લિઝ મૈથ્યુ : ભાજપ કર્ણાટકમાં સત્તા જાળવી રાખવા માંગે છે. પ્રભાવશાળી અને લોકપ્રિય રીતે સ્વીકૃત નેતાની ગેરહાજરી ભાજપ માટે સૌથી મોટી અડચણ સાબિત થઈ રહી છે. બીજા ક્રમના મજબૂત નેતાઓને તેમની યોગ્યતા આપવા માટે જગ્યા ન હોવા અંગે જૂની ચિંતાઓ ઉભી કરે છે. એકસમયે ભાજપ સંગઠનના દરેક સ્તરે અગ્રણી ચહેરાઓ સાથે ઉભું હતું. એલ કે અડવાણી, જેઓ 1986-1991, 1993-1998 અને 2004-2005માં ભાજપના અધ્યક્ષ હતા. તેમને યુવા નેતાઓની ફોજ તૈયાર કરવાનો શ્રેય આપવામાં આવે છે, જે તમામ મહત્વપૂર્ણ હોદ્દા પર પહોંચ્યા.
2000ના દાયકાની શરૂઆતમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર સત્તામાં હતી. આમાંના ઘણા નેતાઓ સંસદના બંને ગૃહોમાં પાર્ટીના સ્ટાર હતા. જેમાં રાજનાથ સિંહ (ઉત્તર પ્રદેશ), પ્રમોદ મહાજન (વાજપેયીના પ્રિય), અરુણ જેટલી (કાનૂની દિમાગ, જેમણે પક્ષને ઘણી પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો, ખાસ કરીને વિપક્ષ સાથે),સુષ્મા સ્વરાજ (તેમના સૌથી ઊંચા મહિલા નેતાઓમાં)અને એમ વેંકૈયા નાયડુ (દક્ષિણ તરફથી ચહેરો)નો સમાવેશ થાય છે.
અડવાણી દ્વારા ઓળખવામાં આવેલા અન્ય રાષ્ટ્રીય નેતાઓમાં ઉમા ભારતી (એક સારા વક્તા અને OBC નેતા) અને શાહનવાઝ હુસૈન (ભાજપનો લઘુમતી ચહેરો) હતા.આ સિવાય અડવાણીની આગેવાની હેઠળની ભાજપે વસુંધરા રાજે (રાજસ્થાન), શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), રમણ સિંહ (છત્તીસગઢ), મનોહર પર્રિકર (ગોવા) અને નરેન્દ્ર મોદી (ગુજરાત)ને તૈયાર કર્યા. જેઓ પોતાના રાજ્યોમાં શક્તિશાળી પ્રાદેશિક ક્ષત્રપતિ બન્યા.
નેતાઓના આ સમૂહને ઉચ્ચ જ્ઞાતિઓ, પછાત, કટ્ટર હિન્દુત્વના સમર્થકો અને ઉદારવાદી ચહેરાઓના મિશ્રણ સાથે એક મહત્વપૂર્ણ સામાજિક એન્જીનિયરિંગના પ્રતિબિંબ તરીકે પણ જોવામાં આવતા હતા. તેમાંથી બીએસ યેદિયુરપ્પા, જે 2008માં દક્ષિણ ભારતમાં ભાજપને પ્રથમ વખત સત્તામાં લાવ્યા હતા. તે એક અપવાદ હતા, જેમને અડવાણી સાથે સારા સંબંધો ન હતા, જોકે વાજપેયીએ તેમને પ્રોત્સાહન આપ્યું હતું.
2012માં અડવાણી અને વાજપેયી બંનેનો દબદબો ઘટી રહ્યો હતો અને મોદી ક્ષિતિજ પર ઉભરી રહ્યા હતા. યેદિયુરપ્પાના ભાજપ છોડવાના નિર્ણયે કર્ણાટકમાં પાર્ટીના નુકસાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો – મમતા બેનર્જી સાથે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની મુલાકાત, શું બીજેપી સામે એકજુટ થશે વિપક્ષ?
ત્યારથી મોદી અને અમિત શાહના ભાજપ પર નિયંત્રણો કડક થવાથી ઘણા પ્રાદેશિક ક્ષત્રો હાઈકમાન્ડને વળગી રહ્યા છે. ઉદાહરણ તરીકે કૉંગ્રેસની જેમ. કર્ણાટકમાં પાર્ટીએ સત્તાવાર રીતે યેદિયુરપ્પા યુગના અંતની શરૂઆત કરી જ્યારે 2021માં તેમની સ્પષ્ટ અનિચ્છા હોવા છતાં સીએમ તરીકે દૂર કરવામાં આવ્યા હતા. જોકે વિડંબનાની વાત એ છે કે કર્ણાટકમાં ફરી જીત મેળવવાના અભિયાનમાં ભાજપના પ્રચારનો ભાર તેઓ જ ઉઠાવી રહ્યા છે.
ખાતરીપૂર્વક કહીએ તો 2014ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને જંગી જીત તરફ દોરી ગયા પછી મોદી-શાહના નેતૃત્વએ પહેલા નવા નેતૃત્વને તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આવું કરવામાં પ્રમુખ સ્થાનિક સમુદાય સમૂહના નેતાઓને હાંસિયામાં કર્યા હતા.
ઉદાહરણ તરીકે ઝારખંડ માટે સીએમ તરીકે બિન-આદિવાસી રઘુબર દાસ, હરિયાણાના સીએમ તરીકે બિન-જાટ મનોહર લાલ ખટ્ટર અને મહારાષ્ટ્રના સીએમ તરીકે બિન-મરાઠા દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરી. પરંતુ આ એક જુગાર હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અને આસામમાં હિમંતા બિસ્વા સરમા હવે રાષ્ટ્રીય નામ છે. ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીને ઉભરતા સ્ટાર તરીકે જોવામાં આવે છે.
કૉંગ્રેસમાં પણ એક સમયે એવા નેતાઓની લાઇન હતી જેઓ હાઈકમાન્ડ સામે પોતાનો પક્ષ રાખી શકે. મધ્ય પ્રદેશમાં દિગ્વિજય સિંહ, રાજસ્થાનમાં અશોક ગેહલોત, કેરળમાં કે કરુણાકરણ અને ઓમન ચાંડી, મહારાષ્ટ્રમાં શરદ પવાર. તેમાંના મોટા ભાગના લોકોનો દબદબો ઘટવો એ પાર્ટીના પોતાના ભાગ્ય સાથે મેળ ખાય છે.
પક્ષના કાર્યકરો પોતે સ્વીકારે છે કે કોંગ્રેસની જીત હવે મજબૂત રાજ્ય યુનિટ પર વધારે છે. આથી રાજસ્થાનમાં ગેહલોતનું મહત્વ અને કર્ણાટકમાં હવે કોંગ્રેસનું સૌથી મોટું હથિયાર સિદ્ધારમૈયા છે.
કર્ણાટક ચૂંટણી માટે તેની યાદીમાં 73 નવા ચહેરાઓ સાથે, ભાજપ દેખીતી રીતે જનરેશન ચેન્જ, તેની જ્ઞાતિ છત્રને ફરીથી ગોઠવવા, લિંગાયત હિસ્સાથી આગળ વધવું અને સત્તા વિરોધી લહેરનો સામનો કરવા માટેનું લક્ષ્ય બનાવી રહી છે. 2018ની યાદીમાં હજુ પણ અન્ય કરતા લિંગાયતો મોટી સંખ્યામાં હોઈ શકે છે, પરંતુ ભાજપમાં યેદિયુરપ્પા પછીનો તબક્કો શરૂ થઈ ગયો છે.
જેના ભાગરૂપે પક્ષના સૂત્રો કહે છે કે આ વખતે દરેક જિલ્લામાં જ્ઞાતિની વહેંચણી વધુ ધ્યાનપૂર્વક કરવામાં આવી હતી. પરિણામ શું આવે છે તે 13મી મેના રોજ ખબર પડશે.