શાહ રશીદ અહમદ કાદરીએ કહ્યું - મારો વિચાર હતો કે મોદી જી મુસલમાનોને પદ્મ શ્રી નહીં આપે, મને ખોટો સાબિત કર્યો

Padma Shri Award : કર્ણાટકના બીદરના શાહ રશીદ અહમદ કાદરીને રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ પદ્મ શ્રી થી સન્માનિત કર્યા

Padma Shri Award : કર્ણાટકના બીદરના શાહ રશીદ અહમદ કાદરીને રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ પદ્મ શ્રી થી સન્માનિત કર્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
shah rashid ahmed qadri

પુરસ્કાર ગ્રહણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી (તસવીર - વીડિયો સ્ક્રીનગ્રેબ)

આ વર્ષે પદ્મ પુરસ્કારથી સન્માનિત ઘણા વિશિષ્ટ લોકોમાં એક નામ કર્ણાટકના બીદરના શાહ રશીદ અહમદ કાદરીનું હતું. રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ તેમને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા છે. તેમને બીદરી કલામાં ઘણા પ્રકારની નવી પેટર્ન અને ડિઝાઇનને રજુ કરવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે. બીદરી એક લોકકલા છે જેની પારંપરિક શરૂઆત કર્ણાટકના બીદર શહેરથી શરુ થઇ હતી. આ પછી કલાનો પ્રસાર તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પણ થયો હતો.

Advertisment

પુરસ્કાર ગ્રહણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે તેમને લાગતું હતું કે યૂપીએમાં પદ્મ સન્માન મળશે પણ ના મળ્યું. તેમને બીજેપી સરકાર પાસેથી આશા ન હતી, જેથી ચુપ બેઠા હતા પણ તે ખોટા સાબિત થયા. તેમણે એવોર્ડ માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

કાદરીના નિવેદન પછી કોંગ્રેસ પ્રહાર કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે બીજેપીએ કાદરીને જાણી જોઈને નિવેદન અપાવ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે બીજેપીએ કર્ણાટકમાં થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુસ્લિમ વોટ બેંક માટે પદ્મ શ્રી થી નવાજવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રમોદ તિવારીએ આરોપ લગાવ્યો કે દેશમાં પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત થવાની ઇચ્છા લાખો લોકો રાખે છે. પણ કાદરીને આ નિવેદન સુનિયોજિત રીતે અપાવ્યું છે. આ નિવેદનને સુનિયોજિત ઢંગથી અપાવીને પ્રચારિત કરવામાં આવી રહ્યું છે. બીજેપી આવું પોતાના ફાયદા માટે કરી રહ્યું છે.

આ પણ વાંચો - કોંગ્રેસ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા

Advertisment

કાદરીને કોંગ્રેસના આરોપ પર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મેં કોંગ્રેસના શાસનમાં દશ વર્ષ પ્રયત્ન કર્યો. મેં પાંચ વર્ષ પદ્મ શ્રી પુરસ્કાર માટે અરજી કરી હતી પણ કોઇ ફાયદો થયો ન હતો. આ પછી બીજેપી સરકાર આવી તો મને લાગ્યું કે પાર્ટી તો મુસ્લિમોને કશું આપતી નથી તો મેં અપ્લાઇ કરવાનું છોડી દીધું હતું. જોકે પ્રધાનમંત્રીએ મને ખોટો સાબિત કર્યો. મુસ્લિમ હોવા છતા મારી પસંદગી કરી જેથી હું તેમનો આભારી છું.

ટ્રેન્ડિંગ ન્યૂઝ india નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi