/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/UAE-uae-minister-of-state-for-financial-affairs-Mr-Mohammad-Al-Husseini-with-Gujarat-CM-Bhupendra-Patel-3.jpg)
સીમા હૈદર અને સચિન મીણા. જુલી અને અજય.
Seema haider-Sachin meena and Julie-Ajay Love Story : દેશભરમાં હાલ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરીની ચર્ચા છે, પરંતુ આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુરાદાબાદના ટેક્સી ડ્રાઈવર અજય અને બાંગ્લાદેશની જૂલીની લવસ્ટોરી પણ સામે આવી છે. બે વર્ષ પહેલા અજય અને જુલીની ફેસબુક પર ફ્રેન્ડશીપ થઇ અને બંને પ્રેમમાં પડ્યા. જ્યારે પ્રેમનો પારો ચઢ્યો તો બાંગ્લાદેશની સરહદ પાર કરીને જુલી તેની 11 વર્ષની પુત્રી હલીમા સાથે અજય સાથે રહેવા મુરાદાબાદ આવી ગઈ.
જુલીને મુરાદાબાદ આવ્યાને લગભગ એક વર્ષ થઈ ગયા છે. તેણે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો અને અજય સાથે લગ્ન કર્યા. આ ભારત-બાંગ્લાદેશની પ્રેમ કહાણીમાં ત્રણ મહિના ટ્વિસ્ટ આવ્યો, જ્યારે જુલી બાંગ્લાદેશથી તેના વિઝા રિન્યુ કરાવવાના બહાને ઘરેથી નીકળી ગઈ અને તેના પતિ અજયને તેની સાથે લઈ ગઈ. તેણે અજયને પાસપોર્ટ અને વિઝા વગર બોર્ડર ક્રોસ કરાવ્યો. પાંચ દિવસ પહેલા જુલીએ તેની સાસુને તેના પતિ અજયની લોહીથી લથપથ તસવીર વોટ્સએપ પર મોકલી હતી. સોમવારે અજયની માતા સુનિતા પોલીસ કમિશ્નરની ઓફિસે પહોંચ્યા અને પોતાની અરજી આપી. જે બાદ પોલીસ અજયના ઘરે પહોંચી અને તેની માતા પાસેથી ઘટના અંગે પૂછપરછ કરીના માહિતી મેળવી.
અજય મુરાદાબાદના સિવિલ લાઈન્સ વિસ્તારના નવા ગામ ગૌતમ નગરનો રહેવાસી છે. 25 વર્ષીય અજયના પિતા રામચંદ્ર રિક્ષા ચલાવતા હતા. તેમની મૃત્યુ થઇ ગયુ છે. પરિવારમાં અજયની માતા સુનિતા ઉપરાંત બે બહેનો અને બે ભાઈઓ છે. બહેનોના લગ્ન થઇ ગયા છે. અજયની માતા સુનીતાનું કહેવું છે કે તેમનો પુત્ર સ્કૂલ બસ ચલાવતો હતો. પછી ટેક્સી ચલાવવા લાગ્યો. લગભગ બે વર્ષ પહેલા તેની બાંગ્લાદેશની જુલી સાથે ફેસબુક પર ફ્રેન્ડશીપ થઇ હતી.
જુલીએ ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો
અજયની માતા સુનીતાએ મીડિયાને જણાવ્યું કે, 'લગભગ એક વર્ષ પહેલાની આ વાત છે. એક દિવસ જુલી તેની 11 વર્ષની પુત્રી હલીમા સાથે બાંગ્લાદેશથી મુરાદાબાદ આવી ગઇ. જુલીએ કહ્યુ કે, તે અજયને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઇચ્છે છે. તેણે કહ્યુ કે, તેના પતિની મોત થઇ ચૂકી છે અને તે ત્યાં એકલી છે આથી બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગઇ. અજયની માતાએ કહ્યુ કે, મે શરૂઆતમાં આ લગ્નનો વિરોધ કર્યો હતો, પરંતુ પુત્રની જીદ્દ આગળ તે મજબૂર થઇ ગયા. જુલીનું વર્તન પણ એવું લાગતુ હતુ કે તે તેના પુત્રને પ્રેમ કરે છે. તેણે લગ્ન પહેલા ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો. ત્યારબાદ તેના અને અજયના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. જો કે અમે તેનુ નામ ન બલ્યુ. અમે તેને જુલી કહીને બોલાવતા. તેમની પુત્રી હલીમા પણ હિન્દુ બની ગઈ હતી. અમે તેનું નામ પણ બદલ્યું ન હતુ.
અજયની માતા સુનીતા વધુમાં જણાવે છે કે લગ્ન બાદ જુલી લગભગ 15 દિવસ સુધી ત્યાં રહી હતી. પછી વિઝાનો સમય પૂરો થયો છે તેમ કહીને ચાલી ગઇ હતી. લગભગ સાડા ત્રણ મહિના પહેલા તે ફરીથી બાંગ્લાદેશથી મુરાદાબાદ આવી હતી. આ વખતે તે મુરાદાબાદમાં અમારા ઘરે લગભગ 20 દિવસ રોકાઈ હતી. આ દરમિયાન તે પૂજા કરતી હતી. હિન્દુ સ્ત્રીઓની જેમ સાડી પહેરતી. અમને લાગ્યું કે તે ખરેખર અમારા પુત્રને પ્રેમ કરે છે. અમે પણ તેને સંપૂર્ણપણે અપનાવી લીધી.
પત્ની જુલી સાથે કલક્તા ગયો અને ફસાઇ ગયો
સુનીતા જણાવે છે કે, લગભગ ત્રણ મહિના પહેલાની વાત છે. જુલીએ કહ્યું કે તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે. તે રિન્યુ કરાવવા માટે બાંગ્લાદેશ જવું પડશે. તેણે અજયને તેને બોર્ડર સુધી મુકવા માટે આવવવા કહ્યું. જુલીએ કલકાતા સુધી તેની સાથે આવવાની વાત કહીને અજયને પોતાની સાથે લઈ ગઈ. સુનીતાએ જણાવ્યું કે ઘરેથી નીકળ્યાના ત્રણ દિવસ પછી તેને તેના પુત્ર અજયનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે માતા, જૂલીને છોડતી વખતે હું ભૂલથી સરહદ પાર કરી ગયો છું. પાછા આવવાનો પ્રયાસ કરી રહ્યો છે
પુત્રને લઇ માતા સુનીતા ચિંતિત
સુનીતાને તેના પુત્રની ચિંતા થઇ રહી છે. તેમણે કહે કે, તેના પુત્ર પાસે ન તો પાસપોર્ટ છે કે ન તો વિઝા. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં તે કઈ સ્થિતિમાં હશે તે જાણી શકાયું નથી. આ દરમિયાન બાંગ્લાદેશથી તેમની વહુ જુલીના મોબાઈલ ફોન પરથી તેમને મળેલા એક ફોટાએ તેમની ચિંતા વધારી દીધી છે. જુલીએ અજયની લોહીથી લથપથ તસવીર તેની સાસુ સુનીતાને વોટ્સએપ કરી છે. આ પછી જ્યારે સુનીતાએ ફોન કર્યો તો જૂલીએ ન તો વાત કરી અને ન તો તેણે અજયને તેની સાથે વાત કરવા દીધી. પુત્ર અજયની લોહીથી લથપથ તસવીર જોઈને સુનીતાની હાલત ખરાબ છે. સુનીતાએ મુરાદાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને એક અરજી આપી છે, જેમાં અજયના સુરક્ષિત ઘરે પરત ફરવાની વિનંતી કરવામાં આવી છે. સુનીતાએ જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસથી તેણે અનેકવાર ફોન કર્યો, પરંતુ તેનો પુત્ર અજય કે વહુ જૂલી ફોન ઉપાડતા નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us