Shabnam Shaikh Ayodhya Ram Temple Darshan : અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી રામ લાલાના દર્શન માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન, મુંબઈની રહેવાસી 20 વર્ષની શબનમ શાખ નામની મુસ્લિમ મહિલા શ્રી રામના દર્શન માટે પગપાળા અયોધ્યા પહોંચી છે. આ ઘટનાની ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે.
શબનમ શેખ 1400 કિમી ચાલી મુંબઇથી અયોધ્યા પગપાળા પહોંચી
શબનમ શેર મહારાષ્ટ્રના મુંબઇમાં રહે છે. શબનમ શેખ શ્રી રામ લાલાના દર્શન કરવા મુંબઈથી પગપાળા અયોધ્યા પહોંચી હતી. તેનું માનવું છે કે ભગવાન શ્રી રામના ભક્ત બનવા માટે હિંદુ હોવું જરૂરી નથી. શબનમ ખુલ્લેઆમ કહે છે કે તે રામ ભક્ત છે અને તેથી જ તે અયોધ્યા આવી છે.
અયોધ્યા પહોંચ્યા બાદ શબનમે મીડિયાને કહ્યું હતું કે તેની યાત્રા બિલકુલ પડકારજનક નથી. તેણીએ કહ્યું કે, “જો હું પાકિસ્તાન અથવા અન્ય કોઈ ઈસ્લામિક દેશમાં રહેતી હોત, તો તે આમ કરવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ હું ભારતમાં રહું છું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ – આ ત્રણેય રાજ્યો પાર કરીને હું અયોધ્યા આવી છું. મુંબઈથી પગપાળા અયોધ્યા આવેલી શબનમ શેખ કહે છે, “ત્રણ રાજ્યોની પોલીસ અને સરકારે મને ખૂબ મદદ કરી અને સાથ આપ્યો છે.”
કોણ છે શબનબ શેખ? (Who Is Shabnam Shaikh)
શબનમ શેખ મુંબઈની રહેવાસી છે. તે 21 ડિસેમ્બરે મુંબઈથી અયોધ્યા માટે પગપાળા નીકળી હતી. શબનમે ભગવાન શ્રી રામ લાલાના દર્શન કરવા માટે 1425 કિલોમીટરનું અંતર પગપાળા જ કાપ્યું હતું. જો કે આ પછી પણ તેના ચહેરા પર થાક દેખાતો નથી. તેનું કહેવું છે કે 40 દિવસની તપસ્યા પૂરી થઈ ગઈ છે. ભગવાન રામની નગરીમાં આવીને મારી યાત્રા પૂર્ણ થઈ.
શબનમ રામલલ્લાના દર્શનનો સંકલ્પ લઇને મુંબઇથી પગપાળા નીકળી હતી. તે બી.કોમ.ની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. તેને ભગવાન રામમાં શ્રદ્ધા છે. તે પોતાને સનાતની મુસ્લિમ ગણાવે છે. જ્યારે તેણીને ખબર પડી કે સમગ્ર દેશમાંથી લોકો શ્રી રામ લાલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છે, ત્યારે તે પણ પગપાળા ચાલી નીકળી હતી.
આ પણ વાંચો | રામલલા પર દાનનો વરસાદ, રામ મંદિર માટે ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, કેટલું આવ્યું દાન?
શબનમ શેખના હાથમાં ભગવો ધ્વજ છે, જેના પર હનુમાનજીની તસવીર બનેલી છે. તે કહે છે કે જ્યારે પિતાને સમાચાર મળ્યા ત્યારે તેઓ સંમત થયા, માતાને થોડી ઉદાસી લાગી. બે બહેનોએ પહેલા તેને સાઈકલ પર મુસાફરી કરવાની સલાહ આપી પરંતુ તે પગપાળા જ નીકળી ગઈ અને જ્યારે તે અયોધ્યા પહોંચી ત્યારે તેનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.