/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/IT-Raids-MP-Dhiraj-Sahu.jpg)
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના નિવાસસ્થાનેથી આવકવેરા વિભાગે 318 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી. ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે (તસવીર - સોશિયલ મીડિયા)
IT Raids MP Dhiraj Sahu : કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના નિવાસસ્થાનેથી આવકવેરા વિભાગે 318 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી છે. રિપોર્ટ પ્રમાણે હજુ પણ નોટોની ગણતરી ચાલી રહી છે અને સચોટ આંકડો સામે આવ્યો નથી. આ મામલે ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે, જોકે કોંગ્રેસ તરફથી એક નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ધીરજ સાહુના પૈસા સાથે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવાદેવા નથી અને તેમણે તેનો જવાબ આપવો જોઈએ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે તે જનતાને ભ્રષ્ટાચારની ગેરંટી આપે છે.
કોંગ્રેસ બનાવી દૂરી, ભાજપે ઉઠાવ્યા સવાલ
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસના નેતૃત્વ પર હુમલો કરતા એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું કે ભાઈ, તમારે અને તમારા નેતા રાહુલ ગાંધી બંનેએ જવાબ આપવો પડશે. આ નવું ભારત છે, અહીં રાજપરિવારના નામે લોકોનું શોષણ થવા દેવામાં આવશે નહીં. તમે દોડતા-દોડતા થાકી જશો પરંતુ કાયદો તમને છોડશે નહીં, જો કોંગ્રેસ ભ્રષ્ટાચારની ગેરંટી છે તો મોદીજી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીની ગેરંટી છે. લોકો પાસેથી લૂટેલા એક-એક પૈસો પાછો આપવા પડશે. આ જ તર્જ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે સોશિયલ મીડિયા પર આ દરોડાને લઇને લખ્યું હતું કે લોકો પાસેથી લૂંટાયેલો એક એક પૈસો પાછો આવશે. આ મોદીની ગેરંટી છે.
बंधु जवाब तो देना पड़ेगा, तुमको भी और तुम्हारे नेता राहुल गांधी को भी। ये नया भारत है, यहाँ पर राजपरिवार के नाम पर जनता का शोषण नहीं करने दिया जाएगा।भागते भागते थक जाओगे, लेकिन क़ानून पीछा नहीं छोड़ेगा।
अगर कांग्रेस भ्रष्टाचार की गारंटी है तो मोदी जी भ्रष्टाचार पर कार्यवाही की… pic.twitter.com/4WtnUoXs88— Jagat Prakash Nadda (@JPNadda) December 10, 2023
અમિત શાહે ઇન્ડિયા ગઠબંધનના મૌન પર ઉઠાવ્યા સવાલ
ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા ગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ધીરજ સાહુ પર કોંગ્રેસ પાર્ટીની સાથે સાથે વિપક્ષી ગઠબંધન પણ ચૂપ છે. ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દે મૌન છે કારણ કે ભ્રષ્ટાચાર ભવ્ય જૂની પાર્ટીના સ્વભાવમાં છે. આ મુદ્દે ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જે પક્ષો આ જૂથનો ભાગ છે તેમના મનમાં ડર છે કારણ કે તેમના રહસ્યો ઉજાગર થઈ જશે.
આ પણ વાંચો - કોંગ્રેસ સાંસદના પરિસરમાં દરોડા, 200 કરોડ રૂપિયાની મળી રોકડ, પીએમ મોદીએ કહ્યું – એક-એક પૈસો જનતાને પરત કરવામાં આવશે
કોણ છે ધીરજ સાહુ?
ધીરજ સાહુ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેઓ ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા છે. આ સિવાય તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચતરા લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા છે, જોકે તેઓ જીતી શક્યા ન હતા. ધીરજ પ્રસાદ સાહુનો પરિવાર દારૂના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેની પાસે ઝારખંડના લોહરદગા જિલ્લામાં બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝ છે. આ કંપનીએ 40 વર્ષ પહેલા ઓડિશામાં દેશી દારૂ બનાવવાની શરૂઆત કરી હતી. ધીરજ સાહુનો જન્મ 23 નવેમ્બર 1955ના રોજ રાંચીમાં થયો હતો. તેમના પિતા રાય સાહેબ બલદેવ સાહુ અવિભાજિત બિહારના છોટાનાગપુરના હતા અને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. 2018માં રાજ્યસભામાં ચૂંટાઈ આવવાની પ્રક્રિયામાં ધીરજ સાહુ દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, તેમણે પોતાની સંપત્તિ 34.83 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. એફિડેવિટમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેની પાસે રેન્જ રોવર, ફોર્ચ્યુનર, એક BMW અને એક પજેરો કાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us