What is Scrub Typhus Disease And How Many Deaths In India : કોરોના અને નિપાહ વાઈરસ બાદ હવે સ્ક્રબ ટાયફસ નામની બીમારીએ ભારતમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં સ્ક્રબ ટાયફસના વધતા જતા કેસોએ લોકોના મનમાં ડર ઉભો કર્યો છે. અત્યાર સુધી હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં સ્ક્રબ ટાયફસના સંક્રમણથી 15 લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં સ્ક્રબ ટાયફસથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આવી જોખમી પરિસ્થિતિમાં સ્ક્રબ સ્ક્રબ ટાયફસ શું છે? કેવી રીતે થાય છે અને ક્યાં લક્ષણો છે? કયા લોકોએ આ બીમરીથી સૌથી વધારે સાવધાની રાખવાની જરૂર છે? ચાલો તેના વિશે જાણીએ-
સ્ક્રબ ટાયફસ બીમારી શું છે? (What is Scrub Typhus Disease)
તમને જણાવી દઈએ કે આ એક ગંભીર રોગ છે જે ‘ઓરિએટિયા સુસુગામુશી’ નામના બેક્ટેરિયાથી ફેલાય છે. દેખાવમાં જૂ જેવા દેખાતી આ જીવાત સામાન્ય રીતે છોડમાં અથવા ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. ઉપરાંત આ બેક્ટેરિયા ઉંદરો, સસલા અને ખિસકોલીના શરીર પર પણ હોય છે.
સ્ક્રબ ટાયફસ બીમારી કેવી રીતે ફેલાય છે? (Scrub Typhus Spreads by Orientia tsutsugamushi)
સ્ક્રબ ટાયફસની બીમારી માનવ શરીરમાં ઓરિયાટિયા સુસુગામુશીના કરડવાથી ફેલાય છે. આ ઉપરાંત સ્ક્રબ ટાયફસ ચેપી રોગ હોવાથી, તે આ બેક્ટેરિયાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી, જંતુઓના મળના સંપર્કમાં આવવાથી, લેબોરેટરીમાં ટેસ્ટ વગરનું લોહી ચઢાવવાથી અથવા ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવાથી વ્યક્તિને સ્ક્રબ ટાયફસનો ચેપ લાગી શકે છે.
સ્ક્રબ ટાયફસની બીમારીનો કઇ ઋતુમાં વધારે જોખમ હોય છે?
જો કે સ્ક્રબ ટાયફસની બીમારી સમગ્ર વર્ષમાં ગમે ત્યારે ફેલાઈ શકે છે, પરંતુ વરસાદની મોસમમાં જીવજંતુઓની સંખ્યા વધી જતી હોવાથી આ સિઝનમાં સ્ક્રબ ટાયફસનો ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે.
સ્ક્રબ ટાયફસની બીમારીથી બચવા કઇ કઇ સાવધાની રાખવી? (Scrub Typhus Treatment)
ખેતરોમાં કામ કરનાર અને ફરનાર ખેડૂતો, સૈનિકો, ખાણિયાઓ, ભૂસ્તરશાસ્ત્રીઓ અને વન વિભાગમાં કામ કરતા લોકોને સ્ક્રબ ટાયફસની બીમારી થવાનું સૌથી વધારે જોખમ હોય છે.
સ્ક્રબ ટાયફસના લક્ષણો ક્યાં છે? (Scrub Typhus Symptoms)
સ્ક્રબ ટાયફસ ચેપના સંપર્કમાં આવે ત્યારે સંક્રમિત વ્યક્તિને તાવ, ગંભીર માથાનો દુખાવો, સૂકી ઉધરસ, અતિશય નબળાઇ, ચક્કર અને મૂર્છા, યકૃતની સમસ્યાઓ, શ્વાસ લેવામાં તકલીફ અને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો થઈ શકે છે. ઉપરાંત જો તમને તમારા શરીર પર ક્યાંય પણ જંતુના ડંખના નિશાન દેખાય, તો કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લો.
(Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડૉક્ટરની સલાહ લેવી.)





