Electoral Bond: સરકારે ચૂંટણી બોન્ડના સંચાલન પાછળ 13.50 કરોડ રૂપિયા ખર્ચ્યા

Electoral Bond Scheme: રાજકીય પક્ષોને અનામી દાન મળે તેની માટે વર્ષ 2018માં ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણી બોન્ડના સંચાલનની તમામ જવાબદારી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સોંપવામાં આવી છે.

Electoral Bond Scheme: રાજકીય પક્ષોને અનામી દાન મળે તેની માટે વર્ષ 2018માં ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણી બોન્ડના સંચાલનની તમામ જવાબદારી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સોંપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Electoral Bond Scheme | Political Donation | Electoral Bond Fund

રાજકીય પક્ષોને અનામી દાન મળે તેની માટે વર્ષ 2018માં ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. (Express Photo)

Electoral Bond Scheme: ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીન ચલાવવા માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) જેને ચૂંટણી બોન્ડ્સ (EBs) જારી કરવા માટે નિમણુંક કરવામાં છે, તેણે 'ઇલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમ'ની કામગીરી, સંચાલન, પ્રિન્ટિંગ અને અન્ય ખર્ચ પેટે સરકાર પાસેથી રૂ. 13.50 કરોડ વસૂલવામાં આવ્યા છે.

Advertisment

29 તબક્કામાં ચૂંટણી બોન્ડના વેચાણના પરિણામે GST સહિત રૂ. 11.60 કરોડની રકમ સરકાર પાસેથી અત્યાર સુધી કમિશન તરીકે વસૂલવામાં આવી છે, આર્થિક બાબતોના વિભાગ (DEA) એ માહિતીના અધિકારના તેના જવાબમાં જણાવ્યું હતું. ટ્રાન્સપરન્સી કમ્પેઇનર કોમોડોર લોકેશ કે બત્રા દ્વારા દાખલ કરાયેલ આરટીઆઈમાં આ માહિતી જાણવા મળી છે.

DEAએ જણાવ્યું કે, “ચુંટણી બોન્ડની પ્રિન્ટિંગ માટે સરકાર પાસેથી અત્યાર સુધીમાં રૂ. 1,90,01,380 (જીએસટી સહિત) વસૂલવામાં આવ્યા છે. તો માસ્ક-પ્રિન્ટ સિક્યોરિટી ચકાસવા માટેના ઉપકરણ માટે રૂ. 6,720 વસૂલવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમની વિડંબના એ છે કે જ્યારે બોન્ડ ખરીદનારા દાતાઓએ SBIને કોઈ સર્વિસ ચાર્જ (કમિશન) ચૂકવવાની જરૂર નથી અને EB ની પ્રિન્ટિંગ ખર્ચ પણ સરકાર અથવા છેવટે, કરદાતાઓ છે જેઓ આ ખર્ચ ઉઠાવે છે. … અપારદર્શક ચૂંટણી બોન્ડ સ્કીમ 2018 દ્વારા રાજકીય પક્ષોને 'અનામી કરમુક્ત ભંડોળ' મેળવવા માટે શરૂ કરવામાં આવી છે,” આરટીઆઈ અરજદારે જણાવ્યું હતું.

Advertisment

બત્રાએ વધુમાં જણાવ્યું કે, "વધુમાં, કરદાતાઓના ખર્ચે રાજકીય પક્ષોના કરમુક્ત લાભો માટે ચૂંટણી બોન્ડ યોજનાની કામગીરી અને સંચાલન માટે સરકારી મશીનરી અને માનવશક્તિના ઉપયોગ પર મોટી રકમ ખર્ચવામાં આવી રહી છે,"

DEAએ જણાવ્યું હતું કે, "ઇલેક્ટોરલ બોન્ડના પ્રિન્ટિંગ માટે અને માસ્ક-એ-પ્રિન્ટ સિક્યોરિટી ચકાસવા માટેના ઉપકરણ માટેની રકમ આર્થિક બાબતોના વિભાગની અનુદાન હેઠળ બજેટરી હેડ 2052.00.090.09.01.16 માંથી ચૂકવવામાં આવી હતી."

તાજેતરની ચૂંટણીમાં રાજકીય પક્ષોને 1006 કરોડનું દાન મળ્યું

તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીઓ પહેલા, રાજકીય પક્ષોએ 6-20 નવેમ્બર વચ્ચે ચૂંટણી બોન્ડના વેચાણના 29મા તબક્કામાં અનામી દાતાઓ પાસેથી રૂ. 1,006 કરોડ મેળવ્યા હતા. રૂ. 1 કરોડના મૂલ્યના બોન્ડના વેચાણ દ્વારા 94 ટકા જેટલી રકમ એકત્ર કરવામાં આવી હતી.

ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ મુજબ, રાજકીય પક્ષોને દાન આપનાર વ્યક્તિ, સંસ્થા અને કંપનીઓના અને દાન મેળવનાર રાજકીય પક્ષોની વિગતો જાહેર જનતાથી ગુપ્ત રાખવામાં આવે છે. જો કે, કોર્પોરેટ કંપનીઓ તરફથી ચૂંટણી બોન્ડ મારફતે રાજકીય પક્ષોને સૌથી વધુ દાન મળતું હોવાનું માનવામાં આવે છે.

ઇલેક્ટ્રોલ બોન્ડ હેઠળ અત્યાર સુધી રાજકીય પક્ષોને 15,946 કરોડનું દાન મળ્યું

2018થી ચૂંટણી બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી ત્યારથી 29 તબક્કામાં વિવિધ અનામી દાતાઓ પાસેથી EBs દ્વારા પક્ષો દ્વારા એકત્રિત કરાયેલ કુલ રકમ રૂ. 15,946 કરોડ થઈ ગઈ છે. રૂ. 1 કરોડના મૂલ્યના બોન્ડની માંગ દર્શાવે છે કે અત્યંત ધનિક વ્યક્તિઓ અથવા કોર્પોરેટ કંપનીઓ રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપે છે.

EB સ્કીમની જોગવાઈઓ અનુસાર, માત્ર રાજકીય પક્ષો જ લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (1951નું 43) ની કલમ 29A હેઠળ નોંધાયેલા છે અને છેલ્લી સામાન્ય ચૂંટણીમાં મળેલા મતોના એક ટકાથી ઓછા મત મેળવ્યા નથી. હાઉસ ઓફ ધ પીપલ અથવા લેજિસ્લેટિવ એસેમ્બલી ચૂંટણી બોન્ડ મેળવવા માટે પાત્ર છે.

રસપ્રદ વાત એ છે કે, મુખ્ય રાજકીય પક્ષોએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા તેમને મળેલી રકમનો સત્તાવાર રીતે ખુલાસો કરતા નથી. અલબત્ત, ચૂંટણી બોન્ડ્સ જાહેર ક્ષેત્રની બેંક દ્વારા વેચવામાં આવતા હોવાથી કેન્દ્ર સરકાર જાણી શકે છે કે, કોણ કયા રાજકીય પક્ષને દાન આપ્યું છે.

SBIની માહિતી અનુસાર દાતાઓએ રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ યોજના હેઠળ વર્ષ 2018માં રૂ. 1,056.73 કરોડ, 2019માં રૂ. 5,071.99 કરોડ અને 2020માં રૂ. 363.96 કરોડ, 2021માં રૂ. 1502.29 કરોડ અને 2022માં રૂ. 3,703 કરોડનું દાન આપ્યું હતુ.

આ પણ વાંચો | નીતિશ કુમારનું કદ વધી રહ્યું છે કે ઘટી રહ્યું? પાર્ટી પર સંપૂર્ણ નિયંત્રણ પરંતુ ચૂંટણીના આંકડા કંઈક બીજું જ દર્શાવે છે

ઉપરાંત ઇલેક્ટ્રોલ બોન્ડ હેઠળ રાજકીય પક્ષોને દાન આપનાર વ્યક્તિઓ, કંપનીઓ અને સંસ્થાઓની વિગત જાહેર કરવાથી મુક્તિ આપવામાં આવી છે. એસબીઆઈ ચૂંટણી બોન્ડ હેઠળ ક્યા રાજકીય પક્ષને કેટલું દાન મળ્યુ છે માત્ર તેની જ વિગત જાહેર કરે છે. ગત 2 નવેમ્બર, 2023ના રોજ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી રાજકીય પક્ષોને મળેલા ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો.

ચૂંટણી બોન્ડ દાતાઓ દ્વારા અનામી રીતે ખરીદવામાં આવે છે અને તે ઈશ્યુ થયાની તારીખથી 15 દિવસ માટે માન્ય હોય છે. SBI દ્વારા રૂ. 1,000, રૂ. 10,000, રૂ. 1 લાખ, રૂ. 10 લાખ અને રૂ. 1 કરોડના મૂલ્યોમાં બોન્ડ જારી કરવામાં આવે છે.

ચૂંટણી 2023 બેંક politics સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશ