એનસીપી નેતાઓ અને કાર્યકર્તાઓના પદથી રાજીનામું પરત લેવાની દલીલ છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે બુધવારે સ્પષ્ટ કર્યું હતું તેઓ પોતાના નિર્ણયને નહીં બદલે. પવારે કહ્યું કે તેમણે નિર્ણય લઇ લીધો છે અને પાર્ટીના કાર્યકર્તાઓને સૂચિત કર્યા છે કે તેમને ઉત્તરાધકારી પસંદ કરવા માટે રચિત સમિતિ 5 મે 2023 સુધી નિર્ણય લેશે.
શરદ પવારે રાજીનામુ પરત લેવાનો કર્યો ઇન્કાર
શરદ પવાર પર તેમનું રાજીનામું પરત લેવા કાર્યકર્તાઓનું દબાણ હતું. આમ છતાં તેમણે પોતાનો નિર્ણય અડગ રાખ્યો હતો અને કહ્યું હતું કે તમે ફરિયાદ કરી રહ્યા છો કો મેં ઘોષણા કર્યા પહેલા કોઈની સાથે રાજીનામા વિશે કોઈ ચર્ચા કરી નથી. જો હું કોઈનાથી આ વિશે વાત કરું તો મને નકારાત્મક જવાબ મળશ. એવા લોકો સાથે ચર્ચા કરવાનો શું ફાયદો જે લોકો ના કહેવાના હોય. પવારે એનસીપી કાર્યકર્તાઓને બુધવારે યશવંતરાય ચવ્હાણ સેન્ટરમાં મળ્યા હતા.
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવારે મંગળવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની જાહાત કર્યા બાદ એનસીપીમાં ઘમાસાણ મચી ગયું હતું. પાર્ટીના નેતા જિતેન્દ્ર અવ્હાણ સમેત અનેક નેતાઓએ પવારના નિર્ણય બાદ બુધવારે રાજીનામા આપ્યા હતા. પાર્ટીના ધારાસભ્ય અનિલ પાટીલે પણ પોતાનું ત્યાગપત્ર શરદ પવારને મોકલી આપ્યું હતું.
સમિતિ નવા એનસીપી નેતાને પસંદ કરશે
કાલે બુધવારે થયેલી એનસીપીની બેઠકમાં હાજર સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું હતું કે પવારથી મળનારા 15-20 કાર્યકર્તાઓમાંથી કેટલાક દુઃખી જોવા મળ્યા હતા. બુધવારે રાજીનામુ આપનારા પાર્ટીના નેતા જીતેન્દ્ર અવ્હાણ પણ મીટિંગમાં હાજર હતા. શરદ પવારે સ્પષ્ટ કરી દીધું હતું કે વરિષ્ઠ નેતાઓની સમિતિ તેમના રાજીનામા સાથે ઉત્તરાધીકારી પર પણ નિર્ણય કરશે. પવારે કાર્યકર્તાઓના રાજીનામા પાછા લેવાની માંગ કરતા આંદોલન પર પુનર્વિચાર કરવા માટે કહ્યું હતું.