Samrat Chaudhary : સમ્રાટ ચૌધરી કોણ છે? જે બિહારના નવા ડેપ્યુટી સીએમ બન્યા, રાબડી સરકારમાં પણ મંત્રી હતા

Samrat Chaudhary Deputy CM Of Bihar : સમ્રાટ ચૌધરી બિહારના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને બિહારમાં નવી સરકાર બનાવી રહ્યા છે.

Samrat Chaudhary Deputy CM Of Bihar : સમ્રાટ ચૌધરી બિહારના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને બિહારમાં નવી સરકાર બનાવી રહ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
samrat chaudhary | bihar deputy cm samrat chaudhary | who is samrat chaudhary | bihar deputy cm name | nitish kumar | bihar politics crisis |

સમ્રાટ ચૌધરી હાલ બિહાર રાજ્ય ભાજપ અધ્યક્ષ છે અને રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બની રહ્યા છે. (Photo - @samrat4bjp)

Bihar Politics News: સમ્રાટ ચૌધરી બિહારના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. બિહારમાં સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર ભાજપની મદદથી સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેમની સાથે બે ડેપ્યુટી સીએમમાંથી એક ભાજપના નેતા સમ્રાટ ચૌધરી હશે. રાજકારણમાં ત્રણ દાયકા પૂર્ણ કરનાર સમ્રાટ ચૌધરીએ ભાજપના સંગઠન અને સરકાર બંનેમાં પોતાની ભૂમિકા ભજવી છે. તેમણે ધારાસભ્ય, મંત્રી તેમજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાર્ટીની સેવા કરી છે. સમ્રાટ ચૌધરી કોળી જ્ઞાતિમાંથી આવે છે અને ભાજપમાં એક અગ્રણી ઓબીસી ચહેરો છે.

Advertisment
Nitish kumar | nitish kumar jdu chief | nitish kumar Bihar CM | jdu chief
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. (Photo - @NitishKumar)

પિતા પાસેથી વારસામાં મળ્યું રાજકારણ, સત્તા - સંગઠન બંનેમાં આપી સેવા

સમ્રાટ ચૌધરીની રાજકીય કારકિર્દી 1990માં લાલુ પ્રસાદ યાદવની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે શરૂ થઈ હતી. રાજકારણમાં વિવિધ હોદ્દાઓ પર એક સામાન્ય કાર્યકર તરીકે કામ કર્યા પછી, 19 મે 1999 ના રોજ, તેમને બિહારમાં રાબડી દેવી સરકારમાં કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા. તેઓ 2000 અને 2010માં પરબટ્ટા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2010માં તેમને વિધાનસ

ભામાં વિરોધ પક્ષના ચીફ વ્હીપની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ 2014માં તેમણે રાજ્યના શહેરી વિકાસ અને મકાન વિભાગના પ્રધાનનો હોદ્દો સંભાળ્યો. 2018માં, તેઓ લાલુ પ્રસાદથી અલગ થઈ ગયા અને ભાજપમાં જોડાયા અને પાર્ટીએ તેમને બિહારના રાજ્ય ઉપાધ્યક્ષ બનાવ્યા. હાલમાં તેઓ વિધાન પરિષદના સભ્ય છે. માર્ચ 2023માં સંજય જયસ્વાલની જગ્યાએ સમ્રાટ ચૌધરીને બિહાર રાજ્ય ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

Advertisment

મુંગેરમાં જન્મે થયો, મદુરાઈમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું

સમ્રાટ ચૌધરીનું ઉપનામ રાકેશ કુમાર છે. તેમનો જન્મ 16 નવેમ્બર 1968ના રોજ મુંગેરના લખનપુર ગામમાં પાર્વતી દેવી અને શકુની ચૌધરીને ત્યાં થયો હતો. સમ્રાટ ચૌધરી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા શકુની ચૌધરી સાત વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. તેમની માતા પાર્વતી દેવી રાપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

સમ્રાટ ચૌધરી એ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને દક્ષિણની મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી પીએફસીની ડિગ્રી ધરાવે છે. તેણે 2007માં મમતા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. સમ્રાટ ચૌધરીને બે બાળકો છે. પુત્રનું નામ પ્રણય પ્રિયમ ચૌધરી અને પુત્રીનું નામ ચારુ પ્રિયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં રાજકીય ગતિવિધિઓમાં ઝડપી પરિવર્તનને કારણે એવું માનવામાં આવતું હતું કે જેડીયુ આરજેડી સાથેના સંબંધો તોડી નાંખશે અને ભાજપ સાથે સરકાર બનાવીને ફરીથી એનડીએનો ભાગ બનશે. રવિવારે નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપતા તમામ અટકળો પર પૂર્ણ વિરામ આવ્યો છે. હવે આજે સાંજે નીતિશ કુમાર અને નવા બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે.

આ પણ વાંચો | નીતિશ કુમાર : 23 વર્ષમાં 8 વખત બિહારના મુખ્યમંત્રી બન્યા! પક્ષ પલટુ પોલિટિક્સમાં નીતીશના નામે મોટો રેકોર્ડ

બિહારમાં નીતિશ કુમારની નવી સરકારમાં સમ્રાટ ચૌધરી ઉપરાંત વિજય સિન્હા પણ ભાજપના સમર્થનથી નાયબ મુખ્યમંત્રી બનશે. નીતિશ કુમાર નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.

નીતિશ કુમાર bihar ટ્રેન્ડિંગ ન્યૂઝ politics ભાજપ