ભારતમાં રહેનારા દરેક ‘હિન્દુ’ : RSS પ્રમુખ મોહન ભાગવત

RSS Chief Mohan Bhagwat : મોહન ભાગવતે કહ્યું કે કોઈએ પણ અનુષ્ઠાન કરવાની પોતાની રીતને બદલવાની જરૂર નથી. આરએસએસ પ્રમુખ છત્તીસગઢના સરગુજા જિલ્લામાં અંબિકાપુરના કાર્યાલયમાં સ્વયંસેવકોના એક કાર્યક્રમમાં સંબોધન સમયે આ વાત કહી હતી.

Written by Ankit Patel
Updated : November 16, 2022 07:34 IST
ભારતમાં રહેનારા દરેક ‘હિન્દુ’ : RSS પ્રમુખ મોહન ભાગવત
આરએસએસ ચીફ મોહન ભાગવત

RSS Chief Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે દેશમાં રહેનારા પ્ર્યેક વ્યક્તિ એક હિન્દુ છે અને દરેક ભારતીયોનો ડીએનએ એક સમાન છે. મોહન ભાગવતે કહ્યું કે કોઈએ પણ અનુષ્ઠાન કરવાની પોતાની રીતને બદલવાની જરૂર નથી. આરએસએસ પ્રમુખ છત્તીસગઢના સરગુજા જિલ્લામાં અંબિકાપુરના કાર્યાલયમાં સ્વયંસેવકોના એક કાર્યક્રમમાં સંબોધન સમયે આ વાત કહી હતી.

આરએસએસ ચીફ મોહન ભાગવતે વારંવાર વિવિધતામાં એક્તાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની આ સદીઓ જૂની વિશેષતા છે. હિન્દુત્વ આખી દુનિયાનો એક માત્ર વિચાર છે જે દરેકને એકસાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે. મોહન ભાગતે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આરએસએસની સ્થાપના થઈ હતી (વર્ષ 1925) ત્યારથી ભાર મૂકીને કહી રહ્યો છું કે ભારતમાં રહેનારા દરેક હિન્દુ છે.

આ પણ વાંચોઃ- જી-20 સમિટ 2022 : પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ડિનર ઇવેન્ટમાં થઇ મુલાકાત

જે લોકો ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને આ વિવિધતાઓ છતાં એક્તાની સંસ્કૃતિમાં વિશ્વાસ રાખે છે તેઓ હિન્દુ છે. અમે સતત એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોઈપણ ધર્મ, સંસ્કૃતિ, ભાષા અને ખાન-પાન અથવા વિચારધારાથી હોય તો તે બધા હિન્દુ છે.

આરએસએસમાં કોઈની જ્ઞાતિ પૂછવામાં આવતી નથી

મોહન ભાગવતે કહ્યું કે હવે દેશમાં પહેલાની સરખામણીમાં સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થયો છે. સમગ્ર દેશમાં ઝડપથી વિકસતું આ સંગઠન ખૂબ જ અનોખું છે. સંઘ વિશે જાણવા માટે આપણે કોઈની સાથે સંઘની તુલના કરી શકીએ નહીં. જો આપણે સંઘ વિશે વધુ જાણવું હોય તો આપણે તેમાં જોડાવું પડશે. જ્યારે આપણે સંઘમાં જોડાઈશું ત્યારે સંઘની મહાનતા સમજાશે. સંઘની શાખામાં કોઈની જ્ઞાતિ પૂછવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ- કેન્દ્ર પર ફંડ જાહેર ન કરવાનો આરોપ લગાવી મમતા બેનર્જીએ કહ્યું- હું પ્રધાનમંત્રીને મળી, હવે શું તેમના પગમાં પડી જાઉં?

મોહન ભાગવતે સંઘના કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં કહ્યું કે, સંઘનું કામ વ્યક્તિગત અને રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ અને લોકોમાં એકતા લાવવાનું છે. તેમણે દરેકની આસ્થાનું સન્માન કરવા પર ભાર મૂક્યો અને કહ્યું કે તમામ ભારતીયોનો ડીએનએ સમાન છે અને તેમના પૂર્વજો સમાન હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે 40,000 વર્ષ જૂના ‘અખંડ ભારત’નો હિસ્સો દરેક ભારતીય પાસે સમાન ડીએનએ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ