આરએસએસ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwavt) ના નિવેદન “દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ તેમણે મોટા હોવાની ભાવના છોડી દેવી પડશે” પર રાજકારણ ગરમાયું છે. ત્યારે સંઘ સંલગ્ન પ્રકાશનોના આયોજક અને પંચજન્યને આપેલા ઇન્ટરવ્યૂમાં મોહન ભાગવતે ટિપ્પણી કરી હતી કે, ‘શા માટે હિંદુ આક્રમકતા હતી અને મુસ્લમાનોને તેના વર્ચસ્વના દાવાને તપાસ કરવા માટે કહેતી હતી. ભાગવતે તેની આ ટિપ્પણીના અંતમાં કહ્યું કે, ‘બધુ બદલાઇ શકે છે સિવાય ભારત એક હિંદુ રાષ્ટ્ર છે’.
આ સાથે મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘ક્યારેક એવી પરિસ્થિતિ પેદા થઇ જાય છે, જે તમને દિશા બદલવા માટે મજબૂર કરે છે. આવામાં આપણે અણધારી દિશા તરફ અજાણમાં દોરી જતા હોય છીએ, પરંતુ સાચી દિશા ક્યારેય ન ચૂકાઇ. હિંદુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે’.
મોહન ભાગવતની આ પ્રતિક્રિયા તાજેતરના વર્ષોમાં સંધ દ્વારા કરાયેલા અનેક ફેરફારનો પગલે સામે આવી છે. જેમાં તેના ગણવેશ, તેની કાર્યશૈલી તેમજ લોકોની મેજબાનીને તેના ખુલ્લાપણાના સંકેતના રૂપમાં જોવા મળે છે. મોહન ભાગવતે ઇન્ટરવ્યૂ (Mohan bhagwat latest interview) માં કહ્યું હતું કે, હિંદુઓ વિવિધ તાકતો સામે 1,000 કરતા વધુ વર્ષથી લડાઇ લડી રહ્યા છે. ત્યારે સ્વભાવિક છે કે તેમની ધીરજ ખુંટી હોય અને તેઓ આક્રમક બને. ભાગવતની આ પ્રતિક્રિયા ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે ત્યારે સામે આવ્યું છે.
મોહન ભાગવતે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, ચેલેન્જ તો આવશે પણ આપણે આપણી રણનીતિમાં બદલવી જોઇએ નહીં. આપણે યોજના અનુસાર લડાઇ લડતા હોઇએ છીએ. મોહન ભાગવતે વર્ષ 2018માં દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં કહ્યું હતું કે, હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે દેશમાં મુસલમાનો માટે કોઇ સ્થાન નથી. જે દિવસે એવું કહેવામાં આવશે કે અહીં મુસ્લિમો અનિચ્છનીય છે, હિન્દુત્વનો ખ્યાલ ખતમ થઈ જશે.
જૂન 2022માં નાગપુર ખાતે ત્રીજા શિવિર સમાપન સત્રમાં મોહન ભાગવતે પોતાના સંબોઘનમાં કહ્યું હતું કે, દરેક મસ્જિદમાં શિવલિંગની શોધ કરવાની આવશ્યક્તા નથી. તો નવેમ્બર માંસમાં ભાગવતે મુસ્લિમ પ્રમુખો અને ઇમામો સાથે વાતચીત કર્યા બાદ અંબિકામાં આયોજીત એક કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે લોકો ભારતને પોતાની માતૃભૂમિ માને છે, વિવિધતામાં એકતાની સંસ્કૃતિ સાથે રહેવા માંગે છે અથવા આ દિશામાં પ્રયાસ કરે છે ભલે તે કોઇ પણ ધર્મ, સંસ્કૃતિ, ભાષા કે પછી ખાન-પાનની આદત તથા વિચારધારાનું પાલન કરતો હોય. તે હિંદુ છે.
આપને જણાવી દઇએ કે, મોહન ભાગવતનો આ ઇન્ટરવ્યૂ ગોવામાં આરએસએસના ટોચના નેતાઓની બેઠકના ત્રણ દિવસ બાદ સંઘ સાથે જોડાયેલા પ્રકાશનો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ બેઠકમાં ભાજપ સરકારોની કામગીરી પ્રત્યે ઘણા હાર્ડકોર કેડરોની નારાજગી અને સંગઠનમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
રસપ્રદ વાત એ છે કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પણ, આંધ્રપ્રદેશ-કર્ણાટક સરહદ પરના મંત્રાલયમાં આરએસએસ અને તેના સહયોગી સંગઠનોના ટોચના નેતાઓની એક બેઠકે કેન્દ્ર સરકારને EWS આરક્ષણ લાગુ કરવા અને તેની વ્યૂહરચના બદલવા માટે પ્રેરિત કર્યા હોવાનું માનવામાં આવે છે.
બીજેપી પર નિર્દેશિત સંદેશમાં RSSના પ્રમુખએ કાર્યકર્તાઓને સત્તામાં રહેવાતી થતાં લાભોથી અંતર જાળવવા માટે ચેતવણી આપી છે. કારણ કે કાર્યકર્તાઓ રાજનીતિમાં જે કંઇ પણ પ્રવૃતિ કરે છે, તેમના માટે સંધને જવાબદાર ઠેરવવામાં આવે છે. કારણ કે તેઓની નિશ્વિતરૂપે એક જવાબદારી હોય છે. તેમજ આ સંઘ દ્વારા જ કાર્યકર્તાઓને તાલિમ આપવામાં આવે છે.
આ તરફ મોહન ભાગવતે સંઘમાં મહિલા ભાગીદારી વધારવા વિશે પણ વાત કરી હતી. જેના સંદર્ભે તેઓએ કહ્યું કે, કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં શાળા-કોલેજ જતી છોકરીઓ પણ શાખામાં જાય છે. આજે અમે તેમને નથી કહેતા, ‘આ તમારા માટે નથી’. અમે માત્ર તેમને પોતાના જૂથો બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ. અમે આવા કાર્યોને કેવી રીતે ઔપચારિક બનાવવું, આપણે વિચારવું પડશે… અને અમે તે ટૂંક સમયમાં કરીશું,” આરએસએસના વડાએ જણાવ્યું હતું કે, હવે સંઘની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કુટુમ્બ પ્રબોધન છે, જે પરિવારોને નિર્દેશિત કરે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભાગવતે કહ્યું, “હિંદુ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને અમને સાથે લેવાની વૃત્તિ છે.” આના કારણે આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી. તેઓ છે, રહેવા માગે છે, રહે. પૂર્વજ પાસે પાછા આવવું છે, આવો. તેના મગજમાં છે. ભાગવતે કહ્યું, “ઈસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી રાજા બનીશું… આને છોડવું પડશે અને અન્યને પણ છોડવું પડશે.” જો કોઈ હિન્દુ આવું વિચારતો હોય તો તે પણ (આ લાગણી) છોડવી પડશે. સામ્યવાદીએ પણ છોડવું પડશે.