Padma Awards 2024 List: પદ્મ પુરસ્કાર 2024 જાહેર, વેંકૈયા નાયડુ સહિત પાંચને પદ્મ વિભૂષણ, મિથુન ચક્રવર્તીને પદ્મભૂષણ

Padma Awards 2024 List: પદ્મ પુરસ્કાર 2024 અંગે ગણતંત્ર દિવસ પૂર્વે રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે. વર્ષ 2024 માટે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

Padma Awards 2024 List: પદ્મ પુરસ્કાર 2024 અંગે ગણતંત્ર દિવસ પૂર્વે રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે. વર્ષ 2024 માટે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Padma Awards, Republic Day 2024

પદ્મ પુરુસ્કાર 2024ની જાહેરાત કરવામાં આવી (Photo: Padma Awards website)

Padma Awards 2024 : પદ્મ પુરસ્કાર 2024 અંગે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. વર્ષ 2024 માટે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ નાઇક અને અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે પદ્મ વિભૂષણથી સમ્માનિત પાંચ હસ્તીઓમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, હિન્દી ફિલ્મ ઉદ્યોગની પીઢ અભિનેત્રી વૈજયંતીમાલા, પ્રખ્યાત નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ, અભિનેતા ચિરંજીવી અને સુલભ સુશાસનના સ્થાપક બિંદેશ્વર પાઠક (મરણોપરાંત) પણ સામેલ છે.

કેન્દ્ર સરકારે પદ્મભૂષણથી 17 હસ્તીઓનું સન્માન કરવાની જાહેરાત કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવી (મરણોપરાંત) પણ સામેલ છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાઈક, અભિનેતા મિથુન ચક્રવર્તી અને તાઈવાનની ફોક્સકોન કંપનીના ચેરમેન યંગ લિયુએ પણ પદ્મ ભૂષણનું સન્માન કરવાની જાહેરાત કરી છે. આ પહેલા 23 જાન્યુઆરીએ મોદી સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો - રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના ભાષણની ખાસ વાતો, પ્રાણ પ્રતિષ્ઠા-કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ, વૈજ્ઞાનિકોને સલામ

ગુજરાતીઓને પદ્મ એવોર્ડ

પદ્મ ભૂષણ

તેજસ મધુસુદન પટેલ, મેડિસિન

પદ્મ શ્રી

રઘુવીર ચૌધરી, સાહિત્ય અને શિક્ષણ
યઝદી માણેકશા ઇટાલિયા, મેડિસિન
હરીશ નાયક (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ
દયાળ માવજીભાઈ પરમાર, મેડિસિન
જગદીશ લાભશંકર ત્રિવેદી, આર્ટ

પદ્મ શ્રી પુરુસ્કાર વિજેતાઓની યાદી અહીં જુઓ

આમને મળશે શૌર્ય ચક્ર

  • મેજર માનેવ ફ્રાન્સિસ, 21મી બટાલિયન, પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સ)
  • મેજર અમનદીપ ઝાકડ, 4થી બટાલિયન ધ શીખ રેજિમેન્ટ
  • કેપ્ટન એમવી પ્રાંજલ, 63 કોર્પ્સ ઓફ સિગ્નલ, રાષ્ટ્રીય રાઈફલ્સ (મરણોપરાંત)
  • કેપ્ટન અક્ષત ઉપાધ્યાય, 20 બટાલિયન, જાટ રેજિમેન્ટ
  • નાયબ સુબેદાર સંજય કુમાર ભંવર સિંહ, 21 બટાલિયન, ધ મહર રેજિમેન્ટ
  • હવલદાર સંજય કુમાર, 9 અસમ રાઈફલ્સ સેના
  • રાઈફલમેન આલોક રાવ, 18 અસમ રાઈફલ્સ (મરણોપરાંત) આર્મી
  • શ્રી પરષોત્તમ કુમાર, C/O 63મી બટાલિયન, રાષ્ટ્રીય રાઈફલ્સ સેના (સિવિલિયન)
  • લેફ્ટનન્ટ બિમલ રંજન બેહેરા, નેવી
  • વિંગ કમાન્ડર શૈલેષ સિંહ, ફ્લાઈંગ (પાયલોટ) એરફોર્સ
  • ફ્લાઇટ લેફ્ટનન્ટ હૃષીકેશ જયન કરુથેદથ, ફ્લાઇંગ (પાયલટ) એરફોર્સ
  • આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બિભોર કુમાર સિંહ, 205 કોબ્રા CRPF
  • નાયબ પોલીસ અધિક્ષક મોહન લાલ જમ્મુ અને કાશ્મીર પોલીસ
  • આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અમિત રૈના જમ્મુ-કાશ્મીર પોલીસ
  • સબ ઇન્સ્પેક્ટર ફરોઝ અહેમદ દાર જમ્મુ-કાશ્મીર પોલીસ
  • કોન્સ્ટેબલ વરુણ સિંહ જમ્મુ-કાશ્મીર પોલીસ

અહીં નોંધનિય છે કે, ગત વર્ષે રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કાર જાહેર કર્યા હતા. જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રી એનાયત કરાયા હતા.

Advertisment
પ્રજાસત્તાક દિવસ કેન્દ્ર સરકાર india દેશ