ajit pawar sharad pawar secret meeting : એનસીપીમાં જ્યારથી ભાગલા પડ્યા છે ત્યારથી ફરી એકવાર પાર્ટીને એકજૂથ કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં શનિવારે શરદ પવાર અને અજિત વચ્ચે મહત્વની બેઠક થઇ હતી. આ બેઠક બાદથી જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે ફરી એકવાર કંઈક મોટું થવાનું છે. હવે એ સિક્રેટ બેઠક પર ખુદ એનસીપીના વડાએ બહાર આવીને સાચું કહ્યું છે.
શરદ પવારે જણાવી આખી કહાની
શરદ પવારે કહ્યું છે કે જે મુલાકાત થઈ તે સંપૂર્ણ રીતે પરિવારની હતી, તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ ઉપરાંત એનસીપીના વડાએ એક મોટું નિવેદન પણ આપ્યું હતું. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે કેટલાક શુભેચ્છકો તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ ક્યારેય ભાજપ સાથે હાથ મિલાવશે નહીં. હવે આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે અજિત પવારે એક વાર નહીં પરંતુ ઘણા પ્રસંગોએ રાજકીય રમત રમ્યા બાદ શરદ પવારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અજિતનું નામ તેમના તરફથી લેવામાં આવ્યું ન હતું, પરંતુ લક્ષ્ય ત્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – થાણેના કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં 24 કલાકમાં 17 લોકોનાં મોત
શરદ પવારે કહ્યું છે કે તેઓ પરિવારમાં સિનિયર છે, તેથી તેઓ તેમના ભત્રીજાને મળી શકે છે. પરિવારના બીજા સભ્યોનું કહેવું છે કે વાતચીત બનાવી રાખવામાં કંઈ ખોટું નથી. જાણકારી માટે જણાવી દઈએ કે પૂણે સ્થિત બિઝનેસમેન અતુલ ચોરડિયાના બંગલામાં શનિવારે બંને નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. અજિત પવાર એક પુલનું ઉદ્ઘાટન કરવા માટે પૂણે આવ્યા હતા, જ્યારે શરદ પવાર પણ કોઈ બીજા કામ માટે ત્યા હાજર હતા. આ પછી બંને નેતાઓ બિઝનેસમેન અતુલ ચોરડિયાના બંગલે મળ્યા હતા.
અજિત પવાર કેમ મનાવવામાં લાગ્યા છે?
અહીં એ સમજવું જરૂરી છે કે એનસીપીમાં બે ભાગલા કરવા એક મોટું પગલું હતું. જે પાર્ટીને શરદ પવારે પોતાના લોહી અને પરસેવાથી જે પાર્ટીને પોષી હતી, અજીતે એક જ ઝાટકે મોટા ખેલ કરી નાખ્યો હતો. શરદ પવારના ઘણા નજીકના મનાતા અનેક નેતાઓ પણ અજિત પવાર સાથે ગયા હતા અને ત્યાર બાદ શિંદે સરકારમાં મંત્રી પણ બનાવી દીધા હતા. બીજી તરફ શિવસેનાની જેમ અહીં પણ ચૂંટણી ચિન્હ અને પાર્ટીની સત્તાને લઇને અલગથી લડાઇ ચાલી રહી છે.