scorecardresearch

Road to 2024: કર્ણાટકમાં જીત મળી, હવે કોંગ્રેસ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન માટે કેમ વધુ આશાવાદી છે

Congress : મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં રસપ્રદ રાજકીય હરીફાઈ જોવા મળવાની છે. કોંગ્રેસનું મોટા વિપક્ષ તરીકે પણ ઘણું બધું દાવ પર લાગશે

Congress
કોંગ્રેસ ચોક્કસપણે કર્ણાટકમાં તેની જોરદાર જીતના ઉત્સાહ અને વેગને વિધાનસભા ચૂંટણીના આગામી રાઉન્ડમાં લઈ જવા માંગશે (ફાઇલ ફોટો)

મનોજ સી જી : કોઈ બે ચૂંટણીઓ સરખી હોતી નથી. હરીફાઈની સ્થિતિ અને પ્રકૃતિ, સંદર્ભ, રાજ્યની પરિસ્થિતિ, આગેવાનો બધું જ બદલાય છે. તે વૈધાનિક ચેતવણીને બાજુ પર રાખીને કોંગ્રેસ ચોક્કસપણે કર્ણાટકમાં તેની જોરદાર જીતના ઉત્સાહ અને વેગને વિધાનસભા ચૂંટણીના આગામી રાઉન્ડમાં લઈ જવા માંગશે. ભાજપ કોંગ્રેસનો સામનો કરવા માટે તેના ચૂંટણી પ્રયાસો વહેલા શરૂ કરે તેવી ધારણા છે. એટલે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં રસપ્રદ રાજકીય હરીફાઈ જોવા મળવાની છે. કોંગ્રેસનું મોટા વિપક્ષ તરીકે પણ ઘણું બધું દાવ પર લાગશે.

વિધાનસભાની ચૂંટણીઓ સંસદીય ચૂંટણીઓથી અલગ હોય છે કારણ કે તેમાં વધુ વેરિયેબલ હોય છે. ત્યારે વધુને વધુ રાજ્યો જીતીને ભાજપને રોકવો વિપક્ષ માટે નિર્ણાયક છે. આ ઉપરાંત રાજ્યોમાં જીતથી મોટી સંખ્યામાં રાજ્યસભામાં વિપક્ષની તરફેણમાં પલડું નમાવી શકે છે. આગામી ત્રણ ચૂંટણીઓમાંથી કોંગ્રેસ માને છે કે તે ઓછામાં ઓછા બે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સારી સ્થિતિમાં છે. જ્યાં સુધી રાજ્યોમાં નેતૃત્વની સ્થિતિ છે ત્યાં સુધી તેમનો પહેલાથી જ હાથ ઉપર છે.

કોંગ્રેસ માને છે કે તેની પાસે એક રોડમેપ છે જે તે ત્યાંથી બે રાજ્યોમાં ચૂંટણી વ્યૂહરચના, સંદેશાવ્યવહાર અને ગતિશીલતાના સંદર્ભમાં કોપી કરી શકે છે. જેમ કે ચૂંટણીના મહિનાઓ પહેલા કલ્યાણકારી અને લોકોને આકર્ષિત કરતી જાહેરાત કરવી. આ અભિયાનને રાજ્યના સ્તર પર જ રાખવું. (બીજા શબ્દોમાં કહીએ તો નરેન્દ્ર મોદી સમીકરણમાં ન આવે તેની ખાતરી કરવી).

તાજેતરમાં હિમાચલ પ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં કોંગ્રેસે જીત મેળવી છે. પાર્ટીને જીતનો વિશ્વાસ હતો અને તે સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કર્યું. તેની સરખામણીમાં ગુજરાત, ત્રિપુરા અને મેઘાલયમાં કોંગ્રેસની ઝુંબેશ વધુ અસ્પષ્ટ હતી, જ્યાં તેની શરૂઆત ગેરલાભ સાથે થઈ હતી. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વાત આવે છે ત્યારે કોંગ્રેસને તેની તકો અંગે સમાન વિશ્વાસ છે. દબાતા સ્વરે તે માને છે કે તે રાજસ્થાનને પણ સ્વિંગ કરી શકે છે. જ્યાં તેની મજબૂત સંગઠનાત્મક હાજરી અને મજબૂત નેતૃત્વ છે. ઉત્તર પ્રદેશને છોડીને આ કોંગ્રેસને હિન્દી હાર્ટલેન્ડનો મહત્વપૂર્ણ હિસ્સો આપશે. પાર્ટી બિહારમાં પણ સત્તાધારી ગઠબંધનમાં છે.

આ પણ વાંચો – શું મુખ્યમંત્રીની રેસમાં આગળ નીકળ્યા સિદ્ધારમૈયા? ડીકે શિવકુમારને નડી શકે છે આ 3 મજબૂરીઓ

મધ્ય પ્રદેશ

વર્ષોમાં પ્રથમ વખત રાજ્યમાં કોંગ્રેસમાં માત્ર એક જ સ્પષ્ટ સીએમ ચહેરો છે. કમલનાથ પાસે ટોચ પર અથવા રેન્કમાં કોઈ હરીફ નથી. તેમને 2021માં સત્તા પરથી દૂર કર્યા પછી તેમના સમર્થનને મજબૂત કરવા માટે સમયનો ઉપયોગ કર્યો છે. વ્યંગાત્મક રીતે કોંગ્રેસે 2018 વિધાનસભા ચૂંટણીઓ પછી સત્તા સંભાળી, જ્યારે 2021માં પક્ષપલટાએ તેમને મુખ્યમંત્રી પદેથી દૂર કર્યા. તેનો અર્થ એ થયો કે કમલનાથના માર્ગમાં એકમાત્ર અવરોધ જ્યોતિરાદિત્ય સિંધિયા હવે દૂર થઈ ગયા છે.

આંતરિક સત્તા સંઘર્ષોમાંથી મુક્ત થઈને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ મધ્યપ્રદેશનો પ્રવાસ કરી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ સરકાર વિરૂદ્ધ નિવેદનો કરી રહ્યા છે અને લાંબા સમયથી સીએમ અને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસે પ્રચાર કર્યો હતો તેનાથી બિલકુલ અલગ નથી.

જેમ હિમાચલ અને કર્ણાટકમાં થયું હતું તેમ પાર્ટીએ લોકોમાં મતદાનનો સમય આવે ત્યારે રિકોલ વેલ્યુ બનાવવા માટે ચૂંટણી પહેલાથી જ લોકપ્રિય કલ્યાણકારી જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. તેમાંથી એક નારી સન્માન યોજના, જેમાં 1,500 રૂપિયાનું વચન આપવામાં આવ્યું છે. જો સત્તામાં આવશે તો મહિલાઓને 500 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર મળશે.

2018ની ચૂંટણીમાં કોંગ્રેસના ઢંઢેરામાં ‘રામ વન ગમન પથ’ વિકસાવવાનું વચન આપવામાં આવ્યું હતું. જે માર્ગ ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન અપનાવ્યો હોવાનું માનવામાં આવે છે. આધ્યાત્મિક વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. દરેક પંચાયતમાં ગૌશાળાઓનું નિર્માણ અને ગૌમૂત્રનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

આ વખતે કમલનાથે કાર્યકર્તાઓને રામ નવમી અને હનુમાન જયંતિની ઉજવણી કરવા અને સુંદરકાંડ (રામાયણનો એક ભાગ) અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જેવા પગલાં લીધા છે.

છત્તીસગઢ

બે સમાન પ્રબળ દાવેદારો ટી એસ સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુને પછાડીને 2018માં કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ હવે ભૂપેશ બઘેલ અન્ય કરતા ઘણા આગળ છે. ટી એસ સિંહ દેવ સમય-સમય પર અસહમતિનો અવાજ ઉઠાવી શકે છે પરંતુ કેટલાક લોકોને અપેક્ષા છે કે પક્ષ બઘેલને હટાવશે નહીં. ખાસ કરીને ગાંધી પરિવાર સાથે તેમની વધતી નિકટતાને કારણે.

બઘેલ માટે ભ્રષ્ટાચારના કેસ મુસીબત બની શકે છે. ભાજપ આ મુદ્દાઓ પર સરકારને આક્રમક રીતે નિશાન બનાવશે તેવી અપેક્ષા છે. પરંતુ રાજ્યમાં લોકપ્રિય ચહેરાની ગેરહાજરીમાં તે આ કેસોને અમુક પ્રકારના સત્તા વિરોધી મૂડમાં કેવી રીતે ફેરવવામાં સફળ થાય છે તે જોવાનું રહે છે.

બઘેલ ઘણી કલ્યાણકારી યોજનાઓ પર ગણતરી કરી રહ્યા છે અને આને ઓવરરાઇડ કરવા માટે છત્તીસગઢ ગૌરવ આહ્વાન કરે છે. આ સિવાય છત્તીસગઢના મુખ્યમંત્રી પણ હિંદુત્વ સાથે રાખે છે. તે કોંગ્રેસના એવા નેતાઓમાં છે જેઓ માને છે કે પાર્ટીએ હિંદુ તહેવારોની ઉજવણી કરવામાં શરમાવું જોઈએ નહીં. બઘેલ માને છે કે ભાજપ પાસેથી હિંદુત્વનું માળખું છીનવી લેવું જરૂરી છે.

વનવાસ દરમિયાન છત્તીસગઢમાં રામ જે માર્ગ પરથી પસાર થયા હોવાનું માનવામાં આવે છે તે માર્ગ સાથે ‘રામ વન ગમન પર્યટન પરિપથ’ વિકસાવવો, માનસ મંડળી પ્રોત્સાહક યોજના, રાજ્યભરમાં રામની આઠ પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય અને ગોધન ન્યાય યોજના જેવી યોજનાઓ છે.

રાજસ્થાન

મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી વિપરીત કોંગ્રેસ રાજસ્થાનમાં બે મોટા નેતાઓ વચ્ચે મતભેદ છે. કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. સોમવારે પાયલોટના અલ્ટીમેટમ સાથે આ વિવાદ વધારે ઉગ્ર બન્યો છે.

ગેહલોતે આ વર્ષની શરૂઆતમાં તેમના છેલ્લા બજેટમાં ઘણી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં લગભગ 76 લાખ પરિવારોને 500 રૂપિયાના દરે એલપીજી સિલિન્ડર, 4 લાખથી વધુ લોકો માટે દર મહિને 100 યુનિટ સુધી મફત વીજળીનો સમાવેશ થાય છે. રાજ્યના 1.19 કરોડ ગ્રાહકોમાંથી લગભગ 1 કરોડ પરિવારોને આવરી લેતા મફત ફૂડ પેકેટ્સ અને ચિરંજીવી આરોગ્ય યોજના હેઠળ વીમા કવચ પ્રતિ પરિવાર 10 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવી.

જોકે ગેહલોત સરકાર સામે પાયલોટના હાલના અલ્ટીમેટમથી સ્થિતિ વધારે બગડી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી નેતૃત્વ આ બાબતથી વાકેફ છે અને કર્ણાટકમાં સરકારની રચના પૂર્ણ થયા બાદ પરિસ્થિતિને હાથમાં લેશે.

Web Title: Road to 2024 why congress is more hopeful for chhattisgarh madhya pradesh rajasthan

Best of Express