mohan bhagwat : આરએસએસના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે ભારત સતત આગળ વધી રહ્યું છે, જે રાક્ષસી શક્તિઓને પસંદ આવી રહ્યું નથી. આ લોકોને ભારતના લોકોની એકતા પસંદ નથી. તેઓ ભારતીય લોકોને તોડવા માગે છે.
નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (rss)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભગવાન જગન્નાથની કૃપાથી ભારતના તમામ લોકો ભારતના ભાગ્યનો રથ ખેંચી રહ્યા છે. ભારત આગળ વધી રહ્યું છે. આ રાક્ષસી શક્તિઓને તે ગમતું નથી. તેઓ અલગ-અલગ વિષયો લાવીને ભારતીય લોકોને લડાવવા માંગે છે કારણ કે કળિયુગમાં હળીમળીને રહેવું સૌથી શ્રેષ્ઠ છે.
તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે ભારતના લોકો સાથે રહીએ છીએ ત્યાં સુધી દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે જે આપણને હરાવી શકે. એટલા માટે તેઓ આપણને તોડવા માંગે છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો સ્વાર્થ સાધવા સમાજને તોડવાનો પ્રયાસ કરે છે. દેશને તોડવાની કોશિશ સમાજની બહારથી થઈ રહી છે. કમનસીબે તેઓને તેમનો સ્વાર્થ પુરો કરવા માટે ભારતમાં પણ લોકો મળી જાય છે.
આ પણ વાંચો – NDA માં સામેલ થશે જીતનરામ માંઝી? બે દિવસથી છે દિલ્હીમાં, અમિત શાહ સાથે મુલાકાત કરી
મોહન ભાગવતે કહ્યું કે આવા લોકોથી સાવધાન રહીને આપણે આગળ વધવાનું છે. જગન્નાથનું સ્મરણ મનમાં રાખવું, હળીમળીને ચાલવાનું જે પ્રચલન છે તે પોતાનામાં રાખો, તેનાથી દેશ પણ આગળ આવશે. દુનિયાને આવી શક્તિ સુખી બનાવશે.