દુનિયાની છ મોટી અર્થ વ્યવસ્થાઓમાં એક ભારત, પરંતુ શું અહીંની સ્થિતિ સારી છે? RSS મહાસચિવે ઉઠાવ્યો ગરીબી, બેરોજગારીનો મુદ્દો

RSS gen secy Dattatreya Hosabale: ભારત દુનિયાભરની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. પરંતુ શું અહીંની સ્થિતિ સારી છે. તેમણે દેશમાં ગરીબી અને બેરોજગારી ઉપર ચિંતા વ્યક્ત કરી અને ભારતની ઉદ્યમિતા અને સ્વરોજગારી વધારવા ઉપર ભાર મુક્યો હતો.

RSS gen secy Dattatreya Hosabale: ભારત દુનિયાભરની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. પરંતુ શું અહીંની સ્થિતિ સારી છે. તેમણે દેશમાં ગરીબી અને બેરોજગારી ઉપર ચિંતા વ્યક્ત કરી અને ભારતની ઉદ્યમિતા અને સ્વરોજગારી વધારવા ઉપર ભાર મુક્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

RSS મહાસચિવે ઉઠાવ્યો ગરીબી, બેરોજગારીનો મુદ્દો

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે રવિવાર (2 ઓક્ટોબર 2022)ના દિવસે દેશમાં ગરીબી, બેરોજગારી અને વધતી અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો છે. આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ કહ્યું હતું કે આર્થિક અસમાનતા એક મુખ્ય મુદ્દો છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ભારત દુનિયાભરની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. પરંતુ શું અહીંની સ્થિતિ સારી છે. તેમણે દેશમાં ગરીબી અને બેરોજગારી ઉપર ચિંતા વ્યક્ત કરી અને ભારતની ઉદ્યમિતા અને સ્વરોજગારી વધારવા ઉપર ભાર મુક્યો હતો.

Advertisment

દેશની 50 ટકા વસ્તી પાસે દેશની આવકના માત્ર 13 ટકા જ છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની 1 ટકા વસ્તી પાસે દેશની આવકના પચાસમો ભાગ છે. જ્યારે દેશની 50 ટકા વસ્તી પાસે દેશની આવકના માત્ર 13 ટકા જ છે. ગરીબી અને વિકાસ ઉપર સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણીઓનો હવાલો આપતા હોસાબેલે કહ્યું હતું કે, દેશના મોટા ભાગમાં પણ હજી પણ સ્વચ્છ પાણી અને પૌષ્ટીક આહાર નથી. નાગરિક સંઘર્ષ અને શિક્ષણનું ખરાબ સ્તર પણ ગરીબીનું એક કારણ છે. એટલા માટે નવી શિક્ષા નીતિની શરુઆત કરવામાં આવી છે. એટલું જ નહીં જળવાયુ પરિવર્તન પણ ગરીબીનું એક કારણ છે. અનેક જગ્યાઓ ઉપર સરકારની અક્ષમતા ગરીબીનું કારણ છે.

23 કરોડ લોકોની પ્રતિદિન આવક રૂ.375, દેશમાં ચાર કરોડ બેરોજગાર

તેમણે કહ્યું કે દેશમાં ગરીબી દાનવની જેમ એક સમાન ઊભી છે. જેને નષ્ટ કરવી ખૂબ જ જરુરી છે. તેમણે દેશમાં ગરીબીને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે "20 કરોડ લોકો હજી પણ ગરીબી રેખાથી નીચે છે. આ એક એવો આંકડો છે જે દુઃખ પહોંચાડે છે. 23 કરોડ લોકોની પ્રતિદિન આવક 375 રૂપિયાથી ઓછી છે. દેશમાં ચાર કરોડ બેરોજગાર છે."

છ સંગઠનોની ભાગીદારીની સાથે લગભગ 700 જિલ્લાઓમાં આંદોલન સક્રિય

આરએસએસ છેલ્લા એક વર્ષથી સ્થાનિક અને ગ્રામિણ અર્થવ્યવસ્થાઓને પ્રોત્સાહન આપીને ઉદ્યમિતા અને સ્વરોજગારને બળ આપવા માટે એક અભિયાન ચલાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વદેશી જાગરણમંચ સહિત આરએસએસ સાથે જોડાયેલા છ સંગઠનોની ભાગીદારીની સાથે લગભગ 700 જિલ્લાઓમાં આંદોલન સક્રિય કરવામાં આવ્યું છે.

Advertisment

સ્વાવલંબી ભારત અભિયાન શરુ કરવામાં આવ્યું હતું

હોસાબલેએ વધુમાં જણાવ્યું હતું કે, "કોરોનાના સમયમાં અમે શીખ્યું કે સ્થાનિક જરૂરતો પ્રમાણે અને સ્થાનિક પ્રતિભાઓનો ઉપયોગ કરીને ગ્રામ્ય સ્તર ઉપર રોજગાર ઊભો કરવાની સંભાવના છે. એટલા માટે સ્વાવલંબી ભારત અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. અમારે માત્ર અખિલ ભારતીય સ્તરની યોજનાઓની જ નહીં પરંતુ સ્થાનિક યોજનાઓની પણ જરૂરત છે. આ કૃષિ, કૌશલ્ય વિકાસ, માર્કેટિંગ વગેરે વિસ્તારમાં કરવામાં આવી શકે છે. અમે કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરી શકીએ છીએ. આ પ્રકારે ચિકિત્સાના ક્ષેત્રમાં પણ સ્થાનિક સ્તર ઉપર અનેક આયુર્વદિક ઔષધીઓનું નિર્માણ કરી શકાય છે. અમે સ્વરોજગાર અને ઉદ્યમિતામાં રસ દાખવનારા લોકોને શોધવાની જરૂરત છે."

દેશ