/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Republic-Day-2024-Parade.jpg)
ભારત 26 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Republic Day 2024 Live Streaming : ભારત 26 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. ભારતે 1950માં બંધારણને અપનાવવામાં આવ્યું હતું અને લોકશાહી પ્રજાસત્તાકની શરૂઆત કરી હતી. જેમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓ, પ્રગતિ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ દિવસે રાજધાની નવી દિલ્હીમાં કર્તવ્ય પથ (અગાઉનું રાજપથ) ખાતે ભવ્ય ગણતંત્ર દિવસ પરેડ યોજાશે. જેમાં ભારતના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહેશે.
ગણતંત્ર દિવસ 2024ની ઉજવણી કરીએ છીએ ત્યારે આખા દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. જેમાં લોકો સૌથી વધુ રાહ પરેડની જુવે છે. જે લોકો આ ભવ્ય પરેડના સાક્ષી બનવા આતુર છે, તેઓ માટે પ્રજાસત્તાક દિવસ પરેડ 2024ની લાઇવ-સ્ટ્રીમિંગ વિગતો અહીં જણાવી રહ્યા છીએ.
પ્રજાસત્તાક દિવસ 2024ની પરેડનો શું છે સમય?
પ્રજાસત્તાક દિવસના ઉત્સવની શરૂઆત સવારે 8 વાગ્યાથી ત્રિરંગો ધ્વજ ફરકાવી અને રાષ્ટ્રગીત સાથે થાય છે. જોકે ગણતંત્ર દિવસ 2024 ની પરેડ 26 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે (સલાહ મુજબ) નક્કી કરવામાં આવી છે, જે વિજય ચોકથી શરૂ થશે, ત્યારબાદ કર્તવ્ય પથ, સી હેક્સાગન, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા, તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ અને નેતાજી સુભાષ માર્ગ થઇ લાલ કિલ્લાથી પસાર થશે.
ટીવી પર અથવા ઓનલાઈન ગણતંત્ર દિવસ 2024 પરેડ ક્યાં જોઈ શકું?
જો કોઈ નવી દિલ્હીમાં ન હોય અથવા 26 જાન્યુઆરી 2024 ના રોજ લાઈવ પરેડ માટે ટિકિટ લીધી ન હોય તો તે વ્યક્તિ સરકારી ચેનલ દૂરદર્શન અને સંસદ ટીવી પર લાઈવ ટેલિકાસ્ટથી જોઈ શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ગણતંત્ર દિવસની પરેડને દૂરદર્શનની અધિકૃત યુટ્યુબ ચેનલો, ઓલ ઈન્ડિયા રેડિયો અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) જેવા ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ લાઈવ સ્ટ્રીમ જોઇ શકાય છે.
આ પણ વાંચો - ગણતંત્ર દિવસ : આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે? જાણો ઇતિહાસ અને મહત્વ
આ સિવાય વિવિધ ન્યૂઝ પોર્ટલ અને ડિજિટલ મીડિયા આઉટલેટ્સ તેમની વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ પર ઇવેન્ટને લાઇવ સ્ટ્રીમ કરે છે.
ગણતંત્ર દિવસ પરેડ દરેક ભારતીય માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ છે. તે વિવિધતામાં એકતા, લોકશાહીની તાકાત અને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ભારત પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણી માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે પરેડનું લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ વિશ્વભરના લાખો લોકોને આ ઉજવણીમાં સાક્ષી આપવા અને તેમાં ભાગ લેવા સક્ષમ બનાવશે. જે રાષ્ટ્રને ભાવના અને દેશભક્તિથી એકબીજાની નજીક લાવશે.
આપણા દેશમાં એકતા, ભાઈચારો અને ન્યાયની ભાવના હંમેશા પ્રબળ રહે. અહીં અમારા બધા વાચકોને 75માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ!


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us