Sharad Pawar Resignation: અજીત પવારના ઘરે NCP નેતાઓની બેઠક, શરદ પવાર પાર્ટી ઓફિસ પહોંચ્યા, નવા અધ્યક્ષના નામ પર મંથન

Sharad Pawar, Maharashtra politics : પવારના રાજીનામા બાદ બુધવારે મુંબઈમાં અજીત પવારના ઘરે એનસીપી ધારાસભ્યોની મહત્વની બેઠક થઈ રહી છે.

Sharad Pawar, Maharashtra politics : પવારના રાજીનામા બાદ બુધવારે મુંબઈમાં અજીત પવારના ઘરે એનસીપી ધારાસભ્યોની મહત્વની બેઠક થઈ રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Sharad Pawar, Maharashtra politics, Sharad Pawar

અજીત પવાર (express photo)

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે જ ચૂંટણી પણ ન લડવાનો નિર્ણય પણ કર્યો હતો. પવારના રાજીનામા બાદ બુધવારે મુંબઈમાં અજીત પવારના ઘરે એનસીપી ધારાસભ્યોની મહત્વની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં એનસીપીના વરિષ્ઠ નેતાઓ હાજર છે. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ યશવંતરાય ચવ્હાણ સેન્ટર પહોંચ્યા છે.

Advertisment

કોણ હશે એનસીપીના નવા અધ્યક્ષ?

અજીત પવારના ઘરે એનસીપી નેતાઓની બેઠક થઈ રહી છે. હવે ધારણાઓ લગાવવામાં આવી રહી છે કે શરદ પવારના રાજીનામા બાદ પાર્ટીની કમાન કોણ સંભાળશે. મંગળવારે શરદ પવારે એક પુસ્તકના લોંચિગ સમયે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું કે એનસીપી સભ્યોની એક કમિટી બનાવાશે. જે આગામી અધ્યક્ષની પસંદગી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, ભત્રીજો અજીત પવાર અને એનસીપી નેતા જ્યંત પાટિલ પાર્ટી અધ્યક્ષની રેસમાં સામેલ છે.

Advertisment

શરદ પવારના રાજીનામાનો એનસીપી કાર્યકર્તા ભારે વિરોધ કરી રહ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પવાર સાથે તેમનો નિર્ણય પુનર્વિચાર કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

શરદ પવારના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે સમય માંગ્યો

મંગળવારે એનસીપીના નેતા અજીત પવારે કહ્યું કે સાહેબ પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરાવા માટે તૈયાર છે. તેમણે બે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનને શાંત ન થતાં જોઇને શરદ પવારે એક સંદેશ રજૂ કર્યો હતો.

તેમણએ સંદેશમાં પવારને કહ્યું કે મેં એક નિર્ણય લીધો છે. પરંતુ તમારા બધાના કારણે હું એકવાર ફરીથી વિચાર કરીશ. મને બેથી ત્રણ દિવસનો સમય જોઈએ છે. કાર્યકર્તા પોતાના ઘરે જાઓ. જો રાજીનામા પડી રહ્યા હોય તો તે તરત રોકવામાં આવે.

બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ politics દેશ