Earthquake: 8થી વધુ તીવ્રતાના ભૂકંપ માટે ભારત કેટલું સક્ષમ? સરકાર દ્વારા ક્યાં પગલાં લેવાયા છે?

Russia Earthquakes Tsunami Warning: રશિયામાં 8.7 તીવ્રતાનો ભૂકંપ અને જાપાનમાં સુનામી આવી છે. હવે ભારતના લોકોમાં પણ એક ડર છે કે, જો રશિયા જેમ 8 થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો ભારતમાં શું થાય? શું સરકારે કોઈ પગલાં લીધાં છે?

Written by Ajay Saroya
July 30, 2025 14:07 IST
Earthquake: 8થી વધુ તીવ્રતાના ભૂકંપ માટે ભારત કેટલું સક્ષમ? સરકાર દ્વારા ક્યાં પગલાં લેવાયા છે?
Earthquake In India : ભારતમાં 59 ટકા વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ છે. (Photo: Social Media)

Russia Earthquakes Tsunami Warning: રશિયાના કામચાટકામાં 30 જુલાઇ, 2025 બુધવારે સવારે 8.7 તીવ્રતાના ભયંકર ભૂકંપના થોડા સમય બાદ રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના ઉત્તરી ટાપુ હોક્કાઇડોના દરિયા કિનારે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. થોડા મહિના પહેલા મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી થઇ હતી. ઘણી મોટી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, ઘણા રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા, સેંકડો લોકો ગુમ થયાના પણ અહેવાલ છે. ભારતમાં પણ ઘણી વખત ભૂકંપ આવે છે, જેની તીવ્રતા અલગ અલગ હોય છે. હવે ભારતના લોકોમાં પણ એક ડર છે કે, જો રશિયા જેટલી 8 થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો ભારતમાં શું થાય? શું ભારત મોટા ભૂકંપનો સામનો કરવા માટે તૈયાર છે? શું સરકારે કોઈ પગલાં લીધાં છે?

ભૂકંપ કેટલો ભયંકર હોય છે?

ભારતનો 59 ટકા વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ માનવામાં આવે છે. અહી પણ નવેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કુલ 159 ભૂકંપના આંચકા આવ્યા હતા. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડે ભૂકંપની દ્રષ્ટિએ ભારતને 4 ઝોનમાં વહેંચ્યું છે, તેને સિસ્મિક ઝોન (Seismic Zone) પણ કહેવામાં આવે છે.

સિસ્મિક ઝોનજોખમનું પ્રમાણમુખ્ય વિસ્તારો
ઝોન Vખૂબ સક્રિયહિમાલયનો વિસ્તાર, ઉત્તર-પૂર્વ, કચ્છ, આંદામાન અને નિકોબાર ટાપુઓ
ઝોન IVઊંચુંદિલ્હી, જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તાર, હરિયાણા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ
ઝોન IIIમધ્યમમહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ
ઝોન IIઓછુંડેક્કન પલટન, મધ્ય ભારત

આમ તો ભારતમાં ઘણા ભૂકંપ આવ્યા છે, પરંતુ બે સૌથી ભયાનક માનવામાં આવે છે. ઘણા લોકો માર્યા ગયા, ઇમારતોને ભારે નુકસાન થયું.

સાલસ્થળભૂકંપ તીવ્રતામૃત્યુંઆંક
1905કાંગડા, હિમાચલ પ્રદેશ819,800
2001ભૂજ, ગુજરાત7.912,932

ધરતીકંપોનો સામનો કરવા માટે કયાં પગલાં લેવાયા છે?

હવે ભારતની તમામ સરકારોને ખ્યાલ આવી ગયો છે કે દેશમાં ગમે ત્યારે મોટી તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. આવી સ્થિતિમાં, અનેક પગલાં લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જો 2014 સુધીમાં માત્ર 80 સિસ્મિક વેધશાળાઓ (Seismic Observatories) હતી, તો 2025 સુધીમાં તે આંકડો વધીને 168 થઈ ગયો છે. તેવી જ રીતે સમગ્ર દેશમાં ભૂકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઉત્તરાખંડમાં વર્ષ 2021માં જ ભૂકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમ આવી ગઇ છે. જે પણ તેની ફાઇડિંગ આવે છે, તેને BhuDEV (Bhukamp Disaster Early Vigilante) એપ્લિકેશન પર મોકલવામાં આવે છે.

હવે એક તરફ ટેકનોલોજીની મદદથી ભૂકંપના ખતરાથી બચવાનો પ્રયાસ થઇ રહ્યો છે તો બીજી તરફ લોકોને જાગૃત કરવા પણ જરૂરી છે. આ કારણે એનડીએમએ એ આ વર્ષે માર્ચમાં ‘ફેસિંગ ડિઝાસ્ટર’ નામનું એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. તેનું ટેલીવિઝન પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે વર્ષ 2016માં પીએમ મોદીએ પણ ભૂકંપની ગંભીરતા સમજીને 10 મુદ્દાનો એજન્ડા તૈયાર કર્યો હતો. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આ પગલાંને જરૂરી માનવામાં આવ્યા હતા. આ સૂચિમાં પ્રારંભિક ચેતવણી પ્રણાલી રજૂ કરવાથી માંડીને વીમા પોલિસીમાં મોટા ફેરફારો કરવા સુધીની હતી.

આફતમાં કઇ સંસ્થા શું કામ કરે છે?

એજન્સીનું નામકામગીરી
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)2006માં સ્થપાયેલી કુલ 16 બટાલિયન
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ભારતમાં 1898થી ભૂકંપની નોંધણી થઈ રહી છે, પ્રારંભિક ચેતવણી પ્રણાલી પર સંશોધન
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)વર્ષ 2005માં શરૂઆત, વડાપ્રધાને પોતે અધ્યક્ષતા કરે છે, આપત્તિઓથી બચવાની યોજના બનાવે છે
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ (SDMAs)રાજ્યના મુખ્યમંત્રી તેમના સ્તરે યોજનાઓ તૈયાર કરે છે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)તાલીમ અને સંશોધન માટે 1995માં શરૂઆત થઇ

આમ તો, સમયાંતરે લોકો માટે ગાઇડલાઇન્સ પણ બહાર પાડવામાં આવે છે. 2019માં હોમ ઓનર્સ ગાઈડ દ્વારા લોકોને પોતાનું ઘર કેવી રીતે બનાવવું તે વિશે જણાવવામાં આવ્યું હતું જેથી મોટો ભૂકંપ આવે તો તેને બચાવી શકાય. એ જ રીતે, 2021 માં, સરળ માર્ગદર્શિકા બહાર આવી હતી, જ્યારે બહુમાળી ઇમારતો માટેના સલામતી ધોરણોને ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવ્યા હતા.

બાય ધ વે, સમયાંતરે લોકો માટે ગાઇડલાઇન્સ પણ બહાર પાડવામાં આવે છે. 2019માં હોમ ઓનર્સ ગાઈડ દ્વારા લોકોને પોતાનું ઘર કેવી રીતે બનાવવું તે વિશે જણાવવામાં આવ્યું હતું જેથી મોટો ભૂકંપ આવે તો તેની સુરક્ષા કરી શકાય. એ જ રીતે, 2021માં, એર માર્ગદર્શિકા બહાર આવી હતી, જેમા બહુમાળી ઇમારતો માટેના સલામતી ધોરણોને ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવ્યા હતા. 20 વર્ષ પહેલા ભારત સહિત 14 દેશોમાં આવેલી સુનામી એ ભયંકર મચાવી હતી. વધુ વાંચવા ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ