Bharat Jodo Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને કાશ્મીર જવાને લઈને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું. તેમનું કહેવું છે કે કેટલીક જગ્યાઓ ઉપર રાહુલ ગાંધી ન જાઓ તો સારું છે. આ પહેલા મધ્ય પ્રદેશમાં તેમને ધમકી મળી હતી. ઇન્દોરમાં એક દુકાન પર કોઈ અજ્ઞાત વ્યક્તિએ એક પત્ર છોડ્યો હતો. જ્યારે દુકાન માલિકની નજર તેના ઉપર પડી તો તે પત્ર પોલીસને સોંપ્યો હતો. આ પત્રમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા અંગે ઇંદોરમાં સ્થિત ખાલસા કોલેજમાં રોકાવવા પર બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી.
કાશ્મીરમાં યાત્રાને લઈને એક અધિકારીએ કહ્યું હતું કે એક સુરક્ષા સમીક્ષા હજી પણ ચાલી રહી છે જેમાં ભારત જોડો યાત્રાના રાત્રના પડાવ અંગે વિવરણ પર કામ કરી જઈ રહી છે.
શું કહે છે અધિકારીઓ?
NDTVના અહેવાલ મુજબ કાશ્મીરમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને એક અધિકારીનું કહેવું છે કે રાહુલ ગાંધી કાશ્મીરના માર્ગ પર તિરંગો ફરકાવશે. અત્યાર સુધી એવું લાગે છે કે તે બનિહાલની આસપાસ હશે. ત્યારબાદ આ યાત્રા પ્રજાસત્તાક દિવસના એક દિવસ પછી અનંતનાગ થઈને શ્રીનગરમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 17 જાન્યુઆરી, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો
તેમના મતે સુરક્ષા એજન્સીઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી શ્રીનગરમાં હોય ત્યારે તેમની સાથે માત્ર થોડા જ લોકો મુસાફરી કરે. યોજના મુજબ રાહુલ ગાંધી 19 જાન્યુઆરીએ લખનપુરમાં પ્રવેશ કરશે અને ત્યાં એક રાત રોકાયા બાદ બીજા દિવસે સવારે કઠુઆના હટલી મોરથી રવાના થશે.
ભારત જોડો યાત્રા 21મી જાન્યુઆરીએ સવારે હીરાનગરથી ડુગ્ગર હવેલી સુધી શરૂ થશે અને 22મી જાન્યુઆરીએ વિજયપુરથી સતવારી જશે. એક સૂત્રએ એનડીટીવીને જણાવ્યું કે કેટલાક વિસ્તારો સંવેદનશીલ છે, તેથી અમે તેમની ટીમને એવા લોકોની ઓળખ કરવાની સલાહ આપી છે કે જેઓ તેમની સાથે કોર્ડનિંગ કરશે.