Republic Day Parade Tableau : ગણતંત્ર દિવસની પરેડ જોવાની રાહ બધા આતુરતાથી જોઈ રહ્યા હોય છે, તેના પર જે ટેબ્લો બતાવવામાં આવે છે તેમને એક અલગ જ પ્રતિસાદ જોવા મળે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ ટેબ્લો સાથે એક વિવાદ જોવા મળી રહ્યો છે. પરેડમાં જે રાજ્યોના ટેબ્લો બતાવવામાં આવે છે તે રાજ્યો ખુશ દેખાય છે, જ્યારે જે રાજ્યોનો ટેબ્લો પરેડમાં સામેલ થઇ શકતા નથી, તેમના તરફથી કેન્દ્ર પર આરોપ લગાવવામાં આવે છે.
આ વખતે પણ આ જ સ્થિતિ સર્જાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાસત્તાક દિનની પરેડમાં પંજાબના ટેબ્લોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આના પર સીએમ ભગવંત માને ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા પંજાબ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે આ આરોપોની વચ્ચે ટેબ્લોનો સમાવેશ કરવાના નિયમોને વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. તે નિયમોના આધારે કોઇપણ રાજ્યના ટેબ્લોને પરેડમાં સામેલ કરવામાં આવે છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીને છુપાઇને કેમ મળ્યા ભાજપના સાંસદ? નાગપુર રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે જણાવ્યું કારણ
ટેબ્લોના વિભાગની દેખરેખ કોણ કરે છે, સરકાર સાથે શું છે કનેક્શન?
ગણતંત્ર દિવસના જે પણ ટેબ્લો આવે છે, તેમને રક્ષા મંત્રાલય દ્વારા સીધી મંજૂરી આપવામાં આવે છે. એટલે કે તેનો સીધો સંબંધ સરકાર સાથે છે. જોકે એ પણ સાચું છે કે રક્ષા મંત્રાલય દ્વારા એક ખાસ સમિતિની રચના કરવામાં આવે છે, જેમાં કલા, સંસ્કૃતિ, ચિત્રકલા, શિલ્પ, સંગીત, સ્થાપત્ય ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે. જે પણ રાજ્ય તેના ટેબ્લોનો સમાવેશ કરવા માંગે છે, તે આ સમિતિને પોતાનો પ્રસ્તાવ મોકલે છે.
કમિટી ટેબ્લોની પસંદગી કેવી રીતે કરે છે?
હવે સૌથી સીધો જવાબ એ છે કે કોઈપણ ટેબ્લોને તેના વિષય, ડિઝાઇન, વિઝ્યુઅલ ઇમ્પેક્ટના આધારે ચકાસવામાં આવે છે. તેના ઉપર ઘણા બીજા માપદંડો હોય છે, જેને જોવામાં આવે છે.





