટમાં જણાવ્યું કે, રિયલમીના ફોનમાં યુઝર્સની સહમતિ વગર ડેટા કલેક્ટ કરવાના મામલે તપાસના આદેશ આપ્યા છે.

Written by Ajay Saroya
June 17, 2023 19:23 IST
ચાઇનીઝ કંપની Realmeના મોબાઇલ ચોરી રહ્યા છે યુઝર્સના ડેટા, સ્માર્ટફોનમાં આ સેટિંગ કરી સુરક્ષિત રાખો પર્સનલ ડેટા
રિયલમી 10 પ્રો પ્લસ અહીં ચિત્રિત છે.(Image credit: Anurag Chawake/Express Photo)

Rajeev Chandrasekhar probe Realme Phones users data theft : સ્માર્ટફોન યુઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર છે. ચાઇનીઝ મોબાઇલ કંપની Realmeના સ્માર્ટફોન યુઝર્સના ડેટા ચોરી રહી હોવાના અને તે ચીનમાં મોકવલામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Realme કંપનીના સ્માર્ટફોન ભારતમાં ઘણા લોકપ્રિય છે અને જેણે ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતીય બજારનો મોટો હિસ્સો કબજે કર્યો છે. પરંતુ હવે આ ચાઇનીઝ મોબાઇલ કંપની શંકાના ઘેરામાં આવી છે. એક ટ્વિટર યુઝરે Realmeના ફોનમાં રહેલા કેટલાક એવા ફીચર વિશે જાણકારી આપી છે જે યુઝરની જાણ બહાર ડેટા કલેક્ટ કરી રહ્યા છે. Realme ફોન્સમાં આવા ફીચરો Enhanced intelligent services છે જે ડિવાઇસ સંબંધિત માહિતી ઉપરાંત યુઝર્સ સહમતિ વિના એપ્લિકેશન યુઝેઝ ડેટા અને અન્ય યુઝર્સ માહિતી એકત્રિત કરે છે. ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટમાં કહ્યું છે કે, સરકાર આ મામલાની તપાસ કરશે.

તમને જણાવી દઈએ કે રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મૂળ ટ્વીટને રીટ્વીટ કરીને તપાસ અંગે વાત કરી હતી. મૂળ ટ્વીટમાં એક સ્ક્રીનશૉટ શેર કરવામાં આવ્યો છે, જેમાં ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ Realme સામે યુઝરની પરવાનગી વગર ઓટોમેટિક એન્હાન્સ્ડ ઈન્ટેલિજન્ટ સર્વિસ ફીચર ઓન કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી આપી છે. આ ટ્વીટ રિશી બાગરી (Rishi bagree) નામના યુઝરે શેર કર્યો છે. તમને જણાવી દઇયે કે ઋષિ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ શેરિંગ માટે જાણીતા છે.

BBK Electronics પાસે છે Realmeના માલિકી હક

મૂળ ટ્વીટમાં જણાવ્યુ છે કે, એડવાન્સ Enhanced intelligent services ઓપ્શન ડિફોલ્ટ રીતે ઓન રહે છે. અને આ ફીચરનો ઉપયોગ ભારતીય યુઝર્સના ડેટા જેમ કે કોલ લોગ, એસએમએસ અને લોકેશનની માહિતી ચીન સાથે શેર કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

નોંધનિય છે કે, રિયલમી સ્માર્ટફોનની પેરન્ટ કંપની BBK Electronics છે અને તેનું હેડક્વાર્ટર ચીનના ગ્વાંગઝૂમાં છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે Vivo, Oppo, Oneplus, iQoo તમામ સ્માર્ટફોન કંપનીના માલિકી હક બીબીકે ઇલેક્ટ્રોનિક્સ પાસે જ છે. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં આ તમામ ચીની કંપનીઓનો કબજો છે.

ઋષિ બાગરીએ ડેટા ચોરી માટે એન્હાન્સ્ડ ઇન્ટેલિજન્સ સર્વિસિસ ફીચરને જવાબદાર ગણાવ્યું છે અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ આ મામલે તપાસ કરવાનું કહ્યું છે. એવું લાગે છે કે આ ફીચર ઘુસણખોરની જેમ કામગીરી કરી રહ્યુ છે. અમારા સાથીદાર Indianexpress.com એ પણ આ ફીચરને Realme 11 Pro સ્માર્ટફોનમાં ડિફોલ્ટ રીતે ચાલુ હોવાનું જોઈ. Jansatta.com પુષ્ટિ કરે છે કે અમારી પાસે OnePlus 9 સ્માર્ટફોનમાં પણ આ ફીચર ડિફોલ્ટ રીતે ઓન રહે છે.

Realme phone
Realme 11 Pro Plus ફોનમાં આ ફીચર ડિફોલ્ટ રીતે ઓન છે.

ફોનના સેટિંગમાં મળેલી માહિતી અનુસાર ફોનમાં રહેલા ઘણા ફીચર્સ માટે એન્હાન્સ્ડ ઈન્ટેલિજન્ટ સર્વિસ જરૂરી છે. ફોનની ચાર્જિંગ ઑપ્ટિમાઇઝેશન ફીચરને લોકેશનની માહિતી અને એપ્લિકેશન યુઝર્સ સ્ટેટિક્સ, વૉલપેપર્સ અને અન્ય પર્સનલાઇઝેશન ફીચરો જેમ કે ન વાંચેલા મેસેજ, મિસ્ડ કૉલ્સ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાની જરૂર છે. આ માહિતી ફોનના UIમાં ફીચરની માહિતી પેજ પર આપવામાં આવી છે.

સેમસંગના મોબાઇલ પર યુઝર્સના ડેટા કલેક્ટ કરે છે

તમને જણાવી દઇયે કે આ ફીચર માત્ર ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ પુરતુ જ સીમિત નથી. જ્યારે જનસત્તાએ Samsung Galaxy S20FE સ્માર્ટફોનના પ્રાઇવસી સેટિંગ્સ જોયા તો સાઉથ કોરિયન કંપનીના ફોનમાં પણ આવા જ પ્રકારનું એક ફીચર Send diagnostic data ડિફોલ્ટ રીતે ચાલુ હોવાનું જોયુ હતુ. સેમસંગની વાત કરીયે તો ફોનમાં આ ડાયગ્નોસ્ટિક્સ ડેટાની સાથે તમારા ફોનની અન્ય માહિતી પણ શેર કરી દેવામાં આવે છે.

અલબત્ત, અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યુ નથી કંપનીઓ યુઝર્સના ફોનમાંથી ડેટા કેમ એક્ત્ર કરે છે? યુઝર્સના ડેટા એક્ઠાં કરવા પાછળ મોબાઇલ કંપનીઓની શું યોજના છે? જો આ ફંક્શન પ્રોડક્ટની માટે જરૂરી છે અને તેનાથી સર્વિસ પર અસર થાય છે, તો ફીચર ઓન કરવાની પહેલા યુઝર્સની મંજૂરી કેમ લેવામાં આવતી નથી.

Enhanced intelligent servicesને બંધ કરવાની રીત

  • સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જાઓ
  • ત્યારબાદ એડિશનલ સેટિંગ્સમાં જઇને સિસ્ટમ સર્વિસ ઓપ્શન પર ટેપ કરો
  • ત્યારબાદ Enhanced intelligent services ટર્ન ઓન દેખાય તો, તેને ટર્ન ઓફ કરી દો.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ