પ્રજાસત્તાક દિવસ : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના ભાષણની ખાસ વાતો, પ્રાણ પ્રતિષ્ઠા-કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ, વૈજ્ઞાનિકોને સલામ

Republic Day 2024 : પ્રજાસત્તાક દિવસ 2024 ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

Written by Ashish Goyal
January 25, 2024 20:44 IST
પ્રજાસત્તાક દિવસ : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના ભાષણની ખાસ વાતો, પ્રાણ પ્રતિષ્ઠા-કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ, વૈજ્ઞાનિકોને સલામ
પ્રજાસત્તાક દિવસ 2024 ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું (@rashtrapatibhvn)

President Droupadi Murmu addresses nation : પ્રજાસત્તાક દિવસ 2024 ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમના વતી ઘણા મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. તેમણે વિજ્ઞાન વિશે વાત કરી છે, રામ મંદિરનો ઉલ્લેખ કર્યો છે અને કેન્દ્રની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ જણાવ્યું હતું કે આપણા ગણતંત્રની મૂળ ભાવનાથી 140 કરોડથી વધારે ભારતીયો એક જ પરિવાર તરીકે રહે છે. વિશ્વના સૌથી મોટા પરિવાર માટે સહઅસ્તિત્વની ભાવના, ભૂગોળ દ્વારા લાદવામાં આવેલો બોજ નથી, પરંતુ સામૂહિક ઉમંગનો સહજ સ્ત્રોત છે, જે આપણા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યક્ત થાય છે. રાષ્ટ્રપતિએ કર્પૂરી ઠાકુરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમને તાજેતરમાં જ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇને પણ ઉત્સાહ વ્યક્ત કર્યો

પ્રજાસત્તાક દિવસ 2024 ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું હતું કે પોતાના યોગદાનથી જાહેર જીવનને સમૃદ્ધ બનાવવા માટે હું કર્પૂરીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ઉપરાંત તેમના તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇને પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આપણે સૌએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારોહ જોયો.

આ પણ વાંચો – શું નીતિશ કુમાર ફરી યૂ ટર્ન મારશે? લાલુ યાદવની પુત્રીના ટ્વિટથી મોટી હલચલના સંકેત

ભારતની અધ્યક્ષતામાં દિલ્હીમાં જી -20 સમિટનું સફળ આયોજન એક અભૂતપૂર્વ સિદ્ધિ

તેમણે જી-20ના સફળ આયોજન પર પણ ખુશી વ્યક્ત કરી હતી. પ્રજાસત્તાક દિવસ 2024 ની પૂર્વ સંધ્યાએ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની અધ્યક્ષતામાં દિલ્હીમાં જી -20 સમિટનું સફળ આયોજન એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી. તમામ મોટા કાર્યક્રમોનો ઉલ્લેખ તેમના તરફથી કરવામાં આવ્યો હતો. મહિલા અનામત બિલ પર ઉપર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ પગલાને દેશને બદલનારું ગણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ મહિલા સશક્તિકરણનું ક્રાંતિકારી માધ્યમ સાબિત થશે. મહિલાઓનું સન્માન કર્યું તો બીજી તરફ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના સંબોધન દરમિયાન વૈજ્ઞાનિકોને પણ સલામી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આપણને પોતાના વૈજ્ઞાનિકો અને ટેકનોક્રેટ્સ પર હંમેશા ગર્વ રહ્યો છે, પરંતુ હવે તેઓ પહેલા કરતાં પણ વધુ ઊંચા લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યા છે અને તેમની સાથે સુસંગત પરિણામો પ્રાપ્ત કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ