હરિયાણાના નૂંહમાં સોમવારે વિશ્વ હિન્દુ પરિષદના જુલુસ દરમિયાન બે ગ્રૂપ વચ્ચે ઘર્ષણ થતાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. હિંસા હવે ગુરુગ્રામ સુધી ફેલાઇ ગઈ છે. મંગળવારે પણ તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર નૂંહમાં થયેલી હિંસામાં ભાગભજવનાર મુખ્ય કારણોના રુપમાં ખાનગી ચૂક અને પોલીસ તૈનાતીમાં કમી હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્ટેલે અવગણી વાત
નૂંહ જિલ્લા નિરીક્ષક વિશ્વજીત, તો જિલ્લાભરમાં ખુફિયા જાણકારી એકઠાં કરવાની જવાબદારી છે. તેમણે કહ્યું કે તેમન વિભાગમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાંથી પસાર થનારી વિશ્વ હિન્દુ પરિષદની 130 કિલોમીટરની બ્રજ મંડળ યાત્રા દરમિયાન સંભવિત મુશ્કેલીઓ અંગે સ્થાનિક અધિકારીઓને ઔપચારિક ચેતવણી આપી હતી. વિશ્વજીતે એક મીડિયા હાઉસને જણાવ્યં હતું કે “હા અમે સ્પષ્ટ હતા કે લોકો યાત્રા દરમિયાન ક્યાંકના ક્યાંક સ્થાનિક લોકો સામે સામનો કરવો પડશે. તેઓ નારા લગાવતા અને તલવારો લહેરાવતા ત્યાંથી પસાર થશે.અમે લગભગ 7-10 દિવસ પહેલા સરકાર સાથે બધુ રજૂ કર્યું હતું.”
ગૌરક્ષકો પર ગુસ્સો
બજરંગ દળ સાથે જોડાયેલા ગૌરક્ષક મોનૂ માનેસરે પહેલા યાત્રામાં ભાગ લેવા અંગે વીડિયો સંદેશ રજૂ કર્યો હતો. જોકે, તેણે વિશ્વ હિન્દુ પરિષદની સલાહ પર તેમાં ભાગ લીધો ન્હોતો. કારણ કે જૂથને ડર હતો કે તેની ઉપસ્થિતિથ તણાવ ઊભો થશે. પરંતુ તેની હાજરીની અફવાહથી હિંસા ભડકાવવાનું કામ કર્યું છે.
વિશ્વજીતે કહ્યું કે “કોઈએ મોનૂ માનેસરની આવવાની અફવાહ ફેલાવી દીધી હતી. સ્થાનિક લોકો યાત્રાને આગળ વધતા રોકવાની તૈયારી કરી રહ્યા હતા. તે યાત્રાનો માર્ગ રોકવા માંગતા હતા.વરિષ્ઠ અધિકારીઓએ વિચાર્યું કે સ્થિતિને સંભાળી શકશે અને ભીડને વેરવિખેર કરી શકશે. તેમણે આ બાબતને સમાન્ય સમજી અને વિચાર્યું કે સ્થાનિક લોકોને સમજાવી શકીએ છીએ કે મોનૂ માનેસર આવ્યો નથી. “
વિશ્વજીત પ્રમાણે મોનૂ માનેસરના યાત્રામાં સામેલ થવાની અફવાહ ફેલાયા બાદ સ્થાનિક લોકો ઝડપથી ગામમાં ભેગા થયા હતા. તેમણે કહ્યું કે તે પોતાની બાઇક પર યાત્રા માર્ગ માટે રવાના થયા. વિશ્વજીતે કહ્યું કે તે 17-22 વર્ષની ઉંમરના યુવા હતા. તેમાંથી કોઇપણ પરિપક્વ ન્હોતું.
સાઇબર ક્રાઇમ પર પેચ
અસામાજિક તત્વોએ નૂહમાં એક સાઇબર પોલીસ સ્ટેશનમાં એક બસ ઘૂસાડી દીધી હતી. નૂહ હવે દેશમાં સાઇબર ક્રાઇમનું કેન્દ્ર છે. વિશ્વજીત અનુસાર પોલીસ સ્ટેશનના પગલાથી જિલ્લાના ગ્રામીણ નારાજ હતા. વિશ્વજીતે કહ્યું કે, સાઇબર ક્રાઇમ પર કાર્યવાહીએ તેમના માટે મોટી સમસ્યા ઊભી કરી દીધી છે. આ ઉપરાંત ગૌહત્યા પર પણ પ્રતિબંધ છે. સ્થાનિક લોકોને આશ્ચર્ય છે કે પોલીસ તેમના ઘરો પર છાપેમારી કેમ કરી રહી છે.
કોઈ ઇન્ટેલ સમન્વય નથી
જે પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં હિંસા થઇ તે પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર કિશન કુમારે દાવો કર્યો છે તે તેમને યાત્રા દરમિયાન સંભવિત પરેશાની અંગે પોતાના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોઈ જાણકારી મળી નથી. કિશન કુમારે કહ્યું કે મને કંઇ મળ્યું નથી. મારા સ્તર પર તો કંઇ જ આવ્યું નથી. જો આપણે આ સ્થિતિ અંગે વાત કરીએ તો અમને પહેલાથી જાણ હોત તો અમે કાર્યવાહી કરી શકતા હતા.
યાત્રા દરમિયાન પર્યાપ્ત કર્મચારીઓ ન્હોતા
એક મીડિયા હાઉસ દ્વારા અલગ અલગ એસએચઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઉપલબ્ધ સુરક્ષા બળ યાત્રા માર્ગ માટે ખુબ જ ઓછું હતું. તેમણે કહ્યું કે ઉપલબ્ધ દળ ડ્યૂટી પર હતું. આ આખા માર્ગ પર ફેલાયેલું હતું. માર્ગના વિસ્તાર પણ મોટો છે. કોઈ વધારાના કર્મચારી મળ્યા ન્હોતા. પિકેટ 10થી વધીને 50થી 200 થઈ ગયા હતા. સુરક્ષાકર્મીઓ ઓછા પડ્યા હતા.





