Agniveer : અગ્નિવીર શહિદ થાય તો શું પરિવારને કોઇ લાભ મળે છે? નિયમિત સૈનિકોની તુલનામાં તેમની વચ્ચે શું તફાવત છે? જાણો

Agniveer Salary And Other Benefits : સિયાચીન ગ્લેશિયર ખાતે તૈનાત 22 વર્ષીય અગ્નિવીર અક્ષય લક્ષ્મણ ગાવતના મૃત્યુની ઘટનાએ સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજના અને તે હેઠળ ઉપલબ્ધ લાભો તરફ સૌનું ધ્યાન ખેંચ્યું છે

Agniveer Salary And Other Benefits : સિયાચીન ગ્લેશિયર ખાતે તૈનાત 22 વર્ષીય અગ્નિવીર અક્ષય લક્ષ્મણ ગાવતના મૃત્યુની ઘટનાએ સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજના અને તે હેઠળ ઉપલબ્ધ લાભો તરફ સૌનું ધ્યાન ખેંચ્યું છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Agniveer | Gawate Akshay Laxman | indian army | agniveer death siachen glacier | agniveer death | agniveer pension | agnipath scheme

શહિદ અગ્રિનવીર અક્ષય લક્ષ્મણ ગાવતના પાર્થિવ દેહને લઇ જતા સૈનિકો. ઇનસાઈડમાં શહિદ અગ્નિવીર અક્ષય લક્ષ્મણ ગાવત. (Photo : firefurycoprs)

Agniveer Salary And Other Benefits : સિયાચીન ગ્લેશિયર ખાતે તૈનાત 22 વર્ષીય અગ્નિવીરના મોતની ઘટનાએ સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજના અને તે હેઠળ ઉપલબ્ધ લાભો તરફ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મહારાષ્ટ્રના બુલઢાણાના રહેવાસી ઓપરેટર અક્ષય લક્ષ્મણ ગાવતનું 21 ઓક્ટોબરે બેચેની થવાની ફરિયાદ બાદ મૃત્યુ થયુ હતુ.

Advertisment

અગ્રિવીરનું મૃત્યુ (Agniveer Death)

તેના લગભગ 10 દિવસ પહેલા પંજાબના માનસા જિલ્લાના અન્ય એક અગ્નવીર અમૃતપાલ સિંહે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં સંત્રી ડ્યુટી દરમિયાન આત્મહત્યા કરી હતી. ગાવતેના મૃત્યુ પછી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સેવા દરમિયાન ગ્રેચ્યુઇટી અને અન્ય લાભો ન મળવાની અને તેમના પરિવારને પેન્શન લાભો ન મળવાની ટીકા કરી. રાહુલે સોશિયલ મીડિયા ટ્વિટર પર પોસ્ટ કર્યું, 'અગ્નિપથ' ભારતના બહાદુરોનું અપમાન કરવાની યોજના છે.

અગ્નિપથ યોજના શું છે? (What is Agnipath Scheme)

અગ્નિપથ યોજના ગયા વર્ષે આર્મી, નેવી અને ઈન્ડિયન એરફોર્સમાં ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી માટે શરૂ કરવામાં આવી હતી. 6 મહિનાની તાલીમ પછી, ચાર વર્ષના અંતે, 25% જેટલા અગ્નિવીરોને નિયમિત ધોરણે સૈન્ય સેવાઓમાં સામેલ કરવામાં આવશે.

Advertisment

આ યોજનાની જાહેરાત ત્યારે કરવામાં આવી હતી જ્યારે સશસ્ત્ર દળો આર્મી, નેવી અને એરફોર્સની ભરતી ફરીથી શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, કારણ કે કોવિડ-19 મહામારીને કારણે લગભગ બે વર્ષ સુધી નવા સૈનિકોની સ્થગિત રહી હતી. હાલમાં, તબીબી શાખાના ટેકનિકલ કેડર સિવાયના તમામ નાવિકો, વાયુસૈનિકો અને સૈનિકોને આ યોજના હેઠળ સૈન્ય સેવાઓમાં ભરતી કરવામાં આવે છે.

અગ્નિપથ યોજના શા માટે શરૂ કરવામાં આવી?

અગ્નિપથ આ જનાએ ભારતીય વાયુસેના અને નૌકાદળમાં અગ્નિવીર તરીકે મહિલાઓની ભરતી માટેના દરવાજા પણ ખોલ્યા. સેનાએ 2019માં તેના મિલિટરી પોલીસ કોર્પ્સમાં મહિલા સૈનિકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સરકારે કહ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્ય સેવા આપતા સૈનિકોની સરેરાશ ઉંમર ઘટાડીને સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતીની ખાતરી કરવાનો છે.

અગ્નિવીરના સૈનિકોને શું ફાયદો થાય છે? (Agniveer Salary And Other Benefits )

અગ્નિવીરનો પગાર 30,000 થી 40,000 રૂપિયા પ્રતિ માસ છે તે ઉપરાંત અન્ય ભથ્થાના પણ હકદાર છે. આ યોજનામાં સર્વિસ ફંડ કોન્ટ્રીબ્યુટરી પેકેજ પણ છે, જે હેઠળ અગ્નિવીર તેમના માસિક વેતનના 30% રકમનું યોગદાન આપે છે, અને સરકાર પણ તેટલી જ રકમનું યોગદાન કરે છે. ચાર વર્ષ પૂરા થવા પર, તેને પેકેજમાંથી અંદાજે રૂ. 11.71 લાખ (વ્યાજ સહિત) મળશે અને આ રકમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

ફરજ પર મૃત્યુના કિસ્સામાં તેને સર્વિસ ફંડ પેકેજ અને તે સમયગાળા માટે સંપૂર્ણ પગાર સહિત રૂ. 1 કરોડથી વધુ મળશે. વિકલાંગતાના કિસ્સામાં, કે લશ્કરી સેવાને કારણે સર્જાયેલી કે વધેલી વિકલાંગતાની મર્યાદાના આધારે તેઓ 44 લાખ રૂપિયા સુધી મેળવી શકે છે.

Indian Air Force, Indian army, Indian navy, Cross staffing
ભારતીય સેના પ્રતિકાત્મક તસવીર

નિયમિત સૈનિક અને અગ્નિવીરને મળતા લાભો વચ્ચે શું તફાવત છે? (Regular Soldier And Agniveer Salary Difference)

નિયમિત સેવામાં તૈનાત સૈનિક અને ચાર વર્ષ સુધી સેવા આપનાર અગ્નિવીર વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે, નિયમિત સૈનિકને નિવૃત્તિ પછી પેન્શન મળશે જ્યારે અગ્નિવીરને નહીં. જો કે, 25 ટકા અગ્નિવીર જેઓ ચાર વર્ષ પછી આર્મીમાં જોડાય છે તેઓ નિવૃત્તિ પછી પેન્શન માટે પાત્ર બનશે. યુદ્ધમાં ઘાયલ થવાના કિસ્સામાં, નિયમિત સૈનિકના પરિવારને ફેમિલી પેન્શન મળે છે, જે તેના સમગ્ર જીવન દરમિયાન પ્રાપ્ત છેલ્લા પગારની બરાબર હોય છે. આ રકમ પર કોઈ આવકવેરો લાગતો નથી. તો અગ્નિવીરનો પરિવાર માત્ર 48 લાખની બિન-અંશદાયી વીમા રકમ માટે પાત્ર છે.

આ પણ વાંચો | ભારતીય સૈનિકો ચીની ભાષા શીખશે, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ માટે ઇન્ડિયન આર્મીમાં નોકરીની તક મળશે

નિયમિત સૈનિકને પ્રત્યેક વર્ષની સર્વિસ માટે દર વર્ષે 15 દિવસની ગ્રેચ્યુઇટી અને 50 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. નિયમિત સેવામાં રહેલા સૈનિકોને સ્નાતક સ્તર સુધીના બાળકોના શિક્ષણ માટે ભથ્થું પણ મળે છે. અગ્નિવીરોને ઉપરોક્ત કોઇ લાભ મળતો નથી. લશ્કરી સેવા પગાર અને મોંઘવારી ભથ્થું સહિત, નિયમિત સૈનિકનો પ્રારંભિક પગાર આશરે રૂ. 40,000 છે, જ્યારે અગ્નિવીરનો પ્રારંભિક પગાર રૂ. 30,000 છે.

Indian army india ભારતીય વાયુસેના રાહુલ ગાંધી દેશ