/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/TMS-VS-BJP-Sandeshkhali-Violence-.jpg)
Sandeshkhali Violence : સંદેશખાલી તકરાર : ટીએમસી અને બીજેપીના એકબીજા પર આંકરા પ્રહાર, ટીએમસીએ શેર કર્યો વિડીયો, '' જેમાં બીજેપીએ (Screengrab/BJP)
Sandeshkhali Violence : સંદેશખાલીની ઘટનાને લઈને વિરોધ વધી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે શનિવારે એક કથિત વિડિયો શેર કર્યો જેમાં ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીના કહેવાથી મહિલાઓએ જાતીય સતામણીની ફરિયાદો નોંધાવી હતી.
જ્યારે અધિકારીએ આરોપોને નકારી કાઢ્યા અને વિડિયોને "ટીએમસીનું કાવતરું" ગણાવ્યું હતું, ત્યારે ભાજપે તેનો પોતાનો એક વીડિયો શેર કર્યો જેમાં ટીએમસી ક્લિપમાં આવેલા નેતાએ આરોપ લગાવ્યો કે તેના અવાજ સાથે ચેડા કરવામાં આવ્યા છે.''
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલ સંદેશખાલીમાં ફેબ્રુઆરીમાં વ્યાપક વિરોધ જોવા મળ્યો હતો કારણ કે રહેવાસીઓએ ટીએમસીના મજબૂત નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓ પર જમીન હડપ કરવાનો અને સ્થાનિક મહિલાઓને જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો હતો. શાહજહાં શેખના સમર્થકોએ રાશન કૌભાંડના સંબંધમાં તેમના સંદેશખાલીના ઘરની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર હુમલો કર્યા પછી 55 દિવસ સુધી ફરાર હતો, તેની 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
સંદેશખાલી ઘટના માટે ભાજપ પર આરોપ લગાવતા, ટીએમસીના કથિત વિડિયોને ટીએમસી કાઉન્સિલર અરૂપ ચક્રવર્તીએ ટિવટર પર પોસ્ટ કરી હતી. તેમાં, ભાજપના સંદેશખાલી મંડળના પ્રમુખ ગંગાધર કાયલ (કોયલ) હોવાનો દાવો કર્યો હતો.
વ્યક્તિએ વધુમાં દાવો કર્યો કે, “(અમે) આ બળાત્કારની ફરિયાદો કરાવવાનું કહ્યું અને મેં તે કરાવ્યું… અમે તેમને (સંદેશખાલીની મહિલાઓ) જે કરવાનું કહ્યું તે કર્યું. અમે તેમને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ (શાહજહાં શેખ અને શિબુ પ્રસાદ હઝરા)ની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી તમે વિરોધ કરો.''
વીડિયો વાયરલ થતાં, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર "બંગાળની ઇમેજને કલંકિત" કરવાનો આરોપ લગાવ્યો. તેમણે ભાજપના નેતા માફી માંગે તેવી પણ માંગ કરી હતી.
તેમણે કહ્યું કે, “આ રાજ્યમાં આવું બેશરમ ઉદાહરણ પહેલાં ક્યારેય જોયું નથી. ભાજપના આ નેતાઓના જણાવ્યા અનુસાર, માત્ર ₹ 2,000 માટે, ભાજપના ઉમેદવાર રેખા પાત્રાએ ફરિયાદ નોંધાવી હતી. જો કેન્દ્રીય ભાજપના નેતાઓ 48 કલાકની અંદર માફી નહીં માંગે, તો માનવામાં આવે છે કે તેઓ આ કાર્યને સમર્થન આપે છે.''
બસીરહાટ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પાત્રા, સંદેશખાલીમાં સ્થાનિક ટીએમસી નેતાઓ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવનાર મહિલાઓમાં સામેલ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. નાદિયા જિલ્લાના રાણાઘાટમાં એક રેલીમાં, તેમણે કહ્યું, "હું જાણતી હતી કે સંદેશખાલી ભાજપ દ્વારા ગોઠવવામાં આવી હતી અને આજે તેનો પર્દાફાશ થયો છે."
બંગાળના સીએમ મમતા બેનર્જીએ શું કહ્યું?
મમતા એ કહ્યું કે, “તમે (ભાજપ) સંદેશખાલી પર સારું નાટક કર્યું છે. હવે બધું લીક થઈ ગયું, આ બધું ખોટું છે ભાજપે નાટકનું આયોજન કર્યું હતું.''
જ્યારે કથિત વિડિયોના સ્ત્રોત વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિષેકે કહ્યું કે, "મને ખબર નથી કે આ કોણે કર્યું પરંતુ જેણે પણ આ કર્યું તેણે પ્રશંસનીય કામ કર્યું." અગાઉ, તેણે ટવીર પર પોસ્ટ કરી હતી “સંદેશખાલીનો સ્ટિંગ વિડિયો જોઈને હું ચોંકી ગયો છું. દરેક નાગરિકે તેમના નાના રાજકીય હેતુઓ માટે પશ્ચિમ બંગાળને બદનામ કરવાનો અને બાંગ્લા બિરોધી ભાજપનો યોજિત પ્રયાસ જોવો જોઈએ. આ ઘૃણાસ્પદ કૃત્ય ઇતિહાસમાં સત્તાના સૌથી મોટા દુરુપયોગને દર્શાવે છે.
બીજેપીના બંગાળના એક્સ હેન્ડલ દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં કોયલ કહે છે, “હું ગંગાધર કોયલ છું અને હું સંદેશખાલી-2નો મંડલ પ્રમુખ છું. મને ટાર્ગેટ કરતો વાઈરલ વીડિયો એક ષડયંત્ર અને મિલીભગતનો ભાગ છે. મારા વિડીયો સાથે ચેડા કરવામાં આવ્યા છે. (A) મારા અવાજ સાથે ચેડા કરવા માટે હાઇ-ટેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મને, મારી પાર્ટીને અને સંદેશખાલીની મહિલાઓને તેમની ઈમેજ અને LoP સુવેન્દુ અધિકારીની છબીને પણ ખરાબ કરવા માટે નિશાન બનાવવામાં આવ્યા છે. આ તેમનું કાવતરું હતું. હું આ અંગે સીબીઆઈ તપાસની માંગ કરું છું.
પાત્રાએ ટીએમસીના વીડિયોને "ષડયંત્ર" ગણાવ્યું હતું, “ગંગાધર કોયલ આ કહી શકતા નથી. મને લાગે છે કે તેને ટીએમસી દ્વારા ધમકી આપવામાં આવી હતી.''કોંગ્રેસ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) એ ટીએમસી અને ભાજપ બંનેની ટીકા કરી હતી.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર ચૌધરીએ કહ્યું, “તમે (મમતા બેનર્જી) સ્ટિંગ ઓપરેશન પર કેમ ભરોસો કરી રહ્યા છો? તમે સંદેશખાલીમાં જઈને સંદેશખાલીના લોકો અને મહિલાઓ સાથે વાત કેમ ન કરી? અમે કોર્ટને પૂછીશું કે શું આ સાચું છે? કોર્ટે આ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ કેમ આપ્યો?
CPI(M) ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે કહ્યું કે, "જ્યાં તમને અન્યાય જોવા મળશે, ત્યાં તમને TMC અથવા BJP અથવા TMC અને BJP બંને મળશે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us