સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીથી નારાજ? અચાનક મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું

Swami Prasad Maurya : સ્વામી પ્રસાદ મૌર્ય છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે

Written by Ashish Goyal
Updated : February 13, 2024 21:44 IST
સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીથી નારાજ? અચાનક મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું
સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું (File/ Express Photo by Vishal Srivastav)

Swami Prasad Maurya Resign : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થનાર સ્વામી પ્રસાદ મૌર્ય છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્યએ અચાનક સમાજવાદી પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું સપા પ્રમુખ અખિ લેશ યાદવને મોકલી આપ્યું છે. સ્વામી પ્રસાદ યાદવે પોતાના રાજીનામાનું કારણ પણ આપ્યું છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાના એક્સ હેન્ડલ પર રાજીનામાની કોપી પણ શેર કરી છે. તેમાં તેમણે ઘણું લાંબુ કારણ જણાવ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ લખ્યું છે કે તેઓ પછાત, દલિતો અને આદિવાસીઓ માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમણે કહ્યું છે કે પરંતુ પાર્ટી સતત આ નારાને બેઅસર કરવાની કોશિશ કરી રહી છે.

પોતાના રાજીનામામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર કટાક્ષ કર્યો

સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાના રાજીનામામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે પાર્ટીના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓએ ચુપ રહેવાને બદલે મારા અંગત નિવેદનો કહીને કાર્યકર્તાઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો હતો. મને એ નથી સમજાતું કે હું એક રાષ્ટ્રીય મહાસચિવ છું, જેમનું નિવેદન વ્યક્તિગત નિવેદન બની જાય છે અને પાર્ટીના કેટલાક રાષ્ટ્રીય મહાસચિવો અને નેતાઓ છે જેમનું દરેક નિવેદન પાર્ટીનું બની જાય છે. એક જ સ્તરના પદાધિકારીઓમાં કેટલાકના વ્યક્તિગત કેટલાક પાર્ટીના નિવેદનો કેવી રીતે થઇ જાય છે, તે સમજની બહાર છે.

આ પણ વાંચો – ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધી, કહ્યું – કોંગ્રેસ દરેક પાક પર MSPની કાનૂની ગેરંટી આપશે

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે આશ્ચર્યજનક વાત એ છે કે મારા આ પ્રયાસને કારણે આદિવાસીઓ, દલિતો અને પછાતોનો ટ્રેન્ડ સમાજવાદી પાર્ટી તરફ વધ્યો છે. વધી રહેલો જનાધાર પાર્ટીનો અને જનાધાર વધારવાના પ્રયાસો અને નિવેદનો પાર્ટીના નહીંને વ્યક્તિગત કેવા? હું માનું છું કે જો રાષ્ટ્રીય મહામંત્રીના હોદ્દા પર પણ ભેદભાવ હોય તો આવા ભેદભાવપૂર્ણ, મહત્વહીન હોદ્દા પર ચાલુ રહેવાનું કોઈ વાજબીપણું નથી. આથી હું સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપું છું, મહેરબાની કરીને તેનો સ્વીકાર કરો.

સ્વામી પ્રસાદ મૌર્ય વિવાદિત નિવેદનનો કારણે ચર્ચામાં રહે છે

ઉલ્લેખનીય છે કે સ્વામી પ્રસાદ મૌર્યએ છેલ્લા કેટલાક દિવસોમાં રામ ચરિત માનસથી લઇને રામ મંદિરના ઉદ્ઘાટન મુદ્દે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. જ્યારે પણ કોઇ વરિષ્ઠ નેતાને આ અંગે વાત કરવામાં આવતી ત્યારે તે મૌર્યના વ્યક્તિગત નિવેદન ગણાવીને નજરઅંદાજ કરી દેતા હતા. હવે સ્વામી પ્રસાદ મૌર્યએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો હું પાર્ટીનો જનરલ સેક્રેટરી છું તો મારું નિવેદન વ્યક્તિગત કેવી રીતે હોઈ શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ