મોહન ભાગવતના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીનો પલટવાર, ભારતીય મુસલમાનોને પીએમ મોદી કેમ ગળે નથી લગાવતા?

mohan bhagwat vs asaduddin owaisi : આરએસએસ (RSS) ચીફ મોહન ભાગવતના નિવેદન બાદ aimim ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

mohan bhagwat vs asaduddin owaisi : આરએસએસ (RSS) ચીફ મોહન ભાગવતના નિવેદન બાદ aimim ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

મોહન ભાગવત અને અસદુદ્દીન ઓવૈસી (ફોટો - સોશિયલ મીડિયા)

Asaduddin Owaisi comment on Mohan Bhagwat: આરએસએસના વડા મોહન ભાગવતે ભારતીય મુસ્લિમો (Indian Muslims) ને લઈને નિવેદન આપ્યું હતું, જેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે. વાસ્તવમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોએ ડરવાનું કંઈ નથી, પરંતુ તેઓએ વર્ચસ્વનો તેમનો દાવો છોડી દેવો જોઈએ. ભાગવતના આ નિવેદન પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે.

Advertisment

અમે ભારતીય છીએ કારણ કે અલ્લાહ ઈચ્છે છે - અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસીએ મોહન ભાગવત પર નિશાન સાધતા એક પછી એક અનેક ટ્વિટ કર્યા. ઓવૈસીએ ટ્વીટ કર્યું, “મુસલમાનોને ભારતમાં રહેવા કે આપણા ધર્મનું પાલન કરવા દેનાર મોહન કોણ છે? અમે ભારતીય છીએ કારણ કે અલ્લાહની ઈચ્છા હતી. તેઓ અમારી નાગરિકતા પર શરતો મુકવાની હિમ્મત કેવી રીતે કરી શકે? અમે અહીં અમારી આસ્થાને સમાવવા અથવા નાગપુરમાં કથિત બ્રહ્મચારીઓના સમૂહને ખુશ કરવા માટે નથી."

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “મોહન કહે છે કે, ભારતને કોઈ બાહ્ય ખતરો નથી. સંઘીઓ દાયકાઓથી આંતરિક દુશ્મનો અને યુદ્ધની સ્થિતિના રોતડા રોઈ રહ્યા છે અને લોક કલ્યાણ માર્ગમાં તેમના પોતાના સ્વયંસેવકો કહે છે કે કોઈએ પ્રવેશ કર્યો નથી. ચીન માટે આ 'ચોરી' અને સાથી નાગરિકો માટે 'સિનાઝોરી' શા માટે? જો આપણે ખરેખર યુદ્ધમાં છીએ, તો શું સ્વયંસેવક સરકાર 8 વર્ષથી વધુ સમયથી ઊંઘી રહી છે? આરએસએસની વિચારધારા ભારતના ભવિષ્ય માટે ખતરો છે. ભારતીયો જેટલા વહેલા વાસ્તવિક આંતરિક દુશ્મનોને ઓળખી લે તેટલું સારું."

મોહન ભાગવતને હિન્દુઓના પ્રતિનિધિ તરીકે કોણે પસંદ કર્યા? - ઓવૈસી

ઓવૈસી અહીં જ અટક્યા નથી. તેમણે આગળ ટ્વીટ કર્યું, “કોઈ પણ સંસ્કારી સમાજ ધર્મના નામે આવી નફરત અને કટ્ટરતાને સહન કરી શકે નહીં. મોહનને હિંદુઓના પ્રતિનિધિ તરીકે કોણે પસંદ કર્યા? 2024માં ચૂંટણી લડશો? સ્વાગત છે. એવા ઘણા હિંદુઓ છે જેઓ આરએસએસની વર્ચસ્વના નિવેદનથી પોતાને છોટા અનુભવે, જે દરેક લઘુમતીને કેવું લાગે છે, આતો દૂરની વાત છે. જો તમે તમારા જ દેશમાં વિભાજન કરવામાં વ્યસ્ત હોવ તો તમે વિશ્વને વસુધૈવ કુટુંબકમ કહી શકતા નથી.”

Advertisment

વધુમાં, ઓવૈસીએ ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો, "પીએમ અન્ય દેશોના તમામ મુસ્લિમ નેતાઓને કેમ ગળે લગાવે છે? પરંતુ આપણા દેશમાં એક પણ મુસલમાનને ગળે મળતા નથી જોયા. આ અભદ્ર ભાષા નથી તો શું છે?"

આ પણ વાચો -

મોહન ભાગવતે શું કહ્યું, જાણો

મોહન ભાગવતે મેગેઝિન ઓર્ગેનાઈઝર અને પંચજન્યને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હિંદુઓમાં આવી કટ્ટરતા નથી. તેમણે કહ્યું કે, ભારતમાં ઈસ્લામ માટે ડરવાની કોઈ વાત નથી. પરંતુ મુસ્લિમોએ તેમની વર્ચસ્વતાની મોટી-મોટી વાતો છોડી દેવી જોઈએ.

PM Narendra Modi અસદુદ્દીન ઓવૈસી દેશ ભાજપ મોહન ભાગવત