I.N.D.I.A ગઠબંધન નારાજ, મહાવિકાસ અઘાડીને આપત્તિ, છતા પીએમ મોદીને એવોર્ડ આપવાના સમારંભમાં ભાગ લેશે શરદ પવાર

PM Narendra Modi Award : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક એવોર્ડ આપવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીપીના વડા શરદ પવાર પણ તે કાર્યક્રમમાં ભાગ લેવાના છે. હવે આ સમયે જે રીતે મહારાષ્ટ્રનું રાજકારણ ચાલી રહ્યું છે, તે જોતા જે રીતે ભાજપ સાથેની ખેંચતાણ ચાલુ છે

Written by Ashish Goyal
July 30, 2023 18:36 IST
I.N.D.I.A ગઠબંધન નારાજ, મહાવિકાસ અઘાડીને આપત્તિ, છતા પીએમ મોદીને એવોર્ડ આપવાના સમારંભમાં ભાગ લેશે શરદ પવાર
એનસીપી પ્રમુખ શરદ પવારની રાજનીતિ કંઇક અલગ જ રીતે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે ( Express Photo by Pavan Khengre)

PM Narendra Modi Award : એનસીપી પ્રમુખ શરદ પવારની રાજનીતિ કંઇક અલગ જ રીતે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. અજિત પવારે હવે એનડીએ સાથે હાથ મિલાવ્યા છે પરંતુ તેમ છતાં શરદ પવાર પોતાના પત્તા ખોલી રહ્યા નથી. ઉલ્ટાનું હવે તેઓ જે કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીને એવોર્ડ આપવાના છે તેમાં ભાગ લઇ રહ્યા છે.

વિવાદ કઇ વાત પર છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક એવોર્ડ આપવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીપીના વડા શરદ પવાર પણ તે કાર્યક્રમમાં ભાગ લેવાના છે. હવે આ સમયે જે રીતે મહારાષ્ટ્રનું રાજકારણ ચાલી રહ્યું છે, તે જોતા જે રીતે ભાજપ સાથેની ખેંચતાણ ચાલુ છે, તે જોતા એનસીપીના વડાના આ નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું છે. મહા વિકાસ આઘાડીના ઘણા નેતાઓ આ વાતથી નારાજ હોવાનું કહેવાય છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું હતું કે શરદ પવારનો આ નિર્ણય યોગ્ય સંદેશ આપનારો નથી.

વિપક્ષને શું વાંધો છે?

તેમનું કહેવું છે કે જે સમયે વડાપ્રધાન I.N.D.I.A નું અપમાન કરી રહ્યા છે, જે સમયે તેમની પાર્ટીએ એનસીપીમાં બે ભાગલા પાડી દીધા છે. ત્યારે જે કાર્યક્રમમાં પીએમનું સન્માન થવું જોઇએ તેમાં શરદ પવાર ભાગ લે તો તે યોગ્ય લાગતું નથી. એ ભૂલવું ન જોઈએ કે ભાજપે માત્ર એનસીપીને જ વિભાજીત નથી કરી, પરંતુ પીએમે તે પાર્ટીને સૌથી ભ્રષ્ટ પણ ગણાવી છે. જો એનસીપીને આટલું બધું નુકસાન થયું હોય તો શું તેમના અધ્યક્ષને આ રીતે કાર્યક્રમમાં જવું યોગ્ય છે? પવાર આવું કરીને માત્ર તેમની છબીને ધુમિલ કરી રહ્યા છે.

આ પણ વાંચો – બીજેપીની મંદિરની રાજનીતિને ખતમ કરવા માટે નરસિમ્હા રાવે થવા દીધી હતી બાબરી ધ્વંસ – પુસ્તકમાં દાવો

શું છે આ એવોર્ડ?

કોંગ્રેસ પણ શરદ પવારના જવાથી વિદાયથી બહુ ખુશ નથી. પરંતુ તેમના તરફથી તેઓ ખુલ્લેઆમ કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે આ શરદ પવારનો નિર્ણય છે, તેઓ જ આ અંગે વધુ સારી રીતે કહી શકશે. મારા બોલવાથી જો ગઠબંધન પર કોઇ અસર પડશે તો તે યોગ્ય નથી. જાણકારી માટે જણાવી દઈએ કે લોકમાન્ય તિલક પુરસ્કાર તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. મોટી વાત એ છે કે આ સંગઠનના ટ્રસ્ટી રોહિત તિલક છે, જે પોતે કોંગ્રેસના નેતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ