યમુના પછી હવે હિંડન નદી બતાવી રહી છે રૌદ્ર રૂપ! નોઇડામાં સેંકડો કાર ડૂબી ગઈ

Hindon River : ગાજિયાબાદ અને નોઇડામાં નદી કિનારે આવેલી ઘણી વસાહતોમાં પાણી ઘૂસી ગયા છે. નોઇડાના ઇકોટેક-3 વિસ્તારમાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે સેંકડો કાર પાણીમાં ડુબી ગઇ છે

Hindon River : ગાજિયાબાદ અને નોઇડામાં નદી કિનારે આવેલી ઘણી વસાહતોમાં પાણી ઘૂસી ગયા છે. નોઇડાના ઇકોટેક-3 વિસ્તારમાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે સેંકડો કાર પાણીમાં ડુબી ગઇ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Hindon River | hindon river water level

નોઇડાના ઇકોટેક-3 વિસ્તારમાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે સેંકડો કાર પાણીમાં ડુબી ગઇ છે (તસવીર - એએનઆઈ)

Hindon River : દેશની રાજધાની નવી દિલ્હીમાં યમુના નદીના જળસ્તર વધવાના કારણે અત્યાર સુધી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે હિંડન નદીએ નવી દિલ્હીને અડીને આવેલા યુપીના ગાજિયાબાદ અને નોઈડામાં પોતાનું રોદ્ર રુપ બતાવવાનું શરૂ કર્યું છે. લગભગ મૃત માનવામાં આવતી હિંડન નદીમાં પાણીનું સ્તર આ દિવસોમાં વધી ગયું છે. આ કારણે ગાજિયાબાદ અને નોઇડામાં નદી કિનારે આવેલી ઘણી વસાહતોમાં પાણી ઘૂસી ગયા છે. નોઇડાના ઇકોટેક-3 વિસ્તારમાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે સેંકડો કાર પાણીમાં ડુબી ગઇ છે.

Advertisment

ગાઝિયાબાદમાં એક મહિલાનું મોત

યુપીના ગાજિયાબાદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર લાવનાર હિંડન નદીના જળસ્તરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. જિલ્લા વહીવટીતંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીઆરએફની ટીમે હિંડન નદી પરના રેલવે અને રોડ બ્રિજમાંથી જળકુંભી અને અન્ય કચરો સાફ કર્યા બાદ કરહેડા ગામમાં પૂરનું પાણી લગભગ એક ફૂટ જેટલું ઓછું થઈ ગયું છે. જોકે ગામ અને સિટી પાર્ક સહિત નજીકની કેટલીક વસાહતોમાં હજુ પણ પાણી ભરાયા છે.

મદદનીશ પોલીસ કમિશનર રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે મીનુ (42) નામની મહિલા અટૌર નગલા ગામમાં પૂરથી પ્રભાવિત થયેલા તેના ઘરને જોવા માટે આવી હતી ત્યારે રસ્તાની બાજુમાં પાણી ભરેલા ખાડામાં પડી જતાં તે ડૂબી ગઈ હતી. એનડીઆરએફની ટીમે આજે પોતપોતાના ઘરોમાં ફસાયેલા ગ્રામજનોને ફૂડ પેકેટ્સ અને પાણી તથા દૂધની બોટલોનું વિતરણ કર્યું હતું. પૂરગ્રસ્ત શેરીઓમાં મોટરો અને હાથથી ચાલતી નૌકાઓ તૈનાત કરવામાં આવી હતી પરંતુ મોટાભાગના લોકોએ તેમના ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી છે.

Advertisment

દમોહમાં તળાવની જળસપાટીમાં વધારો થવાને કારણે અનેક ગામો ડૂબી ગયા

પૂરના કારણે દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ ખરાબ છે. તેમાંથી એક મધ્ય પ્રદેશ છે. મધ્ય પ્રદેશમાં દામોહમાં વરસાદને કારણે તેંદુખેડા બ્લોકના પોંડી તળાવની જળ સપાટીમાં વધારો થતાં આસપાસના પોંડી, જેટગઢ અને ખાંગલા ગામમાં પાણી ઘૂસી ગયા છે.

આ પણ વાંચો - મણિપુરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા શરૂ થશે, મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત્ રહેશે

આ વિસ્તારના એસડીએમ અવિનાશ રાવતે જણાવ્યું હતું કે અમે લીકેજ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બંધ થયો ન હતો, જેના પગલે અમે ગામ ખાલી કરવાનો નિર્ણય લીધો હતો. લીકેજના કારણે પાકને નુકસાન થયું છે, ઘરોમાં પાણી ભરાયા છે. કોઈ જાનહાનિ કે પ્રાણીઓને કોઈ નુકસાન થયું ન હતું. અમે લોકોના નુકસાનનો સર્વે કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે અમને લીકેજની ફરિયાદ મળી હતી, જેના પગલે અમે ઘટના સ્થળે દોડી ગયા હતા. અમે નદી સાથે જોડાયેલા ગામને ખાલી કરાવ્યું. ગામને ખાલી કરાવ્યાના થોડા કલાકો બાદ ડેમ તૂટી ગયો હતો અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બધા સુરક્ષિત છે. કોઈ જાનહાનિ નથી.

દિલ્હી ચોમાસું વરસાદ દેશ