Samudrayan Deep Ocean Mission : ભારતના વૈજ્ઞાનિકો દ્વારા અંતરીક્ષમાં ગગનયાન અને ચંદ્રયાન 3 પ્રવાસ બાદ હવે સમુદ્રના પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છે. ભારતના અર્થ સાયન્સ મંત્રાલયે સમુદ્રના સંશોધન માટે બે પ્રોજેક્ટ શરૂ કરેલા છે, એક ડીપ ઓશન મિશન છે. જેમાં સમુદ્રના ઊંડાણમાં જઈ સંશોધન કરવામાં આવશે, અને બીજુ ધ્રુવ પ્રદેશની સ્ટડી માટે મિશન મોકલવામાં આવશે.
બંને મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે?
ભારતના અર્થ સાયન્સ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, બંને મિશન કેન્દ્ર સરકારની બ્લૂ ઈકોનોમિ પોલિસી અંતર્ગત આ મિશન લોન્ચ કરવામાં આવશે, ડીપ ઓશન મિશન અંતર્ગત સમુદ્રયાન 2026માં લોન્ચ કરવામાં આવી શકે છે, તો ધ્રુવ પ્રદેશની સ્ટડી માટેનું મિશન 2028માં લોન્ચ કરવામાં આવી શકે છે.
સમુદ્રયાન ડીપ ઓશન મિશન અને ધ્રુવ પ્રદેશ સ્ટડીના મિશન માટે કેટલું બજેટ ફાળવાયું
કેન્દ્રીય અર્થ સાયન્સ મંત્રી કિરણ રિજીજુ અનુસાર, પાંચ વર્ષના સમુદ્રયાન ડીપ ઓશન મિશન માટે 4077 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જ્યારે ધ્રુવ પ્રદેશની સ્ટડી માટેના પોલર રિસર્ચ વેલર માટે 2600 કરોડ ફાળવવામાં આવશે.
શું છે સમુદ્રયાન ડીપ ઓશન મિશન?
ભારતના અર્થ સાયન્સ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, ભારતના બ્લૂ ઈકોનોમિ પોલીસીના ભાગરૂપે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 2026માં સમુદ્રયાન લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ આ મિશનમાં ત્રણ સભ્યોની ટીમ સમુદ્રના પેટાળમાં 6 હજાર મીટરના ઊંડાણમાં જઈને મહત્તવના સંશોધનો કરશે, જેમાં સમુદ્રી જીવસૃષ્ટિ, બાયોડાયવર્સિટી, સમુદ્રી રિસોર્સિસ, ઈકોોસિસ્ટમ તેમજ સમુદ્રના ખનીજનો અભ્યાસ કરવામાં આવશે. આ
ધ્રુવ પ્રદેશની સ્ટડી માટેનું પોલર રિસર્ચ વેલર મિશન શું છે?
આ સિવાય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત 2028માં અન્ય એક પ્રોજેક્ટને પણ લોન્ચ કરવાનીતૈયારી કરીરહ્યું છે. જેમાં ધ્રુવ પ્રદેશમાં સંશોધન કરવા માટે પોલર રિસર્ચ વેસલ મોકલવામાં આવશે. આના માટે જહાજ બનાવવવ્યા છે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, વિદેશ કંપનીઓ સાથે મંત્રણા ચાલી રહી છે, જેમાં વિદેશી સાધનોનો ઉપયોગ કરી ભારતમાં જ જહાજ બનાવવામાં આવશે, અને પછી જહાજ સંશોધન માટે ઉત્તર ધ્રુવમાં મોકલવામાં આવશે, જેમાં ભારત પહેલી વખત એન્ટાર્કટિકા સમુદ્રનો અભ્યાસ કરવામાં આવશે.
સમુદ્રયાન ડીપ ઓશન મિશનનો ઉદ્દેશ્ય અને ભારતને શું ફાયદો થશે?
કેન્દ્રીય અર્થ સાયન્સ મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે, ભારત દ્વારા આ મહત્ત્વના પ્રોજેક્ટમાં સમુદ્રના રિસોર્સનો ઉપયોગ કરીને ટકાઉ તેમજ ઈકોસિસ્ટમને કોઈ ખલેલ ન પડે તે રીતે અર્થતંત્રને ફાયદો કરવા માટે આ વ્યવસ્થા ઉભી કરવા પગલા ભરવામાં આવશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બ્લુ ઈકોનોમિ પોલીસીના કારણે દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનો ફાયદો થશે. આનાથી કેટલીએ નવી નોકરીઓનું સર્જન થશે.
આ મિશનનો ઉદ્દેશ્ય 9 દરિયાકાંઠાના રાજ્યો અને 1,382 ટાપુઓમાં ફેલાયેલા લગભગ 7517 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર સારી અસર કરવાનો છે. આનાથી વિકાસના દસ મુખ્ય પરિમાણમાંના એક તરીકે ‘બ્લુ ઈકોનોમી’માં સકારાત્મક ફેરફારો કરવાના સરકારના પ્રયાસને વેગ મળશે. તેમણે કહ્યું કે, જે સમુદ્રયાન દરિયામાં ઉતરશે તેને મત્સ્ય-6000 નામ આપવામાં આવ્યું છે, જેનું નિર્માણ ચેન્નાઈની નેશનલ ઈન્સ્ટિટ્યૂટઓફ ઓશન ટેક્નોલોજીમાં ચાલી રહ્યું છે, અને 2026માં તેને લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.
સમુદ્રી મિશન મોકલનાર ભારત છઠ્ઠો દેશ બનશે
તમને જણાવી દઈએ કે, આ પ્રકારના સમુદ્રના મિશન માટે બે પ્રોજેક્ટ ભારતના પ્રથમ પ્રોજેક્ટ બની રહેશે. આ સાથે ભારત સમુદ્રમાં સંશોધન માટે મિશન કરનારો છઠ્ઠો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન આ પ્રકારના મિશનનો અભ્યાસ હાથ ધરેલો છે. ભારત પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આ બંને મિશનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO), સંરક્ષણ વિકાસ અને સંશોધન સંસ્થા (DRDO), અણુ ઊર્જા વિભાગ (DAE), સાયન્ટિફિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, ઔદ્યોગિક સંશોધન (CSIR), બાયોટેકનોલોજી વિભાગ (DBT) અને ભારતીય નૌકાદળનો પણ સહયોગ લેવામાં આવશે.