Rozgar Mela - રોજગાર મેળાથી બેરોજગારી દૂર થશે? ભારતમાં કેટલા પાસે સરકારી નોકરી છે? સ્વરોજગારથી બેકારીની સમસ્યા ઉકેલાશે? વાંચો તમામ સવાલના જવાબ

Unemployment Rate In India : કેન્દ્ર સરકાર દેશમાં બેરોજગારી દૂર કરવા માટે રોજગાર મેળા યોજી રહી છે પરંતુ શું આનાથી ખરેખર લોકોને સરકારી નોકરી મળી રહી છે? ભારતમાં હજાર વ્યક્તિએ કેટલા લોકો પાસે સરકારી નોકરી છે? સરકારી યોજનાઓ અને સ્વરોજગારથી બેકારી દૂર થશે? વાંચો તમામ સવાલના જવાબ

Unemployment Rate In India : કેન્દ્ર સરકાર દેશમાં બેરોજગારી દૂર કરવા માટે રોજગાર મેળા યોજી રહી છે પરંતુ શું આનાથી ખરેખર લોકોને સરકારી નોકરી મળી રહી છે? ભારતમાં હજાર વ્યક્તિએ કેટલા લોકો પાસે સરકારી નોકરી છે? સરકારી યોજનાઓ અને સ્વરોજગારથી બેકારી દૂર થશે? વાંચો તમામ સવાલના જવાબ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rozgar Mela | Rozgar Mela In India | Unemployment Rate In India | government job mela | Government jobs | Jobs news | employment news

કેન્દ્ર સરકાર દેશમાં બેરોજગારી દૂર કરવા માટે રોજગારી મેળાનું આયોજન કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)

(ઉદીત મિશ્રા) PM Narendra Modi Rozgar Mela and Unemployment Rate In India : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 28 ઓગસ્ટ, 2023ના રોજ રોજગાર મેળામાં 51,000 યુવાઓને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. સરકાર 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા 10 લાખ ખાલી જગ્યાઓ ભરવા માટે રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. હવે રોજગાર મેળા સંબંધિત કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમ કે - શું આ રોજગાર મેળાઓ ભારતની બેરોજગારીની સમસ્યાનું સમાધાન લાવશે? શું બેરોજગારી જૂની સમસ્યા છે કે નવી સમસ્યા? અને છેલ્લો યક્ષપ્રશ્ન એ છે કે ભારતની બેરોજગારીની સમસ્યાનું સમાધાન શું છે?

Advertisment

આ ત્રણેય પ્રશ્નનો એક શબ્દમાં જવાબ છે - ના. ચાલો આવું કહેવા પાછળનું કારણ સમજીએ. પહેલું કારણ એ છે કે સરકાર રોજગાર મેળા દ્વારા જેટલી નોકરીઓ આપવા માંગે છે તે સમુદ્રમાં એક ટીંપા બરાબર છે. જો સરકાર વચન મુજબ 10 લાખ ખાલી જગ્યાઓ ભરે તો પણ ભારતમાં જેટલી નોકરીઓ ઊભી કરવાની જરૂર છે તેની સરખામણીમાં તે કંઈ નથી. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ (ICRIER)ના વરિષ્ઠ વિઝિટિંગ ફેલો રાધિકા કપૂરના જણાવ્યા અનુસાર, ભારતે 2 કરોડ થી 20 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાની જરૂર છે.

બીજું કારણ એ છે કે પહેલેથી જ ખાલી પડેલી જગ્યાઓ રોજગાર નિમણૂક પત્રો દ્વારા ભરવામાં આવી રહી છે જેનું રોજગાર મેળામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે નવી ઉભી કરાયેલી નોકરીઓ માટે નથી.

publive-image

ત્રીજું કારણ એ છે કે ભારતમાં સરકારી નોકરીઓની સંખ્યા પહેલા કરતા ઘણી ઓછી છે. શિક્ષણવિદ સીપી ચંદ્રશેખર અને જયતિ ઘોષની 2019ની ગણતરી મુજબ, ભારતમાં દર 1000 વસ્તીએ 16 સરકારી નોકરીઓ છે. ચીનમાં આ સંખ્યા 57, અમેરિકામાં 87, બ્રાઝિલમાં 111, નોર્વેમાં 159 અને સ્વીડનમાં 138 છે.

Advertisment

ભારતમાં બેરોજગારીની સમસ્યા જૂની છે કે નવી?

કેટલાક લોકો દલીલ કરે છે કે, ભારતમાં હંમેશાથી વ્યાપક પણે બેરોજગારી રહી છે. બીજો વર્ગ માને છે કે બેરોજગારી ક્યારેય આટલી વધી નથી અને વર્તમાન કટોકટી છેલ્લા એક દાયકામાં સર્જાઈ છે. તો સાચું શું અને ખોટું શું? આ મુદ્દાને સમજવા માટે, 1959માં પ્રકાશિત થયેલા દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના કેએન રાજ દ્વારા પ્રખ્યાત રિસર્ચ પેપર પર નજર કરવાની જરૂર છે. આ રિસર્ચ પેપરનું નામ છે - Employment and Unemployment in the Indian Economy: Problems of Classification, Measurement, and Policy. આ રિસર્ચ પેપરમાં કે.એન.રાજ લખે છે, “ભારતમાં બેરોજગારીની સમસ્યા તેની સ્વરૂપ અને સંખ્યા બંને રીતે જટિલ છે. સામાન્ય રીતે કહીએ તો અહીં બેરોજગારીની સમસ્યાને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.

Rozgar Mela, Mission Recruitment, Govt Mission Recruitment
ભરતી મેળો

ભારતમાં બેરોજગારીના 3 પ્રકારો

પ્રથમ આંશિક બેરોજગારી છે. તેનો અર્થ એ છે કે જે લોકો આજીવિકા કમાવવા માટે કંઈક ને કંઇક કરતા રહે છે. આવા લોકો પાસે અમુક દિવસ કામકાજ હોય છે અથવા નથી હોતું. તેને ટુંકી રોજગારી પણ કહી શકાય.

બીજી છુપી બેરોજગારી. તેમા એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ વિચારે છે કે તેમની પાસે કામ છે. પરંતુ હકિકતમાં તેઓ આ પ્રકારના કામમાં રોકાયેલા છે, જેમાં ઉત્પાદકતા ઘણી ઓછી છે. જો તેમના કુલ યોગદાનને સામાજિક ઉત્પાદનના આધારે માપવામાં આવે તો તેઓ ખરેખર બેરોજગાર જણાશે. આને અર્થતંત્રમાં છૂપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.

ત્રીજી સંપૂર્ણ બેરોજગારી છે. ભારતનો સંપૂર્ણ કાર્યબળનો એક હિસ્સો સંપૂર્ણપણે બેરોજગાર હોય છે. આ પ્રકારની બેરોજગારી વિકસિત અને ઔદ્યોગિક અર્થવ્યવસ્થાઓમાં બેરોજગારી માનવામાં આવે છે.

હવે જો ત્રીજા પ્રકારની સંપૂર્ણ બેરોજગારીને જોઇયે તો, એ વાત સાચી છે કે ભારતમાં અગાઉ બેરોજગારીની સ્થિતિ આટલી ખરાબ ક્યારેય ન હતી. ગયા વર્ષે ધ એક્સપ્રેસ ઇકોનોમિસ્ટના એક એપિસોડમાં, રાધિકા કપૂરે ધ્યાન દોર્યું હતું કે ઐતિહાસિક રીતે ભારતમાં સંપૂર્ણ બેરોજગારી દર માત્ર 2% થી 3% હતો. 2017-18માં આ દર 6.1% પર પહોંચી ગયો હતો.

publive-image

પાછલા વર્ષે એવું નોંધવામાં આવ્યું હતું કે બેરોજગારી દર 2% હતો. પરંતુ આ આંકડા સાવધાની સાથે વાંચવો જોઈએ કારણ કે પ્રથમ બે પ્રકારની બેરોજગારી (ટૂંકી રોજગારી અને છૂપી બેરોજગારી) 1970 ના દાયકાના સંપૂર્ણ બેરોજગારી દરોમાં સમાવિષ્ટ ન હતી.

કપૂર જણાવે છેકે, “આપણા જેવા વિકાસશીલ દેશોમાં જ્યાં સુરક્ષા કવચ નથી ત્યાં લોકોને બેરોજગાર રહેવું પોસાય તેમ નથી. "આમ, તેઓ ઘણી વખત ઓછી રોજગારી ધરાવતા હોય છે અથવા પોતાને ઓછી ઉત્પાદકતાના કામમાં રોકેલા રાખે છે." 2% અથવા 3% નો બેરોજગારી દર - જે વિકસિત દેશોમાં જોવા મળતા બેરોજગારી દરની સમકક્ષ છે - એવા ટ્રેન્ડને છુપાવે છે જ્યાં વસ્તીનો મોટો વર્ગ "સ્વ-રોજગાર" અથવા "દૈનિક મજૂરી" માં લાગેલા છે.

શિક્ષિત બેરોજગારી - એક ગંભીર સમસ્યા

આ કારણે જ સ્વરોજગારમાં તાજેતરમાં થયેલો વધારો ચિંતાજનક છે. હવે અહીં ખુલ્લેઆમ બેરોજગારીનો દર વધ્યો છે એટલું જ નહીં, પરંતુ સ્વ-રોજગારી પણ વધી રહી છે. યુવા બેરોજગારી વધુ ખરાબ થઈ રહી છે. આમાં શિક્ષણના સ્તર સાથે વધતી જતી બેરોજગારીનો સમાવેશ થાય છે, અને આ બધા માટે નકારાત્મક લિંગ પાસું પણ છે (દા.ત. વર્કફોર્સમાં મહિલાઓની સંખ્યા સતત ઘટી રહી છે).

વર્ષકેન્દ્ર સરકારે આપેલી નોકરી
2014-15130423
2015-16111807
2016-17101333
2017-1876147
2018-1938100
2019-20147096
2020-2178555
2021-2238850

ભારતમાં યુવાનોની વસ્તીમાં ઝડપથી વધારો થવાને કારણે છેલ્લા એક કે બે દાયકામાં ભારતમાં બેરોજગારીનો દર વધી રહ્યો હોવાનું જણાય છે. તે એવો વર્ગ છે જે સૌથી વધુ બેરોજગારીનો સામનો કરે છે. આ યુવાઓ ભારતના કુલ બેરોજગાર લોકોમાં 80% છે.

ભારતની બેરોજગારીની સમસ્યાનું સમાધાન શું છે?

ભારતમાં જેટલા પ્રમાણમાં નવી નોકરીઓની જરૂર છે તેટલી કોઈપણ સરકાર માટે સીધી રીતે પૂરી પાડવી શક્ય નથી. આ ઉપરાંત નોકરીઓ આપવી એ સરકારનું કામ નથી. સરકારનું કામ સક્ષમ માહોલ બનાવવાનો છે, જેથી અર્થવ્યવસ્થા સ્વયં વધારે નોકરીઓનું સર્જન કરી શકે.

ઉપરાંત, જીડીપીના આંકડાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. તે જણાવશે કે કયા ક્ષેત્રોમાં વિકાસને કારણે આપણો જીડીપી વધી રહ્યો છે. તે એકદમ સ્પષ્ટ છે કે ભારતે તેના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

29 ઓગસ્ટના રોજ એક્સપ્રેસ અડ્ડામાં સામેલ થયેલા રુચિર શર્માએ બેરોજગારી સંકટ વિશે કહ્યું કે, “મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી હોવી જોઈએ. સર્વિસ સેક્ટર ક્યારેય આટલી નોકરીઓનું સર્જન કરી શકે નહીં. આવી ધારણા મારી નથી પરંતુ પૂર્વ એશિયાના અનુભવમાંથી આવે છે."

આ પણ વાંચો | પ્રમોશન લેનારને પણ રોજગાર મેળામાં ચીઠ્ઠી આપી રહી છે સરકાર, વાયદો પુરો કરવા માટે ચાર મહિનામાં આપવી પડશે પાંચ લાખ નોકરીઓ

કેટલાક લોકો કહી શકે છેકે,સરકાર મેક ઈન ઈન્ડિયા અને પીએલઆઈ (પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ મારફતે આવું કરી રહી છે. પરંતુ કપૂર અને અન્ય ઘણા અર્થશાસ્ત્રીઓ કે જેઓ લાંબા સમયથી રોજગારના મુદ્દાઓ પર નજર રાખે છે તેઓ દલીલ કરે છે કે સરકારે શ્રમ પ્રોત્સાહક મેન્યુફેક્ચરિંગની સાથે સાથે નાના અને મધ્યમ ઉદ્યોગો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. એવુ કહેવાય છે કે, મોટાભાગે પીએલઆઇ એ મૂડીપ્રધાન મેન્યુફેક્ચરિંગ પર વધારે ભાર આપ્યું છે.

કેન્દ્ર સરકાર ટ્રેન્ડિંગ ન્યૂઝ નોકરી દેશ કરિયર ભરતી સરકારી નોકરી PM Narendra Modi