/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/shard-pawar.jpg)
શરદ પવારની ફાઇલ તસવીર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ શનિવારે મોટો ફેરફાર કર્યો હતો. એનસીપી ચીફ શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે અને પ્રફૂલ્લ પટેલને નવા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એનસીપી ચીફના આ નિર્ણય બાદ અજીત પવારને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગત દિવસોમાં જ શરદ પવારે પાર્ટી પ્રમુખની જવાબદારી છોડવાની જાહેરતા કરી હતી. જોકે, કાર્યકર્તાઓની નારાજગી અને નેતાઓના મનાવ્યા બાદ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. હવે પાર્ટી બાદ નવા કાર્યકારી અધ્યક્ષ બનાવીને હાઇકમાને ચોંકાવી દીધો છે.
#WATCH NCP प्रमुख शरद पवार ने प्रफुल्ल पटेल और सुप्रिया सुले को पार्टी का कार्यकारी अध्यक्ष घोषित किया। pic.twitter.com/ObAzP3aluy
— ANI_HindiNews (@AHindinews) June 10, 2023
એનસીપીનો આજે 25મો સ્થાપના દિવસ છે. પાર્ટી ચીફ શરદ પવારે કહ્યું કે અનસીપીને મજબૂત કરવા માટે આપણે બધાએ ભેગા મળીને કામ કરવું જોઇએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us