/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Seema-Haider-husband-Ghulam-Haider.jpg)
Seema Haider: પાકિસ્તાનથી પ્રેમી પાસે ભારત આવેલી સીમા હૈદર
Seema Haider News: પાકિસ્તાની સીમા હૈદર કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પબજી રમતાં પ્રેમ થયો અને પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હવે સુરક્ષા એજન્સીઓના રડાર પર છે. સોમવારે યૂપી એટીએસએ સીમા હૈદર, પ્રેમી સચિન મીણા અને સચિન ના પિતા નેત્રપાલની પુછતાછ કરી હતી. મંગળવારે પણ સીમા હૈદરની પુછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને શંકા છે સીમા હૈદર પાકિસ્તાન માટે જાસૂસી કરવા માટે તો નથી આવી ને. જોકે સીમા હૈદર આ અંગે સ્પષ્ટ ઇન્કાર કરી રહી છે. પરંતુ આ વચ્ચે સીમા હૈદરના પતિ ગુલામ હૈદરે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ચૌંકાવનારો ખુલાસો કર્યો છે.
સીમા હૈદરના પતિ ગુલામ હૈદરે જણાવ્યું કે, સીમાએ પોતાના ઘરવાળાની મરજી વિરૂધ્ધ ભાગીને મારી સાથે લગ્ન કર્યા હતા. સીમાએ પોતાના ઘરવાળાઓને કહ્યું હતું કે, ગુલામ મને ખુશ રાખશે. ગુલામે આગળ સનસનીખેજ ખુલાસો કરતાં કહ્યું કે, સીમાનો ભાઇ આસિફ અને કાકા બંને પાકિસ્તાન આર્મીમાં છે. એનો ભાઇ આસિફ કરાચીમાં તૈનાત છે જ્યારે કાકા ઇસ્લામાબાદમાં ઉચ્ચ હોદ્દા પર છે.
ગુલામ હૈદરે આ અગાઉ પાકિસ્તાની યૂટ્યૂબર ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું સીમાથી આજે પણ એટલો જ પ્રેમ કરૂ છું. હું એ જ ઇચ્છું છું કે તે પરત આવી જાય. ગુલામે વધુમાં કહ્યું કે, તે એના બાળકોને લઇને ચિંતિત છે અને ઇચ્છે છે કે તેણી પરત આવી જાય.
ગુલામે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તુ સારી રીતે જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરુ છું. જો ત્યાં તને કંઇ થઇ જશે તો જરા વિચાર કર્યો છે કે આપણા બાળકોનું શું થશે? જવાબદારી કોણ લેશે? બાળકોના ખાતર પણ પરત આવી જા. હું આજે પણ તને એટલો જ પ્રેમ કરુ છું અને કરતો રહીશ. મને બાળકો અને તારી ઘણી યાદ આવે છે. કોઇ તને કંઇ નહીં કહે. હું તને મારી સાથે રાખીશ અને આપણે ફરીથી નવેસરથી નવી જીંદગી શરૂ કરીશું.
ગુલામ હૈદરે મોહસિન નામના પાકિસ્તાની પત્રકાર સાથેની વાતચીતમાં સીમાને પરત આવી જવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે, જો તે પાકિસ્તાનમાં અસુરક્ષિત અનુભવ કરે છે તો તે બાળકો સાથે તેણીને સાઉદી લઇ જશે અને ત્યાં જ રહીશું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us