શુભાંગી ખાપરે : શરદ ગોવિંદરાવ પવાર (82) દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે. 10 જૂન, 1999ના રોજ પાર્ટી બનાવી ત્યારથી તેમના વ્યવહારિક રાજકારણના સાક્ષી છે. પવાર કહ્યું છે કે તેઓ પ્રવાસની સાથે સાથે તેમના જાહેર જીવનમાં રાજકીય અને સામાજિક કાર્ય ચાલુ રાખશે. તેઓ હંમેશાં જાણતા હતા કે તેમની પાંચ દાયકાની રાજકીય કારકિર્દીમાં ક્યાં અને ક્યારે અટકવું જોઈએ.
જો તેઓ તેમના રાજીનામાને વળગી રહેશે તો તેનાથી નેક્સ્ટ જનરેશન માટે એનસીપીની કમાન સંભાળવાનો માર્ગ મોકળો થશે અને પવાર માટે સંગઠનમાં એક રાજકીય માર્ગદર્શક અને ફિલોસોફર તરીકે એક જગ્યા બનાવશે. આ ભૂમિકાને તેઓ સ્પષ્ટપણે માણે છે. બારામતીના વતની પવારે પૂણેથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી તરત જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 27 વર્ષની નાની ઉંમરે તેમણે 1968માં બારામતીથી કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ ધારાસભ્યની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. તેમણે 1990 સુધી સતત ચૂંટણીઓમાં આ બેઠક જાળવી રાખી હતી.
1978માં પહેલી વાર ધારાસભ્ય બન્યાના માત્ર 10 વર્ષ બાદ 38 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા હતા. આ સિવાય તેઓ વધુ ત્રણ વખત સીએમ બન્યા હતા. જોકે તેમનો એક પણ કાર્યકાળ પૂરા પાંચ વર્ષ સુધી ચાલ્યો ન હતો. ભલે તેઓ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા હોય પરંતુ મરાઠા નેતા પવારે રાજ્યના સામાજિક-આર્થિક વિકાસની વાત આવે ત્યારે પોતાની જાતને સ્વપ્નદ્રષ્ટા સાબિત કરી હતી. તેમનું રાજકારણ વૈચારિક મતભેદોને દૂર કરીને શાસક અને વિપક્ષી નેતાઓ બંને પાસેથી સદ્ભાવના મેળવવાની અને ટકાવી રાખવાની તેમની ક્ષમતા દ્વારા પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું.
જ્યારે તેઓ કેન્દ્રીય રાજકારણમાં ગયા ત્યારે આ કામ સરળ સાબિત થયું. વડાપ્રધાન પી વી નરસિંહરાવની 1991-1996ની સરકારમાં કેન્દ્રીય રક્ષામંત્રી રહ્યા હતા. 1998-1999માં કોંગ્રેસ માટે વિપક્ષના નેતા તરીકેની કમાન સંભાળી હતી. 1999માં જ્યારે સોનિયા ગાંધી રાજકારણમાં જોડાયા ત્યારે પવાર ટોચ પર પહોંચવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા, તેમણે સોનિયા ગાંધીના વિદેશી મૂળના આધારે વાંધો ઉઠાવ્યો હતો. જેથી પવારને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પછી તેમણે પી એ સંગમા અને તારિક અનવરને સાથે લઈને એનસીપી બનાવી હતી.

એક જ વર્ષમાં 2000માં એનસીપીએ મહારાષ્ટ્ર, ગોવા, મેઘાલય અને મણિપુરમાં પોતાની હાજરી નોંધાવ્યા બાદ રાષ્ટ્રીય પક્ષની માન્યતા પ્રાપ્ત કરી લીધી હતી. પવાર જ્યારે એનસીપીની ઔપચારિક ભૂમિકામાંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે જીવનને સંપૂર્ણ વર્તુળમાં જોવામાં આવે છે. પાર્ટીએ તાજેતરમાં જ તેની રાષ્ટ્રીય ઓળખ ગુમાવી દીધી છે, તેમજ ગોવા, મણિપુર અને મેઘાલયમાં રાજ્ય પક્ષનો દરજ્જો ગુમાવ્યો છે. પવારની આગેવાની હેઠળની એનસીપી અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડ્યા હતા. તે જ વર્ષે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને જીત્યા હતા.
આ પણ વાંચો – શરદ પવારના રાજીનામાથી એનસીપીમાં ખેંચતાણ, અજિત પવારે કહ્યું – નવા નેતૃત્વને તક મળવી જોઈએ
પીએમ મનમોહન સિંહના નેતૃત્વમાં કેન્દ્રમાં યુપીએ સરકાર (2004થી 2014) બની હતી. સત્તા પર આવ્યા ત્યારે પવાર પાસે કૃષિ વિભાગ હતો. આ મરાઠા નેતાને સારી રીતે અનુકૂળ હતું. કૃષિ તેમના દિલની નજીક હતું અને તેમના ગ્રામીણ આધારને ટકાવી રાખવામાં મદદ કરી હતી. તેમને એવા સુધારાઓ લાવવાનો શ્રેય આપવામાં આવે છે જેણે ભારતને આ સમય દરમિયાન અનાજમાં સરપ્લસ ઉભરવામાં મદદ કરી હતી.
રાષ્ટ્રીય તેમજ રાજ્યના રાજકારણ પર પવારની છાપને જોતાં વિપક્ષને તેમની ગેરહાજરીનો અહેસાસ થશે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભાજપ મહારાષ્ટ્રમાં મુખ્ય પક્ષ તરીકે પણ સત્તા સંભાળી રહ્યો છે. પવારને એક એવા પરિબળ તરીકે જોવામાં આવે છે જે ભાજપ વિરુદ્ધ સમાન વિચારધારાવાળા બિનસાંપ્રદાયિક પક્ષોને એકસાથે લાવી શકે છે.

મહારાષ્ટ્રમાં પવારની સક્રિય ભૂમિકાએ જ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (અવિભાજિત)ને સાથે લાવીને મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર રચી હતી. તે બધાને એક સાથે રાખે છે. એનસીપીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની વિનંતી સાથે જણાવ્યું હતું કે પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો તેમનો નિર્ણય હજી પણ આઘાતજનક છે. એ માનવું અઘરું છે. જોકે અમે એ હકીકતમાં આશ્વાસન લઈએ છીએ કે તેઓ નજીકથી દેખરેખ રાખશે અને અમને માર્ગદર્શન આપશે.
એનસીપીનો મહારાષ્ટ્રમાં ચૂંટણી આધાર સ્થિર રહે છે. 1999માં તેની પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીએ 58 બેઠકો અને 22.60% વોટ શેર મેળવ્યા હતા. કોંગ્રેસ 75 બેઠકો અને 27.20 ટકા મતો સાથે સૌથી મોટી પાર્ટી હતી. શિવસેનાને 69 બેઠકો (17.33 ટકા મત) અને ભાજપને 56 (14.54 ટકા મત) બેઠકો મળી હતી.
પાંચ વર્ષ બાદ એનસીપી કોંગ્રેસને પછાડીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જેને 71 બેઠકો મળી હતી. જોકે વોટ શેરમાં (18.75%) ઘટાડો થયો હતો. આમ છતાં પવારે સાથી પક્ષ કોંગ્રેસને સીએમ પદ અપાવ્યું અને એનસીપીએ નેતાઓએ ગૃહ, નાણાં, ઊર્જા, ગ્રામીણ વિકાસ, જળ સંસાધન જેવા મહત્વપૂર્ણ વિભાગો મેળવ્યા.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની સરકાર 1999થી 2014ની વચ્ચે ચાલી હતી. આ પછી મોદી લહેરે સમીકરણોને ભાજપની તરફેણમાં ઝુકાવ્યા હતા. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં 2014માં ભાજપ 122 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કોંગ્રેસ અને એનસીપીની જેમ એ વર્ષે પણ ભાજપ અને શિવસેના અલગ-અલગ લડ્યાં હતા.
ત્યારબાદ બધાને આશ્ચર્યચકિત કરીને એનસીપીએ મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. દલીલ કરી હતી કે તે રાજ્યને “સ્થિર સરકાર” આપવા માંગે છે. એનસીપીના રાજકીય મેનેજરોએ ભારપૂર્વક કહ્યું હતું કે એનસીપીનું ભાજપને સમર્થન સત્તા માટે ન હતું. એનસીપીની અંદર વિભાજન ટાળવાની અને શિવસેનાને ભાજપથી દૂર રાખવાની આ એક યુક્તિ હતી.
ભાજપના ઉદયનો અર્થ એ છે કે એનસીપીને હવે મહારાષ્ટ્રમાં જે પ્રાધાન્ય મળ્યું હતું તે મળતું નથી. તેમને 2019માં પણ કુલ મતોના 16.71% મત મળ્યા હતા. પરંતુ જ્યારે પવારની પોતાની વાત આવે છે ત્યારે સંખ્યાઓનો અર્થ ઓછો હોય છે. ઉદાહરણ તરીકે કેન્દ્રીય કૃષિ પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન લોકસભામાં એનસીપીનું સંખ્યાબળ સિંગલ આંકડામાં હતું.
તાજેતરમાં બિઝનેસ ટાયકૂનની આસપાસ થયેલા વિવાદ અથવા વી ડી સાવરકર (જેઓ મહારાષ્ટ્રમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે) વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.ત અદાણીના મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની માંગ અંગે સાથી કોંગ્રેસથી અલગ વલણ અપનાવી રહ્યા છે.
એવા સમયે જ્યારે એનસીપીને એમવીએથી આગળ જોવાની અટકળો ચાલી રહી છે ત્યારે પવાર હવે જે કરે છે તે ફરીથી દેશના રાજકારણની દિશા બદલી નાખશે.