/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/republic-day-2024-live-15.jpg)
Republic Day 2024 Live, પરેડમાં ગુજરાતનો ટેબલો
75th Republic Day 2024 Parade Live Updates: દેશ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયાર છે.રાજધાની દિલ્હી સહિત આખા દેશમાં એક અવસર સમો માહોલ છે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આજના દિવસના મુખ્ય અતિથિ છે. તેમની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે પરેડ થશે અને વિવિધ કાર્યક્રમો પણ થનારા છે. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવાશે અને ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ ભાષણ પણ આપશે.
પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી અને બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં ઇન્ટર સર્વિસીસ ગાર્ડ ‘સલામી શાસ્ત્ર’ પછી ‘શોક શાસ્ત્ર’ રજૂ કરે છે. આ વર્ષે ઈન્ટર સર્વિસ ગાર્ડની કમાન શીખ રેજિમેન્ટની 6ઠ્ઠી બટાલિયનના ભારતીય સેનાના અધિકારી મેજર ઈન્દ્રજીત સચિનના હાથમાં છે.
કર્તવ્ય પથ પર ચાલતા કાર્યક્રમને અહીં લાઇવ નિહાળો
પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી
પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી અને બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં ઇન્ટર સર્વિસીસ ગાર્ડ ‘સલામી શાસ્ત્ર’ પછી ‘શોક શાસ્ત્ર’ રજૂ કરે છે. આ વર્ષે ઈન્ટર સર્વિસ ગાર્ડની કમાન શીખ રેજિમેન્ટની 6ઠ્ઠી બટાલિયનના ભારતીય સેનાના અધિકારી મેજર ઈન્દ્રજીત સચિનના હાથમાં છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/PM-modi-republic-day-2024-live.jpg)
આજે દુનિયા દેખશે ભારતની તાકાત
ભારતના બંધારણની ઉજવણી કરવાનો દિવસ છે જે મજબૂત અને બધાને ન્યાય આપે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની વાસ્તવિક શક્તિ આજે સાકાર થવા જઈ રહી છે. અત્યાધુનિક શસ્ત્રોની પરેડ, વિવિધ સંસ્કૃતિ દર્શાવતી રાજ્યોની ઝાંખી અને દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓ દ્વારા બહાદુરીનું પ્રદર્શન, આ વખતે ગણતંત્ર દિવસ દરેક રીતે વધુ ભવ્ય સાબિત થવાનો છે. આની ઉપર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું મહેમાન તરીકે આગમન પણ ભારતની વધતી તાકાતનું સૂચક બની રહ્યું છે.
- Jan 26, 2024 13:42 IST
ગુજરાત રાજકારણ : ભાજપમાં પરત ફરવા અપક્ષ ધારાસભ્યએ આપ્યું રાજીનામું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/waghodia-MLA-dharmendrasinh-vaghela-resigns.jpg)
ગુજરાત રાજકારણ માં લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના નેતાઓનો રાજીનામાનો અને ભાજપમાં જોડાવાની હલચલથી ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગુરુવારે રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. સ્પીકરને પોતાનું રાજીનામું સુપરત કરતાં વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમણે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને મજબૂત કરવા” તેમના મતદારોની ઇચ્છા મુજબ રાજીનામું આપ્યું છે. વાઘેલા ચોથા ધારાસભ્ય છે, જેમણે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. ડિસેમ્બર 2022 માં બનેલી વિધાનસભાના સભ્યોની સંખ્યા હવે 178 છે. વધુ વાંચો
- Jan 26, 2024 13:13 IST
રાષ્ટ્રપતિ ભવન : 70 કરોડ ઈંટો, 29 હજાર કારીગરો, 300 રૂમ… જાણો રાષ્ટ્રપતિ ભવનના નિર્માણની રસપ્રદ વાતો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Rashtrapati-Bhavan-1.jpg)
Rashtrapati Bhavan | રાષ્ટ્રપતિ ભવન : આજે દેશ 75મો પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોમાં રાષ્ટ્રપતિ ભવન વિશે જાણવાની ઉત્સુકતા હશે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ 1912 માં શરૂ થયું હતું અને 1929 માં પૂર્ણ થયું હતું. તે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન બનાવવા માટે કુલ 29 હજારથી વધુ લોકોએ કામ કર્યું હતું. વધુ વાંચો
- Jan 26, 2024 12:28 IST
Republic Day 2024 LIVE: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પ્રોટોકોલ તોડ્યો હતો
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કર્નાલમાં ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ભગવાન રામ સાથે સંબંધિત નૃત્ય પ્રદર્શન જોયા બાદ સત્તાવાર પ્રોટોકોલ તોડ્યો હતો. તેણે સ્ટેજ પરથી નીચે આવીને ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા કલાકારના ચરણ સ્પર્શ કર્યા.
#WATCH | Haryana CM ML Khattar breaks official protocol after watching the dance presentation related to Lord Ram during R-Day celebrations in Karnal, comes down from the stage and touches the feet of the artist playing the role of Lord Ram pic.twitter.com/U1teLqlcLL
— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 12:22 IST
Republic Day 2024 LIVE: ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં રામલલાના દર્શન
ગણતંત્ર દિવસ પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. જેની થીમ અયોધ્યા વિકસિત ભારત- સમૃદ્ધ વિરાસત પર આધારિત હતી. ઝાંખીના આગળના ભાગે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું પ્રતિક હતું. જે તેમના બાળપણના સ્વરૂપને પ્રદર્શિત કરે છે.
#WATCH | The #RepublicDay2024 tableau of Uttar Pradesh takes part in the parade.
The theme of the tableau is based on 'Ayodhya: Viksit Bharat-Samradh Virasat'. The front of the tableau symbolises the Pranpratishtha ceremony of Ram Lalla, showcasing his childhood form. pic.twitter.com/VHdsaiVMvo— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 12:19 IST
Republic Day 2024 LIVE: ઓડિશાની ઝાંખી
ગણતંત્ર દિવસ પરેડમાં ઓડિશા રાજ્યની ઝાંખી રજૂ કરાઈ હતી. મહિલા સશક્તિકરણની સાથે- સાથે રાજ્યની સમૃદ્ધ હસ્તશિલ્પ અને હાથકરધા ક્ષેત્રની ઉપલબ્ધિઓને આ ઝાંખીમાં દર્શાવી હતી.
#WATCH | The #RepublicDay2024 tableau of Odisha takes part in the parade.
The tableau of the state depicts the achievements of women empowerment as well as the state's rich handicraft and handloom sector. pic.twitter.com/aH4LxHx8fz— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 12:15 IST
Republic Day 2024 LIVE: : લદ્દાખની ઝાંખી
લદ્દાખના ટેબ્લોએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો. આ ટેબ્લોની થીમ હતી- વિકસિત ભારત: લદ્દાખની યાત્રામાં રોજગાર દ્વારા મહિલાઓનું સશક્તિકરણ. ભારતીય મહિલા આઇસ હોકી ટીમ, જેમાં ફક્ત લદ્દાખી ખેલાડીઓનો સમાવેશ થાય છે, તે સશક્તિકરણની આ યાત્રાનું પ્રતીક છે. ઝાંખીમાં આ સિદ્ધિ દર્શાવવામાં આવી છે અને છોકરીઓને બરફની વચ્ચે આઇસ હોકી રમતી બતાવવામાં આવી છે.
#WATCH | The tableau of Ladakh takes part in the #RepublicDay2024 parade.
It is based on the theme of 'Viksit Bharat: Empowering women through employment in Ladakh's journey'.
The Indian Women's Ice Hockey team, exclusively composed of Ladakhi players, symbolises this… pic.twitter.com/tPc7WdYUYU— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 11:51 IST
કર્તવ્ય પથ પર ચાલતી પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ધોરડોની ઝાંખી
કર્તવ્ય પથ પર ચાલતી પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ધોરડોની ઝાંખી
- Jan 26, 2024 11:27 IST
ગુજરાતમાં 75મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ, શું આકર્ષણનું કેન્દ્ર રહ્યું?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Gujarat-75th-Republic-Day-celebrations.jpg)
ગુજરાતમાં જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. આ સિવાય પોલીસ જવાનો દ્વારા બાઈક સ્ટટં, શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુરક્ષા ફોર્સની બટાલીયનો દ્વારા પરેડ મુખ્ય આકર્ષણનું કેન્દર રહ્યું હતુ. આ કાર્યક્રમમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહિત મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિત અનેક માહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુ વાંચો
- Jan 26, 2024 11:20 IST
Republic Day 2024 LIVE: : પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજપૂતાના રાઈફલ્સની કૂચ
પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજપૂતાના રાઈફલ્સની કૂચ. આ ટુકડીનું નેતૃત્વ 20મી બટાલિયનના લેફ્ટનન્ટ સંયમ ચૌધરી કરી રહ્યા છે. રેજિમેન્ટને 10 અર્જુન એવોર્ડ જીતવાનું ગૌરવ છે. સુબેદાર નીરજ ચોપરા અને સુબેદાર દીપક પુનિયાએ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે.
#WATCH | Rajputana Rifles marching contingent being led by Lieutenant Sanyam Chaudhary of 20th Battalion at the #RepublicDay2024 parade.
The Regiment has the rare distinction of winning 10 Arjuna Awards. Subedar Neeraj Chopra and Subedar Deepak Punia have brought laurels in the… pic.twitter.com/uwnD9oSGMR— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 11:10 IST
Republic Day : પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ લોકપ્રિય દેશભક્તિ ગીતો સાંભળો
Republic Day : આજે આપણે 75 મો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક નાગરિકમાં દેશભક્તિની લાગણી અને દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હોય છે. હિન્દી સિનેમા (Hindi cinema) એ પણ આ પ્રેમ અને જુસ્સો ખૂબ સારી રીતે વ્યક્ત કર્યો છે. આજે પણ ઘણા દેશભક્તિ ગીતો (patriotic songs) છે જે લોકપ્રિય છે. બદલાતા સમય સાથે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ અમૂલ્ય ગીતો દરેક નાગરિકને દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો આપે છે. અહીં સ્પેશિયલ આ 10 લોકપ્રિય દેશભક્તિના ગીતો સાંભળો, વધુ અહીં જુઓ
- Jan 26, 2024 11:08 IST
Republic Day 2024 LIVE: : 1890 રોકેટ રેજિમેન્ટની આર્ટિલરી રેજિમેન્ટની પિનાકા ટુકડીએ પરેડમાં ભાગ લીધો
1890 રોકેટ રેજિમેન્ટની આર્ટિલરી રેજિમેન્ટની પિનાકા ટુકડીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો. તેનું નેતૃત્વ 262 ફિલ્ડ રેજિમેન્ટના લેફ્ટનન્ટ પ્રિયંકા સેવડાએ કર્યું હતું.
#WATCH | The detachment of Pinaka of the Regiment of Artillery from 1890 Rocket Regiment, led by Lt Priyanka Sevda of 262 Field Regiment, at the Kartavya Path.#RepublicDay2024pic.twitter.com/1mZC0XFL9B
— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 11:05 IST
Republic Day 2024 LIVE: સેનાની મનીનીકૃત ટુકડિયો પરેડમાં સામેલ
ગણતંત્ર દિવસ પરેડમાં સેનાની મશનીનીકૃત ટુકડીઓ પણ સામેલ થઈ છે. 42 બખ્તરબંદ રેજીમેન્ટના લેફ્ટિનેન્ટ ફૈયાજ સિંહ ઢિલ્લોના નેતૃત્તમાં ટેન્ક ટી-90 ભીષ્મની ટુકડી પણ પરેડમાં સામેલ થઈ
#WATCH | Mechanised Columns of the Army take part in #RepublicDay2024 parade
The detachment of Tank T-90 Bhishma, led by Lt Fayaz Singh Dhillon of 42 Armoured Regiment, at the Kartavya Path. pic.twitter.com/TFgSlaMOeh— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 11:02 IST
કર્તવ્ય પથ પર ચાલતા કાર્યક્રમને અહીં લાઇવ નિહાળો
કર્તવ્ય પથ પર ચાલતા કાર્યક્રમને અહીં લાઇવ નિહાળો
- Jan 26, 2024 10:46 IST
Republic Day 2024 LIVE: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી અપાઈ
#WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path
National anthem and 21 Gun salute follows pic.twitter.com/hQ21zgG7Hx— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 10:37 IST
Republic Day 2024 LIVE: રાષ્ટ્રપતિ મુર્મુ, મુખ્ય અતિથિ મેક્રોન રાષ્ટ્રપતિ ભવનથી રવાના થયા
હવે અમે પરેડ શરૂ થવાથી થોડી મિનિટો દૂર છીએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હવે રાષ્ટ્રપતિ ભવનથી રવાના થઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે બે વિશ્વ નેતાઓ ઘોડાથી ખેંચાયેલી બગ્ગી પર કર્તવ્ય પથ પર જશે, જે ચાર દાયકા પહેલા નિવૃત્ત થઈ ગયેલી પરંપરાને પુનર્જીવિત કરશે.
- Jan 26, 2024 10:23 IST
Republic Day 2024 LIVE: પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી
પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી અને બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં ઇન્ટર સર્વિસીસ ગાર્ડ ‘સલામી શાસ્ત્ર’ પછી ‘શોક શાસ્ત્ર’ રજૂ કરે છે. આ વર્ષે ઈન્ટર સર્વિસ ગાર્ડની કમાન શીખ રેજિમેન્ટની 6ઠ્ઠી બટાલિયનના ભારતીય સેનાના અધિકારી મેજર ઈન્દ્રજીત સચિનના હાથમાં છે.
#WATCH | PM Modi lays wreath at the National War Memorial, leads the nation in paying homage to the braveheart soldiers
The Inter Services Guard presents 'Salami Shastra' followed by 'Shok Shastra'
This year the Inter Services Guard is commanded by an Indian Army Officer Major… pic.twitter.com/MUe4y0w8Rm— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 09:50 IST
રશિયાની એમ્બેસીએ ઉજવ્યો ગણતંત્ર દિવસ
75માં ગણતંત્ર દિવસના અવસર પર ભારતમાં રશિયાની એમ્બેસીએ ઉજવણી કરી હતી. આ દરમિયાન એમ્બેસીના કર્મચારીઓએ ભારતીય ગીતો પર નાચ્યા હતા.
#WATCH | Embassy of Russia in India held celebrations on the occasion of India's #RepublicDay2024
(Video: Russian Embassy) pic.twitter.com/LRD3WVNybx— ANI (@ANI) January 26, 2024
- Jan 26, 2024 09:03 IST
પ્રજાસત્તાક દિવસે દેશવાસીઓને ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા
ગૃહમંત્રી અમિત શાહે તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ગૃહમંત્રીએ ટ્વિટર પર લખ્યું, “લોકશાહીના આ શુભ અવસર પર, હું તમામ સ્વતંત્રતા સેનાનીઓ, બંધારણના ઘડવૈયાઓ અને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર સૈનિકોને સલામ કરું છું. આવો, આપણે બધા સાથે મળીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરો. આપણા લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવાની આ તકનો લાભ લો.
समस्त देशवासियों को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएँ।
मैं लोकतंत्र के इस पावन अवसर पर सभी स्वतंत्रता सेनानियों, संविधान निर्माताओं और देश की एकता व अखंडता के लिए अपने प्राण न्योछावर करने वाले वीर जवानों को नमन करता हूँ।
आइये, हम सब मिलकर गणतंत्र दिवस के अवसर पर अपने… pic.twitter.com/6GhqJR8KzB— Amit Shah (@AmitShah) January 26, 2024
- Jan 26, 2024 08:59 IST
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અભિનંદન પાઠવ્યા છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 75માં પ્રજાસત્તાક દિવસ પર રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર લખ્યું, “રાજ્યના તમામ લોકોને શુભેચ્છાઓ! આ રાષ્ટ્રીય ઉત્સવ માત્ર આપણા અમર લડવૈયાઓને જ યાદ કરતો નથી પરંતુ 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની વિભાવનાને સાકાર કરવા માટે આપણી જાતને પ્રતિબદ્ધ કરવાની તક પણ પ્રદાન કરે છે. ચાલો આપણે બધા 'સક્ષમ આત્મનિર્ભર ભારત'નું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ થઈએ! જય હિન્દ!”
प्रदेश वासियों को 75वें गणतंत्र दिवस की हार्दिक बधाई और शुभकामनाएं!
यह राष्ट्रीय पर्व हमें अपने अमर सेनानियों के स्मरण के साथ ही 'एक भारत-श्रेष्ठ भारत' की संकल्पना की सिद्धि हेतु प्रतिबद्ध होने का अवसर भी प्रदान करता है।
आइए, 'समर्थ-आत्मनिर्भर भारत' के निर्माण के लिए हम सभी… pic.twitter.com/EU5nhYYkLT— Yogi Adityanath (@myogiadityanath) January 26, 2024
- Jan 26, 2024 08:57 IST
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે નેક્સસ પર લખ્યું, “75માં ગણતંત્ર દિવસ પર દરેકને હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. ભારતનું બંધારણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં રહેલા સામાજિક, આર્થિક અને રાજકીય મૂલ્યો પર આધારિત છે.”
सभी को 75वें गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं एवं बहुत-बहुत बधाई।
भारत का संविधान, प्राचीन भारतीय सभ्यता में निहित सामाजिक, आर्थिक व राजनीतिक मूल्यों पर आधारित है।
न्याय, मर्यादा, समता और समभाव के हमारे मूल्य इसके मज़बूत स्तंभ हैं, और यही आज़ादी के बाद हमारे सामाजिक, आर्थिक… pic.twitter.com/S9TZfdDlxl— Congress (@INCIndia) January 26, 2024
- Jan 26, 2024 08:38 IST
Republic Day Quotes in Gujarati 2024 : દેશભક્તિ જગાવનાર આ મેસેજોથી સંબંધીઓને પાઠવો પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Happy-Republic-day-wish.jpg)
Republic Day Quotes Status in Gujarati 2024, Happy Republic Day Wishes Quotes in Gujarati 2024: પ્રજાસત્તાક દિવસ પર લોકો ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ દેશ પ્રત્યેના પ્રેમ અને ગર્વને વ્યક્ત કરવા માટે શુભેચ્છાઓ મોકલે છે. આવી સ્થિતિમાં અમે તમને આવા મેસેજની યાદી આપીશું. વધુ વાંચો
- Jan 26, 2024 08:10 IST
વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.ભારત આજે 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું જય હિંદ!''
- Jan 26, 2024 07:56 IST
પ્રજાસત્તાક દિવસ : આજે દુનિયા દેખશે ભારતની તાકાત
ભારતના બંધારણની ઉજવણી કરવાનો દિવસ છે જે મજબૂત અને બધાને ન્યાય આપે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની વાસ્તવિક શક્તિ આજે સાકાર થવા જઈ રહી છે. અત્યાધુનિક શસ્ત્રોની પરેડ, વિવિધ સંસ્કૃતિ દર્શાવતી રાજ્યોની ઝાંખી અને દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓ દ્વારા બહાદુરીનું પ્રદર્શન, આ વખતે ગણતંત્ર દિવસ દરેક રીતે વધુ ભવ્ય સાબિત થવાનો છે. આની ઉપર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું મહેમાન તરીકે આગમન પણ ભારતની વધતી તાકાતનું સૂચક બની રહ્યું છે.
- Jan 26, 2024 07:28 IST
Padma Awards 2024 List: પદ્મ પુરસ્કાર 2024 જાહેર, વેંકૈયા નાયડુ સહિત પાંચને પદ્મ વિભૂષણ, મિથુન ચક્રવર્તીને પદ્મભૂષણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Padma-Awards-.jpg)
Padma Awards 2024 List: પદ્મ પુરસ્કાર 2024 અંગે ગણતંત્ર દિવસ પૂર્વે રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે. વર્ષ 2024 માટે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. વધુ વાંચો
- Jan 26, 2024 07:27 IST
આજનો ઇતિહાસ 26 જાન્યુઆરી : ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભૂકંપની 23મી વર્ષગાંઠ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/republic-day-26-january.jpg)
Today history 26 January : આજે 26 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે. ઉપરાંત ગુજરાતમાં આજના દિવસે જ વર્ષ 2001માં ભયંકર ભૂકંપ આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us