ગણતંત્ર દિવસ : 40 વર્ષ પછી પારંપરિક બગીની વાપસી, રાષ્ટ્રપતિ આ કારણથી પરેડમાં કારમાં જતા હતા

Republic Day 2024 : ઘોડાથી ખેચનારી બગીમાં સોનાની પરત ચડાવેલી છે અને તે ખૂબ જ આરામદાયક છે. આઝાદી પહેલા તેનો ઉપયોગ વાઇસરોય દ્વારા કરવામાં આવતો હતો અને બાદમાં તેને રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવી હતી

Written by Ashish Goyal
January 26, 2024 15:49 IST
ગણતંત્ર દિવસ : 40 વર્ષ પછી પારંપરિક બગીની વાપસી, રાષ્ટ્રપતિ આ કારણથી પરેડમાં કારમાં જતા હતા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રો સાથે પરંપરાગત 'ઘોડા-બગી'માં કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા (એએનઆઈ ફોટો)

Republic Day 2024 : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રો 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રો સાથે પરંપરાગત ‘ઘોડા-બગી’માં કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ બગીની પરંપરા 40 વર્ષ બાદ પાછી આવી છે. કાફલામાં ઘોડાની ઉપર લાલ રંગના ડ્રેસમાં પુરુષો પણ હતા. આ પરંપરાનું પાલન 1984 સુધી કરવામાં આવ્યું હતું પરંતુ તે પછી સુરક્ષાના કારણોસર તેને બંધ કરી દેવામાં આવી હતી.

ઈન્દિરા ગાંધીની હત્યા બાદ આ પ્રથા બંધ કરવામાં આવી હતી

1984 સુધી ગણતંત્ર દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ માટે બગીનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. તે સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદના રાષ્ટ્રપતિએ તેમની મુસાફરી માટે લિમોઝિનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

ઘોડાથી ખેચનારી બગીમાં સોનાની પરત ચડાવેલી છે અને તે ખૂબ જ આરામદાયક છે. આઝાદી પહેલા તેનો ઉપયોગ વાઇસરોય દ્વારા કરવામાં આવતો હતો અને બાદમાં તેને રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવી હતી.

આ પણ વાંચો – દેશભક્તિ જગાવનાર આ મેસેજોથી સંબંધીઓને પાઠવો પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

આ પહેલા 2014માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં ભાગ લેતી વખતે છ ઘોડાની બગીની સવારી કરીને રાષ્ટ્રપતિ પરંપરાને ફરીથી જીવંત કરી હતી. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 16 અને કેન્દ્ર સરકારના વિભાગોના 9 સહિત કુલ 25 ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

26 જાન્યુઆરી, 1950ના રોજ પ્રથમ વખત પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી

26 જાન્યુઆરી 1950ના દિવસે પહેલી વાર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે દિલ્હીમાં ભવ્ય પરેડ કાઢવામાં આવી હતી. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સ્વતંત્ર ભારતનો આવો ભવ્ય સમારોહ જોયા બાદ પહેલીવાર ભારતીયોની આંખો ખુશીના આંસુ આવી ગયા હતા.

દેશનો પ્રથમ ગણતંત્ર દિવસનો કાર્યક્રમ દરબાર હોલમાં યોજાયો હતો. ભારતના પ્રથમ ગણતંત્ર દિવસના પ્રસંગે 31 તોપોની સલામી આપવામાં આવી હતી. પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે સેનાના અલગ અલગ એકમોની સલામી લીધી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ